ત્રણ વર્ષે જજોની બદલીના નિયમોને લઇ ૩૩ ટકા નીચેની અદાલતોના ન્યાયાધીશોની સામુહિક બદલી!!

રાજકોટ ફેમિલી કોર્ટના જજ આર.આઇ. ગનેરીવાલ પાલનપુર અને ત્યાંથી ડી.જે.છાટબારની અસર પરસ બદલી

રાજકોટના ડી.ડી.ઠક્કર, વી.વી.પરમાર અને એચ.એ.બ્રહ્મભટ્ટની બદલી: જામનગરના મન્સુરી, હાલોલના એ.વી.હીરપરા, સુરતના પ્રશાંત જૈન અને નડિયાદના બી.બી.જાદવની રાજકોટમાં નિમણુંક

રાજયમાં ઉનાળુ વેકેશન દરમિયાન એક સ્થળે ત્રણ વર્ષ જેટલો સમય ફરજ બજાવી હોય તેવા ન્યાયધિશની બદલીના ઓર્ડર થતા હોય છે. સૌરાષ્ટ્રના ૮૫ સહિત રાજયના ૩૦૦ ન્યાયધિશની અસર પરસ બદલીના હુકમ થયા છે. રાજકોટ ફેમિલી કોર્ટના જજ આર.આઇ. ગનેરીવાલની પાનલપુર અને ત્યાંથી ડી.જે.છાટબાર અસર પરસ બદલીના હુકમ થયા છે. આ ઉપરાંત રાજકોટના ત્રણ ડીસ્ટ્રીક જજની બદલી થઇ છે જ્યારે પાંચ ડીસ્ટ્રીક જજની રાજકોટમાં નિમણુંક આપવામાં આવી છે.

રાજયમાં ૩૦૦ જેટલા જજની થયેલી બદલીમાં સૌરાષ્ટ્રના ડીસ્ટ્રીક જજ કક્ષાના ૨૬ ન્યાયધિશ અને સિનિયર સિવિલ ૨૭ જજ તેમજ ૨૬ જેટલા જે.એમ.એફ.સી.ની બદલી કરવામાં આવી છે.

રાજકોટમાં ફેમિલી કોર્ટમાં ફરજ બજાવતા આર.આઇ.ગનેરીવાલની પાલનપુર, ડી.ડી.ઠક્કરની અમદાવાદ, વી.વી.પરમાની અમદાવાદ, એચ.એ.બ્રહ્મભટ્ટ લીમખેડા, ગોંડલના એમ.પી.પુરોહિતની અમદાવાદ, દેવભૂમિ દ્વારકાના એમ.એસ.બ્રહ્મભટ્ટની પાટણ, ભાવનગરના એમ.વી.તડવી સુરેન્દ્રનગર, એમ.જે.પરાસરની ગાંધીધામ, ગોંડલના પી.એમ.રાવલની અમદાવાદ, કેશોદના એ.એસ.હીરપરાની દિયોદર, જામનગરના ટી.વી.જોષીની કચ્છ, કોડીનારના એમ.એન.દવેની અમદાવાદ, સુરેન્દ્રનગરના જે.જી.રૈયાણીની પંચમહાલ, તળાજાના એ.એલ.વ્યાસની મહેસાણા, ધારીના એસ.એમ.ટાંકની આણંદ, ઉનાના એ.સી.ઠક્કર કોડીનાર અને પોરબંદરના આર.આર.ભટ્ટને ડીસા ખાતે બદલી કરવામાં આવી છે.

જામનગરથી એમ.એન.મનસુરી રાજકોટ, પાલનપુરથી ડી.જે.છાટબાર, અમદાવાદથી વી.કે.પાઠક ગોંડલ, વડોદરાથી એમ.એસ.સોની જામનગર, અમદાવાદથી એસ.ડી.દવે કેશોદ, નવસારીથી ટી.જે.ડાંગર ખંભાળીયા, અમદાવાદના કે.એસ.પટેલ ધારી, ગાંધીધામથી જે.એમ.બ્રહ્મભટ્ટ તળાજા. હાલોલથી એ.વી.હીરપરા રાજકોટ, સુરતથી પ્રસાંત જૈન રાજકોટ, અમદાવાદથી રાહુલપ્રતાપસિંધ ગોંડલ, નડીયાદથી બી.બી.જાદવ રાજકોટ, સુરતથી એફ.એસ.પરીખ મહુવાની નિમણુંક કરાઇ છે.

રાજયના સિનિયર સિવિલ જજ વાય.આઇ.શેખ તળાજા, સી.કે.પીપળીયા જામનગર, બી.બી.જોષી જામનગર, એ.કે.રાણા મોરબી, આર.વી.ચાવડા રાજુલા, પી.આર.ચૌહાણ પોરબંદર, વાય.આર.ચૌધરી રાજકોટ, કે.સી. ધોરાજી, કે.બી.રાઠોડ પોરબંદર, મિનાક્ષીબેન સોની, મહેશ્ર્વરી ડાંગર જામનગર, એ.આર.તાપીવાલ, વાય.આર.પટેલ, એસ.એસ.કાલેની રાજકોટ, એમ.જે.ઝાલા જૂનાગઢ, એસ.કે.વ્યાસ શિહોર, એમ.વી.નંદાણી, એન.એન.પઠાર જામનગર, એસ.જે.પંચાલ મોરબી, પી.આઇ. પ્રજાપતિ જામનગર, જે.ડી.સિંધી સુરેન્દ્રનગર અને પી.એન.નવી જસદણ ખાતે બદલી કરાઇ છે.

જ્યારે જે.એમ.એફ.સી. કક્ષાના ૧૦૭ ન્યાયધિશની થયેલી બદલીમાં નિખિલ જાધવ મોરબી, એચ.પી.રાવલ દ્વારકા, એમ.એસ.સોની ચુડા, જે.એ.રાણા ભાવનગર. અભિજીત શર્મા મોરબી, એમ.ડી.વિરાણી ઉના, સુનિલ ચૌધરી લખતર, એસ.આર.દવે ગઢડા, લક્ષ્મી નંદવારા મોરબી, પ્રિયા ડવ ગોંડલ, સી.કે.રાઠોડ રાજકોટ, હરપ્રિતસિંગ સાયલા, એચ.જે.પરમાર રાજકોટ રેલવે, પી.એ.જૈન રાજકોટ, એસ.એસ.અજમેરી ઉપલેટા, સુધેશ જોડીયા, ચુનોતી મોરબી, એ.એસ.ખાન ઉના અને આઇ.જે.મકવાણાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.