અબતક’ સુરભી રાસોત્સવમાં નવલા નોરતાના સાતમા દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને હકડેઠઠ મેદની વચ્ચે રાસ ગરબાની જમાવટ.
મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની અને તેમના પત્ની સીમાબેન પાની પણ ગરબે ઝુમ્યા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિથી ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો
ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં નવલા નોરતાના સાતમા દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને જોવા મળ્યો હતો. અનેરા ઉત્સાહ સાથે ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.આ તકે અતિથિ સ્વરુપે ઉ૫સ્થિત મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની અને તેમના પત્ની સીમાબેન પાની પણ ગરબે ઝુમી ઉઠયા હતા.ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ અબતક સુરભી રાસોત્સવનું રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ અંદાજે ૭ હજાર થી વધુ ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડે છે. ગઇકાલે નવરાત્રીના સાતમા દિવસે પણ હકડેઠઠ મેદની વચ્ચે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી.કચ્છ કેસરી દેવરાજભાઇ ગઢવી (નાનો ડેરો) વંદના ગઢવી, હિના હિરાણી અને રઉફ હાજીએ પોતાની આગવી છટાથી ખેલૈયાઓને મન ભરીને ઝુમાવ્યા હતા.‘અબતક’સુરભી રાસોત્સવમાં સાતમાં દિવસે વિવિધ ક્ષેત્રેાના મહાનુભાવોની પણ બ્હોળી ઉ૫સ્થિત રહી હતી. સુરક્ષા અને સુવિધાની વ્યવસ્થામાં હંમેશા અગ્રેસર રહેતા ‘અબતક’સુરભી રાસોત્સવના અદભુત આયોજનની ઉ૫સ્થિત સૌ મહાનુભાવોએ સરાહના કરી હતી. સાતમાં દિવસે અબતક સુરભી રાસોત્સવમાં મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની અને તેમના પત્ની સીમાબેન પાની, જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા અને તેમના પત્ની, જેલ અધિક્ષક ધમેન્દ્ર શર્મા અને તેમના પત્ની જામનગરના ડીડીઓ પ્રશસ્થતિ પરીખ ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા, મઘ્યાહન ભોજન યોજના ડે.કલેકટર એમ.કે.પટેલ, જીલ્લા પુરવઠા અધિકારી યોગેશભાઇ જોશી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ડીઆરએમ પી.બી. નિનાવે, જીએસપીસીના વાઇસ પ્રેસિડેન્ટ ભાસ્કરભાઇ જોશી શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ ગીરીરાજ હોસ્પિટલના રમેશભાઇ ઠકકર, ટીપીઓ એમ.ડી સાગઠીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, શહેર ભાજપના મહીલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી અને બકુલભાઇ નથવાણી સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.