વર્ષે દોઢ કરોડ ‚પિયાના માતબર ખર્ચને પહોંચી વળવા પાંજરાપોળ આર્થિક સંકટમાં: અબોલ જીવોને બચાવી લેવા દર્દભરી અપીલ
લખતર પાંજરાપોળ સંસ્થા લગભગ ૧૨૬ વર્ષ જુની જીવદયાના કાર્યો કરતી સંસ્થા છે. આ સંસ્થા નાની હોઈ અને ૧૨૬ વર્ષ જુની હોવાના કારણે પાંચ વર્ષ અગાઉ પરમ કુપાળુ પરમેશ્ર્વરની અસીમ કૃપાથી તથા ગુ‚ભગવંતોના શુભ લાગણીભર્યા આશીર્વાદથી, અબોલ-મુંગા પશુઓના પૂણ્યથી અને આદરણીય દિલાવર દાતાઓના દાનથી ખૂબ જ સુંદર અને દરેક પશુને ખૂબ શાતા ઉપજે તેવી બનાવી છે.
સંસ્થાનો ઈમલો નાનો હોઈ પશુ સાચવવાની ક્ષમતા ૪૫૦ થી ૫૦૦ પશુની છે પરંતુ લખતર તાલુકા મથક હોઈ તેના ૩૬ ગામોમાંથી પશુ માલિકો પોતાના વ્હાલસોયા પશુને વરસો નબળા આવવાથી સાચવી નહી શકવાથી આ સંસ્થામાં મુકી જાય છે. તે પશુ સહર્ષ સ્વીકારી તેને સારી રીતે સાચવવામાં આવી છે. જેથી હાલ સંસ્થામાં પશુની સંખ્યા ૮૫૦ જેટલી થઈ ગઈ છે અને હજુ પશુની આવક ચાલુ છે.
ગયા વર્ષે પણ અનિયમિત અને ઓછા વરસાદના કારણે તથા ચાલુ વર્ષે પણ અનિયમિત અને ખૂબ જ ઓછા વરસાદના કારણે હજુ કેટલાક ગામોમાં વાવણી પણ થઈ નથી. આવા સંજોગોના લીધે લીલા તથા સુકા ઘાસના ભાવ ખૂબ જ અતિશય વધી ગયા છે. પશુની સંખ્યા વધતી હોઈ તથા ઘાસચારાના ભાવ વધતા હોઈ સંસ્થા ખુબ જ તકલીફનો સામનો કરી રહી છે. ખર્ચ વધે તેટલે નાણાકીય જ‚રીયાત વધે તે સ્વભાવિક છે. સંસ્થા પાસે પશુને ચરવા માટે કોઈ વીડ કે ચરીયાન નથી. તેથી બધુ જ ઘાસ વેચાતુ લેવુ પડે છે. ગામડાઓમાંથી પણ અગાઉ ફંડ તથા ઘાંસ દાનમાં મળતુ હતું પરંતુ અપુરતા વરસાદના કારણે તે બંધ થઈ ગયું છે. જેથી પરિસ્થિતિ ઘણી જ મુંઝવણવાળી બની છે. મુંગા-અબોલ પશુને જીવનદાન આપવા શકય તેટલો વધુ ફાળો આપવા સહભાગી બનવા લખતર પાંજરાપોળે અપીલ કરી છે. લખતર પાંજરાપોળ સંસ્થામાં આપવામાં આવતું દાન ઈન્કમ ટેકસની કલમ-૮૦ (જી) હેઠળ કરમુકત છે.
લખતર પાંજરાપોળના ૮૫૦ અબોલ જીવોને, સંસ્થાના આર્થિક સંકટના સમયમાં સંસ્થાને બચાવી લેવા દર્દભરી અપીલ લખતર પાંજરાપોળના અગ્રણીઓએ કરી છે. વર્ષે દોઢ કરોડ ‚પિયાનો માતબર ખર્ચ થાય છે. દાનમાં મોકલેલ ડ્રાફટ-ચેક કામધેનુ સેવા કેન્દ્ર સંપર્ક હસમુખભાઈ એ.શાહ, ૧૧, માધવ વાટીકા, પહેલા માળે, ગોલ્ડન સુપર માકેટની ઉપર, સોજીત્રાનગર મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ ફોન નં.(૦૨૮૧-૨૪૩૧૭૭૬, (૦૨૮૧) ૨૪૫૦૦૧૪, ઠકકર રતીલાલ મગનલાલ (પ્રમુખ), કોટન મરચન્ટ, મહેતા માર્કેટ, બેન્ક ઓફ ઈન્ડીયાની સામે, સુરેન્દ્રનગર (મો.૯૪૨૭૪ ૯૪૮૩૭), શાહ હસમુખલાલ હરિલાલ (પેઢડાવાળા) માનદમંત્રી કાલા કપાસના વેપારી, મહેતા માર્કેટ, સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ બેંક નીચે, સુરેન્દ્રનગર (મો.૯૪૨૭૦ ૮૮૬૧૧, સુખદેવભાઈ ટી.પટેલ (માનદમંત્રી), મેઈન મજાર, લખતર (જિ.સુરેન્દ્રનગર), (મો.૯૮૭૯૯ ૫૦૩૫૧), હસમુખભાઈ કે.મહેતા (ઉપપ્રમુખ પંચશીલ હાઈટસ, મહાવીનગર, કાંદિવલી (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૬૭ ખાતે મોકલી શકાશે. મોબાઈલ નંબર (૦૯૮૩૩૫ ૦૪૬૬૭) પર સંપર્ક કરવો. આ અનુરોધ કરવા હસમુખભાઈ એ.શાહ, રમેશભાઈ ઠકકર સહિતના અગ્રણીઓએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.