ભૂદેવ સેવા સમિતિ અને મનપાના સંયુકત ઉપક્રમે કેમ્પ યોજાયો
ભુદેવ સેવા સમિતિ દ્વારા બ્રહ્મસમાજના જરૂરીયાતમંદ પરિવારોને રાજકોટ મહાનગરપાલીકાના સહયોગથી ‘માં વાત્સલ્ય કાર્ડ’નો કેમ્પ બ્રહ્મપુરી ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મપરિવારોએ કેમ્પનો લાભ લીધો હતો.
સંસ્થાના પ્રમુખ તેજસ ત્રિવેદી જણાવે છે કે ભૂદેવ સેવા સમિતિ મહાનગરપાલીકા દ્વારા યોજેલ ‘મા વાત્સલ્ય કાર્ડ’ કેમ્પમાં દિપ પ્રાગટય ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, કમલેશભાઈ મીરાણી, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, જીતુભાઈ કોઠારી, મીનાબેન પારેખ, અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠાકર, જીતુભાઈ સેલારા, કિરીટભાઈ ગોહેલ, તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન મનુભાઈ ઉપાધ્યાયક જર્નાદનભાઈ આચાર્ય, મહેશભાઈ ત્રિવેદી, શિરીષભાઈ ભટ્ટ સુરેશભાઈ રાવલ, મહેન્દ્રભાઈ રાવલ, લલીતભાઈ રાવલ, પરાગભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત વિધિ અને કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ તેજસ ત્રિવેદીએ કરેલ તથા આભારવિધિભુદેવ ટાઈમ્સના સંપાદક દિલીપભાઈ જાનીએ કરેલ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ વિભાગના ડો. વિશાણી તથા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તથા તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિશાલ ઉપાધ્યાય, નિરજ ભટ્ટ, વિમલ અધ્યારૂ, વિશાલ ઠાકર, ચિરાગ ઠાકર, જયોતિન્દ્રભાઈ પંડયા, માનવ વ્યાસ, પરાગ મહેતા, રાજદવે, ભરતભાઈ દવે, જયદિપ ત્રિવેદી, યજ્ઞેશ ભટ્ટએ કરેલ હતુ.