અબતક,ચેતન વ્યાસ, રાજુલા
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે માલધારીઓની જોકમાં પાંચથક્ષ છ સિંહો એકાઅકે આવી ચડી 10 જેટલા પશુઓના મારણ કરતા પશુ પાલકો અને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અને ભય ફેલાયો હતો.મળતી માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રશુલભાઈ મુશાભાઈ દલની જોકમાં પાંચથી છ જેટલા સિંહો ઘુસી જતા 10 જેટલા વાછરૂ સહિતના પશુઓનાં મારણ કર્યા હતા. અને મારણ કર્યા બાદ આ સિંહોએ મીજબાની માણી હતી.
લોઠપુર ગામે રહેતા રશુલભાઈ મુશાભાઈ દલ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આજરોજ સાંજના સમયે એકાએક પાંચથી છ જેટલા સિંહોએ 10 જેટલા પશુઓનું મારણ કરી રીતસરનીlothapur મીજબાની માણી હતી.
સિંહો દ્વારા કરાયેલ આ 10 જેટલા પશુઓનાં મારણથી માલધારી પરિવારોને છ લાખ જેવું આર્થિક નુકશાન થયાનો અંદાજ છે.સિંહો દ્વારા અવાર નવાર કરાતા આવા હુમલા મારણની માલધારીઓએ વન વિભાગને જાણ કરી હતી. આમ છતાં વન વિભાગના કોઈ અધિકારીઓ નહી ડોકાતા માલધારી પરિવારોમાં રોષ જોવા મળ્યો હતો.માલધારી પરિવારોને રાની પશુઓ દ્વારા થતી પરેશાની બાબતે યોગ્ય ઘટતુ કરવાની માલધારીઓએ ઉચ્ચ કક્ષો રજૂઆતો કરી હતી.