છેલ્લા 10 વર્ષમાં કરાયેલી ભરતીના આંકડા જાહેર કરાયા નહીં!!
કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે માર્ચ 2022 સુધી કેન્દ્રીય કર્મચારીઓની 9,64,359 જગ્યાઓ ખાલી હતી પરંતુ તે ખાલી જગ્યાઓ પર અત્યાર સુધીમાં કેટલી ભરતી કરવામાં આવી છે તેના આંકડા આપવામાં આવ્યા ન હતા.
ટીએમસી સાંસદ માલા રોય અને ટીડીપી સભ્ય નમા નાગેશ્વર રાવ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં છેલ્લા 10 વર્ષમાં સરકારી ખાલી જગ્યાઓની સંખ્યા અને સરકારે તે જગ્યાઓ ભરવા માટે અત્યાર સુધી શું કર્યું છે, રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, નિયમિત ભરતીઓ ખાસ કરીને સમયાંતરે અલગ-અલગ રોજગાર મેળા મારફત ભરતી કરવામાં આવી રહી છે.
મંત્રીએ કહ્યું, ખર્ચ વિભાગના પગાર સંશોધન એકમોના વાર્ષિક અહેવાલ મુજબ 01.03.2022ના રોજ સરકારી વિભાગોમાં કુલ ખાલી જગ્યાઓ 9,64,359 હતી.
તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો/કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો/સ્વાયત્ત સંસ્થાઓ, જેમાં આરોગ્ય અને શિક્ષણ સંસ્થાઓ, જાહેર ક્ષેત્રની બેંકો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગોમાં સીધી અથવા ભરતી એજન્સીઓ દ્વારા ભરતી કરવામાં આવે છે, જેમ કે સ્ટાફ સિલેકશન કમિશન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, રેલ્વે ભરતી બોર્ડ, ઇન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સોનલ વિભાગો વગેરેમાં વિવિધ વિભાગોની સતત પસંદગીની પ્રક્રિયા છે. રોજગાર મેળાના ભાગરૂપે ખાલી પડેલી જગ્યાઓ મિશન મોડમાં ભરવામાં આવી રહી છે. દેશભરમાં રોજગાર મેળાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને નવા નિમણૂકોને વિવિધ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો/કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો/સ્વાયત્ત સંસ્થાઓ/જાહેર ક્ષેત્રની બેંકો વગેરેમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.