- શ્યામસુંદર મંદિર, વિષ્ણુ મંદિર, રૂક્ષમણીજી મંદિરનો અનોરો સમન્વય
તુલસીશ્યામ ભારતના પ્રાચીનતમ તીર્થસ્થાનો પૈકીનું એક છે. સ્કંદપુરાણમાં આ તીર્થધામનો ઉલ્લેખ છે. નજીકના ઈતિહાસની વાત કરીએ તો 480 વર્ષ પહેલાં ગીરના પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા ગાઢ વન વચ્ચે શ્યામ સુંદર ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હતા.
દુધાધારી બાપુ નામના સંતે એમની સ્થાપના કરી હતી. તુલસીશ્યામમાં ગરમ પાણીના કુંડ છે. અહીં અન્નક્ષેત્ર ચાલે છે.
ગીર ના ગાઢ જંગલ માં કુદરત ના ખોળે બીરાજમાન છે ભગવાન શ્યામ સુંદર અહીં પૈારાણીક તુલસીશ્યામ મંદીર આવેલું છે જયાં ભગવાન શ્રીકૃષ્ણ ની સાતે રીસાયેલા રૂક્ષ્મણીજી નું મંદીર અવેલું છે સાથે સાથે ગરમ પાણી ના કુંડ પણ મોજુદ છે જયાં ગમે તે રુતુ માં ગરમ પાણી જ આવે છે.
તુલસીશ્યામ તીર્થ ગીર સોમનાથ જિલ્લાનાં ઉનાથી શહેરથી આશરે ર9 કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આ સ્થળ મનને શાંતિ આપે અને હરી લે તેવું છે.
આ જ્ગ્યામાં વિષ્ણુ મંદીર આવેલું છે તે ઉપરાંત રૂક્ષમણીજીનું મંદીર છે. જે 400 પગથિયાં ચઢિને ડુંગરા ઉપર આવેલું છે. આ જ્ગ્યાને ચેતનવંતી બનાવનાર પ્રતાપી સંતશ્રી દુધાધારી મહારાજ થયાં. જેનાં સમયથી જ આ જગ્યા વધારે પ્રકાશમાં આવી. કારણકે ત્યાં દુધાધારી મહારાજે ખુબજ તપશ્ચર્યા કરી હતી જે દરમિયાન ભગવાને સ્વપ્નમાં આવીને દર્શન દઇને મહારાજને કહ્યુ કે મારી આ જગ્યાએ ખંડીત મુર્તિને તુ પુન:પ્રતિષ્ઠ કરજે. જેથી બીજામાણસોને બોલાવીને ત્યાં ખોદકામ ચાલુ કરાવ્યું હતુ. તેમાંથી નીકળેલ મુર્તિની જુગલ રાયચંદ નામનાં ભકત દ્વારા આ મંદીર બનાવી આપેલ. આમ મંદીર સાથે ગરમ પાણીના કુંડ પણ બાંધવામા આવ્યા. જે આજે પણ છે. તુલસીશ્યામના સેવક સમુદાયમાં બાબરીયાવાડના 4ર ગામો, અમરેલી જિલ્લાના વૈષ્ણવો, કપોળ ગ્રૂહસ્થો તથા ખેડુતો છે. તેમજ ગૌશાળા આવેલી છે. આ જગ્યામાં ટ્રસ્ટ્ર દ્વારા બનાવવામા આવેલુ અતિથીગ્રૂહ છે અન્ય ધર્મશાળા પણ આવેલી છે. તેમજ યાત્રિકો માટે અન્નક્ષેત્ર અને ચા પાણીની દરરોજની વ્યવસ્થા છે.
આમ આ તુલસીશ્યામની ચારે બાજુ ગિરનું જંગલ હોવાથી આજુબાજુ કોઇ ગામ નથી. ઝાડીમાં માલધારીઓ પોતાના ઢોર સાથે નેહડા બાંધીને રહે છે. અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝિલણીના પર્વે મોટો મેળો ભરાય છે. દુરદુરથી લોકો બહોળી સંખ્યામાં આવીને શામજી મહારાજનાં દર્શને ઉમટે છે. આમ સાવઝ-દીપડાના નિવાસની વચ્ચે આવેલુ તુલસીશ્યામમાં છેલ્લા એક હજાર વર્ષથી દીવડો ઝાંખો થયો નથી. આમ ગુજરાત રાજયનું એક મહત્વનુ યાત્રાધામ છે.
- તુલસી શ્યામ મંદીરના ઇતીહાસ
- તુલસી શ્યામ મંદીર ના પૈારાણીક ઇતીહાસ પર એક નજર કરીએ તો સ્કંદપુરાણ માં ઉલ્લેખ મુજબ….
કહેવાય છે કે જાલંધર નામનો એક અજેય યોધ્ધો હતો જે ન્યાય માટે યુધ્ધે ચઢેલો. દેવોને તોબાહ પોકરાવી ઇન્દ્રનો ધમંડ એણે ઉતારી નાખ્યો. દેવો તો અમર રહ્યા, મરે નહિ પણ મીનો ભણી ગયા. ભાગ્યા, અને ગયા વિષ્ણુ પાસે. વિષ્ણુ દેવોની વહારે ચઢયા. જાલંધરનું યુધ્ધ કૌશલ જોઇને પ્રસન્ન થઇ ગયા. જેથી જાલંધરને વરદાન માંગવા માટે કહ્યું. જેથી જાલંધરે ભગવાન વિષ્ણુ અને પોતાના બહેન લક્ષ્મીજી સાથે પોતાને ત્યાં વાસ કરવા માટે વરદાન માંગ્યું. જેથી વરદાન આપીને કહ્યુ કે જે દિવસે તું અધર્મનું આચરણ કરીશ ત્યારે મારો વાસ નહી હોય. આમ કહીને દેવોને છોડીને વિષ્ણુએ લક્ષ્મી સાથે જાલંધરને ત્યાં સાગરવાસ કર્યો. જાલંધરનો જેજેકાર વર્તાઇ રહ્યો.
