અલક એન્ટરપ્રાઈસ દ્વારા મીસ્ટર એન્ડ મીસ ગુજરાતનું આયોજન થનાર છે. જેમાં ૨૦૦થી ૨૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેના બે ઓડિશન રાઉન્ડ તાજેતરમાં થયા હતા ઓડિશન રાઉન્ડનું આયોજન સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ, કાઠીયાવાડી કસબા કાફેમાં કરવામાં આવ્યું હતું.
આ વિશે અલક એન્ટરપ્રાઈઝના ઓર્ગેનાઈસર પુનમબેન ગજજરે જણાવ્યું હતુ કે અમે એક નાની એવી પ્રોસેસ કરીએ છીએ અને ફેશન શો અને ડાન્સ કોમ્પીટીશન શરૂ કરીને તેમજ અત્યારે અમારી પાસે ૨૦૦થી ૨૫૦ જેટલી એન્ટ્રી છે. જેમાંથી અમે સિલેકટ કરી સારૂ સ્ટેજ આપવા માંગીએ છીએ તેમજ ફાઈનલમાં ૩૫ થી ૪૦ સ્પર્ધકોને સિલેકટ કરશું આ કરવાનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતતા લાવવાનો છે. જેથી બાળકો આગળ આવે અને તેનું કેરીયર બને પારસ સોલંકી ઓર્ગેનાઈઝરએ કહ્યું હતુ કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. અને રાજકોટની પબ્લીકને જાગૃત કરવાની વધારે જરૂર છે. અત્યાર સુધીમાં ૨૦૦થી ૨૫૦ એન્ટ્રી આવી છે.
અને પહેલા ઓડિશન રાઉન્ડમાં ૧૦૦થી વધારે સ્પર્ધકોએ પરફોર્મ કયુર્ંં હતુ લોકોનો રિસ્પોન્સ અમે વિચાર્યું હતુ, તેના કરતા દસ ગણો સારો છે.ગૌરવ ભડિયાદ્રા (ઓર્ગેનાઈઝર) એ કહ્યું હતુ કે આ આયોજન ખૂબજ સારૂ ચાલી રહ્યું છે. અને ફયુચર ગોલ એ છે કે અમે પબ્લીકને એક સારૂ સ્ટેજ આપવા માંગીએ છીએ અને જાગૃતતા લાવવા માંગીએ છીએ. અમને વિશ્ર્વનિડમ સંસ્થાનો ખૂબજ સપોર્ટ છે.
સ્મિત પટેલ (ઓર્ગેનાઈઝર) કહ્યું હતુ કે, આ આયોજનમાં અમને લોકોનો ખૂબજ સપોર્ટ મળે છે અને હું શોર્ટ ફિલ્મ બનાવું છું અને આ ઈવેન્ટ ખૂબજ સારી લાગે છે. અને મને દોઢ વર્ષનો અનુભવ છે.કાઠીયાવાડી કસુબાના ઓનર શૈલેષભાઈએ કહ્યું હતુ કે અહી અવાર નવાર ઘણા ફંકશન થાય છે. અને ઘણા બધા ડાન્સ ફેસ્ટીવલ પણ થાય છે. આ કરવાનો મુખ્ય હેતુ એ છે કે સ્ટુડેન્ટને મોટીવેશન મળી રહે અને જીવનમાં પ્રેરણા મળે.વિધિ ગજજર (જજ)એ કહ્યું હતુ કે આ આયોજન ખૂબજ સુંદર છે. અને હું ૨૦૧૪થી આ ફિલ્ડમાં છું અમે સ્પર્ધકના એટીટયુડ, કોન્ફીડેન્સ વગેરે જોઈને સિલેકટ કરીએ છીએ અને મારો ફયુચર ગોલ જીપીએસસી કરવાનો છે.
જય વઢવાણી (જજ) એ કહ્યું હતુ કે, સ્પર્ધક રહેવું તે મહત્વની વસ્તુ છે. પણ જયારે જજ તરીકે રહેવું પડે ત્યારે અચિવમેન્ટ અને પ્રાઉડની ફીલીંગ આવે છે. અને એટીટયુડ, વોક, એકસ્પ્રેશન્સ, કોસ્ટયુમ્સ, કોમ્યુનિકેશન સ્કીલ્સ, વગેરે સેકશનથી સિલેકશન કરીશ અને આની પહેલા હું બરોડામાં અને એક કોલેજમાં જજ તરીકે જજ રહી ચૂકયો છું અને ૨૦૧૭નો હું વિનર રહી ચૂકયો છું દરેક શોનું એક અલગ લેવલ હોય છે. અને અહીયા પણ એક અલગ લેવલ છે. મારો ફયુચર ગોલ એકટર બનવાનો છે.
અવની બગડાઈ (જજ)એ કહ્યું હતુ કે હું બ્યુટીશન છું મને ૧૨ વર્ષનો અનુભવ છે. હું પહેલા બે ઈવેન્ટમાં જજ તરીકે રહી છૂં ત્યાં કરતા મને અહી મજા આવે છે. અહીયાના સ્પર્ધકમાં કોન્ફીડેન્સ, પરફોર્મન્સ વધારે સારૂ જોવા મળે છે.આ કાર્યક્રમમાં લોકોએ ખૂબજ સારૂ પરફોર્મન્સ કર્યું છે. અને વિશ્ર્વસનીડમ સંસ્થાના સ્ટુડેન્ટસ એ પણ ડાન્સ કર્યો હતો. તેમજ લોકોને સારૂ સ્ટેજ મળવાનો આ ખૂબજ સારૂ પ્લેટફોર્મ છે.