જાણીતા પ્રકૃત્તિપ્રેમી જયંત મોવલીયાએ આ પ્રજાતિને કેમેરામાં કંડારી
જસદણ પંથકના જાણીતા શિક્ષક્ષવિદ્ અને પ્રકૃતિપ્રેમી જયંતભાઈ મોવલીયાએ તાલુકાના અને આસપાસના બાખલવાડ, ખાનપર, કનેસરા, ફુલઝર, દેવપરા સહિતના જુદાજુદા ગામોની સિમોમાં રઝળપાટ કરી પતંગિયાનાં અઢળક ફોટોગ્રાફ કિલક કરી રંગબેરંગી પતંગિયાનું જીણવટભર્યું નિરીક્ષણ કરતા જેમાં જસદણ પંથકના ગામોની સીમમાં ૩૦ જેટલી પ્રજાતિ જોવા મળી હતી. જસદણ પંથકની સીમોમાં વરસાદ બાદ હાલ હરિયાળી છવાઈ છે. વૃક્ષના પાંદડે પાંદડે સૌદર્યનો નિખાર છવાયો છે. આવા કુદરતી વાતાવરણ અને લોકો કુદરતથી નજીક, માહિતગાર થાય તેને લઈ પ્રકૃતિ પ્રેમી જયંતભા, મોવલીયાએ આ વિસ્તારના પશુ પક્ષીઓ વૃક્ષો અને અન્ય કુદરતી રચનાના ફોટોગ્રાફ અને બારીકાઈથી નિરીક્ષણ અંગે ભારે સંશોધન કર્યું છે.