- જાલંધરને વૃંદા જેવી સતી સ્ત્રી, લક્ષ્મી જેવી બહેન અને વિષ્ણુ જેવા બનેવી. જેથી જાલંધરના રાજયમાં ધર્મચક્ર ચાલે. હજી દેવો સાથેના વેર પુરાં વળાયા નથી. દિલનો રોષ પુરો શમ્યો નથી. દાઝ ઓલાણી નથી.
- સમયકાળે જાલંધરની મતિ બગડી. ધર્મભ્રષ્ટ થયો. જાલંધરે કૈલાશ ઉપર ચઢાઇ કરી. ઘોર યુધ્ધ કર્યુ અને મહાદેવ ઘાયલ થઇને મૂચ્ર્છા પામ્યા. સતી પાર્વતી અલોપ થયાં.
- તુલશી શ્યામ ધામના ભગવાન શ્યામના જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારી
સુપ્રસિદ્ધ મધ્ય ગીરમાં આવેલા ભગવાન શ્યામના જન્માષ્ટમી ઉત્સવની તડા મારા તૈયારીઓ આ વર્ષે શ્યામ મંદિર સામે જ ટ્રસ્ટ દ્વારા એક સાથે ડુંગરા ઉપર 500 વાહનો પાર્કિંગ કરી શકશે જેથી ટ્રાફિકનો પ્રશ્ન રહેશે નહીં ગરમ કુંડ પાસે વર્ષોથી નડતર કેબીનો દૂર કરાવતા નદીનું વહેતું પાણી ઉપર સ્લેબ ભરાઈ જતા કુંડના નાહવાનું વિશાળ સંખ્યા લાભ લઈ શકશે દર્શનાર્થીઓ મ માટે દરરોજ સવાર સાંજ દસ દસ હજાર ઉપરાંત દર્શનાથી મહાપ્રસાદ તેમજ ફરાળી વસ્તુઓ ની વ્યવસ્થા રાખવામાં આવશેતુલસીશ્યામ ટ્રસ્ટદ્વારા અગાઉ પૂ. મોરારીબાપુની સપ્તાહ બેઠી હતી તે જગ્યાએ જેસીબી લોડરો ટ્રેક્ટર અહંકારી 500 વાહનો એક સાથે આવી શકે અને પાર્કિંગ કરી શકે તે માટે દાતાશ્રી અનકભાઈ દેવાયતભાઈ કોટીલા માલકનેશ 15 દિવસ જેસીબી ટ્રેક્ટર અહંકારી ગ્રાઉન્ડ બનાવી પાર્કિંગનો કાયમી પ્રશ્ન હલ કરી તેવી પ્રશંસની વ્યવસ્થા ઉભી કરી છે તેમનો યશ અનકભાઈ કોટીલાને જાય છે તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા નાવા માટેના ગરમ કુંડ બાજુમાં આવવા જવાની તકલીફ પડતી હતી સામે વાહનો પણ બતાતા ન હતા ત્યારબાદ નડતર દુકાનો હટાવી લેવામાં આવી અને ડુંગરા નું પાણી જે વહેતું હતું તેના માથે સ્લેબ ભરી લેવામાં આવ્યો રસ્તામાં પણ ટ્રાફિકનો પ્રશ્ન રહે નહીં આમ છતાં જસાધાર રેન્જ દ્વારા અને ધારી ડિવિઝનના વન ખાતાના વડા રાજદીપસિંહ ઝાલાએ વન ખાતામાં પેટ્રોલિંગ પણ મૂકવામાં સહયોગ આપશે સોમનાથ એસપી જાડેજા દ્વારા ગીર ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે હેતુથી પોલીસ સ્ટાફ પણ મૂકવામાં આવશે તેમજ આ વર્ષે સાતમ આઠમમાં કૃષ્ણ ઉત્સવ માટે મંદિર કલાત્મક ડિઝાઇનોથી લાઈટો ડેકોરેશન થી ગોઠવવામાં આવ્યું કાર્યક્રમ યોજાશે સમગ્ર કાર્યક્રમની તડા માર અને આખરી ઓફ તુલસીશ્યામ ટ્રસ્ટ તથા શ્યામ ગ્રુપ આખરી ઓફ આપી રહ્યું છે તુલસીશ્યામ મંદિરે આવતા તમામ યાત્રીઓએ વન ખાતાની ચેકપોસ્ટ ઉપરથી ગાડી નંબર અને લખાવી જંગલમાં આવવાનો પ્રવેશ પાસ ફરજિયાત લઈ લેવો આમ તુલસીશ્યામમાં આ વર્ષે રજાઓના તહેવાર અને ખેડૂતો પણ વરસાદના કારણે ફ્રી હોવાથી શ્યામ દર્શનનો લાભ અને શ્યામ સેવકો લેશે અને આઠમના દિવસે સેવા કાર્યમાં તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટીઓ શ્રી ડોક્ટર બીબી વરુ તથા માજી તાલુકા પ્રમુખ ગૌતમભાઈ તથા ડેડાણ દરબાર મહેશભાઈ કોટીલા તથા કથડભાઈ ધાખડા તથા દેવુભાઈ વરુ તથા કેશુભાઈ તથા ભોળાભાઈ નાગેશ્રી સહિત ઉપસ્થિત રહેશે તેમ તુલસીશ્યામ ટ્રસ્ટના મેનેજર ચિરાગભાઈ ગોંડલીયા એ જણાવ્યું હતું