નવરાત્રીના ચોથા-પાંચમાં દિવસે ખેલૈયાઓની વિશાળ ભેદનીથી સમીયાણો ટુંકો પડયો
અબતક રજવાડી રાસોત્સવમાં ચોથા અને પાંચમાં નોરતે ખેલૈયાઓએ થનગની ગયા હતા. સાથે મહાનુભાવોની ઉ૫સ્થિતિથી ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો હતો.રાજકોટ નાના મૌવા પાસે અબતક રજવાડી રાસોત્સવમાં નવરાત્રીના ચોથા અને પાંચમા દિવસે ખેલૈયાઓએ રમઝટ મચાવી હતી. મા આદ્યશકિતની આરાધના અને માઁ દુર્ગાની અર્ચનામાં ખેલૈયાઓએ મન મુકી ગરબાના તાલે ઝુમ્યા હતા. અબતક રજવાડી રાસોત્સવમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ જયંતિ સરધાર, દલસુખભાઇ જાગાણી સાથે રાજકોટ પ્રથમ નાગરીક બીનાબેન આચાર્ય અને ભાનુબેન બાબરીયા જેવા મહાનુભાવો પણ ઉ૫સ્થિત રહ્યા હતા. અબતક ચેનલ અને અબતક રજવાડી રાસોત્સવમાં પારિવારિક માહોલ અને ખેલૈયાઓને પ્લેટફોર્મ આપવા માટે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે અબતક પરિવાર અને અબતક રજવાડી રાસોત્સવને અનિભંદન પાઠવ્યા હતા.
માતાજીની આરધના અને અબતક રજવાડીમાં પધારવાના સૌભાગ્ય સાથે રાજકોટ મેયર બીનાબેન આચાર્યએ તમામ દર્શકો અને રાજકોટવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.સાથે ખેલૈયાઓએ અબતક રજવાડીના ગ્રાઉન્ડ, સાઉન્ડ સિસ્ટમ, સિકયુરીટી સાથે મળતુ પારિવારીક માહોલની પણ ભરપુર પ્રસંશા કરી હતી.