નૂતન વર્ષે અન્નકૂટની આરતીનો લાભ લેતા કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા, મેયર બીનાબેન આચાર્ય અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતનવર્ષનો ઉત્સવસમગ્ર રાજકોટ શહેરમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો ત્યારેદિપાવલી તેમજ નૂતનવર્ષ નિમિતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસરને સુંદર લાઈટીંગથી શણગારવામાં આવ્યું હતું અનેપોડિયમ પર ખુબ સુંદરપરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના રાજકોટ આગમનના નિમંત્રણનીકલાત્મકરંગોળી બનાવવામાં આવી હતી. દિવાળીના દિવસે ૨૦૦૦થી અધિક ઉદ્યોગ સાહસિકો તથા હરિભક્તોએચોપડાપૂજનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
વિક્રમ સંવત ૨૦૭૬ કારતક સુદ પડવાના દિવસે એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિને ભગવાનના અન્નકૂટ ઉત્સવના દર્શનનો ૨૫,૦૦૦થી અધિક શહેરીજનોએ લાભ પ્રાપ્ત કરી જીવનમાં ધન્યતા અનુભવી હતી.
નવી ઋતુમાં તૈયાર થયેલું અન્ન ભગવાનને અર્પણ થાય ત્યાર પછીજ તેનો સ્વીકાર થાય એ આપણી હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા રહી છે. એ પરંપરા અંતર્ગત પરમ પૂજય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી વિશ્વના ૫૫ દેશોનાં ૧૩૦૦ મંદિરોમાં નૂતન વર્ષે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓના અન્નકૂટ રચવામાં આવે છે.
રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે આ વર્ષે ૫૦૦ જેટલી મીઠાઈ, ૪૫૦ જેટલા વિવિધ ફરસાણ, ૪૫૦ જેટલા શાક તથા ભીની વાનગીઓ, ૧૦૦ જાતના આઈસ્ક્રીમ, જ્યુસીસ તથા કેક આમકુલ ૧૫૦૦થી અધિક વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો હતો. આ અન્નકૂટ ઉત્સવની પ્રથમ આરતી કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી,ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, માંધાતાસિંહજી જાડેજા, રેલવે ડી.આર.એમ. પરમેશ્વરમ, મેયર બીનાબેન આચાર્ય તથા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયેલી અને ત્યારબાદ દર કલાકે સાંજે ૭:૦૦ વાગ્યા સુધી આરતીનો લાભ પ્રાપ્ત થયો હતો. આ અન્નકૂટમાં બનેલી વાનગીઓ હજારો ભક્તો-ભાવિકોના ઘરોમાં પ્રસાદરૂપે પહોચાડવામાં આવશે.
પ્રગટ ગુરુહરિ પરમ પૂજય મહંત સ્વામી મહારાજની હાજરીમાં ગોંડલ મુકામે પણ ખૂબ જ ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો અને પરમ પૂજય મહંત સ્વામી મહારાજે નૂતન વર્ષ સૌ કોઈ માટે યશસ્વી અને સુખદાયક નીવડે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
રાજકોટ મંદિરે યોજાયેલ અન્નકૂટ ઉત્સવના આયોજનમાં રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, ભંડારી પૂ.અક્ષરયોગી સ્વામી, ૨૨ સંતો તથા ૨૦૦૦ જેટલા કાર્યકર્તાઓએ છેલ્લા એક મહિનાથી ખૂબ જ જહેમત ઉઠાવી હતી.