• સી.આર.પાટીલ રાજકોટમાં: સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ સાથે બેઠક
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 28મીએ આટકોટમાં હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા હોય આ કાર્યક્રમને ભવ્યતાથી સફળ બનાવવા કાર્યકરોને આહવાન કરતા પ્રદેશ અધ્યક્ષ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે રાજકોટની મૂલાકાત પર છે તેઓએ સવારે સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ભાજપના હોદેદારો, સંસદસભ્ય, ધારાસભ્યો, પૂર્વસાંસદ, પૂર્વ ધારાસભ્ય અને માર્કેટીંગ યાર્ડના પ્રમુખ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

WhatsApp Image 2022 05 17 at 12.14.27 PM 1

અમદાવાદના બાવળા ખાતે બે દિવસીય ભાજપની ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ આજે સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું સવારે રાજકોટ ખાતે આગમન થયું હતુ. તેઓએ જે.એમ.જે.ગ્રુપ આયોજીત 101 દિકરીઓનાં સમૂહ લગ્નમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન તેઓએ 11.30 કલાકે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર,બોટાદ જિલ્લાના ભાજપના જિલ્લા તથા શહેર પ્રમુખ મહામંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ સંસદ સભ્યો, ધારાસભ્યો ઉપરાંત માર્કેટીંગ યાર્ડના પ્રમુખો, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

WhatsApp Image 2022 05 17 at 12.14.27 PM 2

આગામી 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી જસદણના આટકોટ ખાતે કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ઉદઘાટન માટે ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. ત્યારે પી.એમ.ના કાર્યક્રમના આયોજન માટે સી.આર. પાટીલે રાજકોટની મૂલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો અને યાર્ડના પ્રમુખ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં તમામ જિલ્લા પ્રમુખોને પોતાના જિલ્લામાંથી શકય તેટલી વધુ માનવ મેદની વડાપ્રધાનના કાર્યક્રમમાં એકત્રીત કરવા માટે તાકીદ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ તેમ ભાજપના મોટાનેતાઓનાં આંટાફેરા ગુજરાતમાં વધ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે હતા હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે.બીજી તરફ મૂખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષના આંટા ફેરા સૌરાષ્ટ્રમાં વધ્યા છે. ત્રણ દિવસ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મૂલાકાતે આવ્યા હતા આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટમાં છે જયારે મુખ્યમંત્રી મોરબીનાં વવાણીયા ગામની મૂલાકાત પર છે.સર્કિટ હાઉસ ખાતે ભાજપના આગેવાનો સાથે બેઠક બાદ તેઓ સુપોષણ અભિયાનનો આરંભ પણ કરાવ્યો હતો.  શહેરના 150 ફૂટ રીંગરોડ પર ભાજપ કાર્યાલયનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જે હાલ પૂર્ણતાના આરે છે. બપોરે સી.આર. પાટીલ આ કાર્યાલયની મૂલાકાત લઈ જરૂરી સુચનો પણ આપ્યા હતા.

WhatsApp Image 2022 05 17 at 12.14.28 PM

કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરતા સી.આર.પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપ  દ્વારા સુપોષણ અભિયાન ચાલી રહ્યું  છે તે અંતર્ગત રાજકોટ શહેર ખાતે  ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ  દ્વારા રાજકોટના કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના  પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો  ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મેયર ડો. પ્રદીપ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.