સમગ્ર દેશમાં 1 લાખથી વધુ 5જી ટાવર સરકારે ઉભા કર્યા

5G એ નેક્સ્ટ જનરેશનની મોબાઇલ નેટવર્ક ક્ષમતા છે જે હાઇ સ્પીડ પર ડેટાના મોટા સેટના ટ્રાન્સમિશનને સરળ બનાવી શકે છે. 3જી અને 4જી લની સરખામણીમાં 5જીમાં ઓછી વિલંબતા ન્યૂનતમ લેટન્સી સાથે ચોક્કસ માત્રામાં ડેટા પર પ્રક્રિયા કરવાની ક્ષમતા છે અને તે વિવિધ ક્ષેત્રોમાં વપરાશકર્તા અનુભવને વધારશે. 5જીમાં 4જી કરતાં 10 ગણી ઝડપી ક્ષમતા છે. 5જી રોલઆઉટથી માઇનિંગ, વેરહાઉસિંગ, ટેલિમેડિસિન અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રિમોટ ડેટા મોનિટરિંગમાં વધુ વિકાસ થવાની અપેક્ષા છે.

આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ અને લોકોને સારી રીતે 5જી સેવાઓ આપવા માટે રાજ્યમાં 10000 જેટલા ટાવર ઉભા કરવામાં આવ્યા છે જ્યારે સમગ્ર દેશમાં 1.2 લાખ કરોડ ટાવર ઉભા કરાયા છે. દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જેમાં 33 જિલ્લાઓમાં ભાઈજી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં 5લ ને લગતા સૌથી વધુ ટાવર મહારાષ્ટ્રમાં કે જે 15,000 થી પણ વધુ છે ત્યારબાદ ઉત્તર પ્રદેશ ,તામિલનાડુ ,ગુજરાત અને દિલ્હીનો સમાવેશ થાય છે. 5જીએ મોબાઇલ નેટવર્કની પાંચમી પેઢી છે જેમાં ખૂબ જ ઊંચી ઝડપે ડેટા ટ્રાન્સમિટ થાય છે. 3જી અને 4જીની તુલનામાં, 5જી ખૂબ ઓછા સમયમાં વિવિધ ક્ષેત્રોમાં યુઝર્સને સ્પીડનો અનુભવને કરાવશે. ઓછા સમયમાં, સંદેશ વિતરણની પ્રક્રિયા પુરી થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.