ગુજરાતમાં નીચલી અદાલતોમાં ૧૭.૨૬ લાખ કેસોમાંથી માત્ર ૬૫,૦૦૦ કેસો મહિલાઓ દ્વારા નોંધાયેલા છે
આજના સમયે સ્ત્રીઓ પુરુષ કરતા પણ આગળ ધપી રહી છે તે હકિકત છે. પરંતુ તેની સામે સ્ત્રીઓ ઘણાખરા અન્યાયી પાસાઓમાંથી પસાર થતી હોય છે. આપણા દેશમાં ૯૦ ટકા પુરુષોની સામે માત્ર દસ ટકા મહિલાઓ જ એવી છે કે જે વિપતી વેળાએ મદદ લેવા અને ન્યાય મેળવવા કોર્ટના દ્વારા ખટખટાવે છે. બાકીની ૯૦ ટકા મહિલાઓ કોર્ટ કેસ કરવામાં ડરે છે અને બધુ ઠીક થઈ જશે તેમ માનીને ચુપચાપ અન્યાય સહન કરે છે.
ભારતમાં કુલ મહિલાઓમાંથી લગભગ અડધા ભાગની મહિલાઓ કોર્ટ કેસ અથવા પોલીસ ફરિયાદો નોંધાવતી નથી. દેશની કુલ ૨.૫૫ કરોડ વસ્તીમાંથી માત્ર ૧૦ ટકા મહિલાઓ જ કોર્ટ કેસ કરે છે અને ન્યાય મેળવવા સામે ઝઝુમે છે. અહેવાલોના જણાવ્યા અનુસાર જીલ્લા કક્ષાઓની અદાલતોમાં માત્ર ૧૦ ટકા જ કેશો મહિલાઓ દ્વારા નોંધાયા છે. જયારે ૯૦ ટકા કેસો પુરુષોએ કરેલા છે.
જેમાં ૭૦ ટકા ક્રિમીનલ કેસોનો સમાવેશ છે. જયારે મહિલાઓએ નોંધાવેલા ૫૦ ટકા કેસો હિંસા અને માનસિક ત્રાસના છે. દેશમાં ૬ રાજયો એવા છે કે જયાં મહિલાઓ દ્વારા કરાતા કોર્ટ કેસોનો રેશિયો વધારે છે.
આ ૬ રાજયોમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, બિહાર, પંજાબ, ગોવા, તમિલનાડુ અને ચંદીગઢનો સમાવેશ છે. ગુજરાત અને આંધ્રપ્રદેશમાં ૧૬% મહિલાઓ, બિહાર અને પંજાબમાં ૧૫% મહિલાઓ જયારે તમિલનાડુ અને ચંદીગઢમાં ૧૪% મહિલાઓ કોર્ટ કેસ કરે છે. ગુજરાતમાં કુલ ૧૭.૨૬ લાખ કેસો પેન્ડીંગ પડેલા છે. જેમાંથી માત્ર ૬૫,૦૦૦ કેસો જ સ્ત્રીઓએ કરેલા છે.