દક્ષિણ એશિયાઈ દેશોમાં વેપાર ક્ષમતા વધારવા માટે વિશ્વસનીયતા જરૂરી: વર્લ્ડ બેંક
જો રાષ્ટ્રની ક્ષેત્રીય ક્ષમતા હોય તો વિકસીત દેશો કરતા પણ આગળ વધી શકાય છે. ભારત સહિતના સાઉથ એશિયાના દેશોની વર્ષે ૪ લાખ કરોડની નિકાસની ક્ષમતા હોવાનું વર્લ્ડ બેંકે કહ્યું છે. વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ સાઉથ એશિયા સાથેના વેંચાણમાં ભારત મોખરે છે.
ક્ષેત્રીય વેપાર અને સંબંધો વધારીને ભારતનો વેપાર ત્રણ ગણો વધી શકે છે. વિશ્ર્વ બેંકના પ્રમુખ અર્થશાસ્ત્રી સંજય કથુરિયા દ્વારા લખાયેલ રિપોર્ટ ‘એ ગ્લાસ હાફ ફૂલ’માં કહેવાયું છે કે ક્ષેત્રીય વેપારની મજબૂતી જ મહાન છે. ભારતને દક્ષિણ એશિયાઈ દેશો સાથેના વેપારને ૨૩ અરબ ડોલરથી વધારીને ૬૭ અરબ ડોલર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
વધુમાં તેમણે કહ્યું કે વેપાર સહયોગ વધવાથી ક્ષેત્રના દરેક દેશોને લાભ થશે. રિપોર્ટમાં કહેવાયું છે કે, વર્તમાન સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ફકત ૨ અરબ ડોલરનો વેપાર થાય છે જે ૩૭ અરબ ડોલર સુધી પહોંચી શકે છે.
વિશ્ર્વ બેંકે કહ્યું કે દક્ષિણ એશિયાઈ દેશોમાં વેપાર વધારવા માટે વિશ્ર્વસનીયતા ખૂબજ જરૂર છે. રિપોર્ટમાં થયેલ ઉલ્લેખ મુજબ ભારત-બાંગ્લાદેશની સીમા પર સપોર્ટ બનાવવાથી બન્ને દેશોના વેપારમાં સુધારો જોવા મળ્યો છે.
ભારતીય ઉપભોકતાઓ સસ્તી કિંમતમાં વસ્તુઓની વેરાયટી મળી રહેવાથી ફાયદો થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપારો વધી શકે છે. જો કે એક તરફ ઈમરાન સરકાર ભારત સાથે મેત્રીનો હાથ લંબાવવા માટે છે. પણ લોહીથી લથબથતા હાથ સંધી માટે યોગ્ય નથી. કારણ કે સરહદે આતંકીઓ સતત હિંસા ફેલાવી રહ્યાં છે. ભારત વૈશ્વીક સ્તરે મોટાભાગના દેશો સાથે સારા સંબંધો કેળવી આગળ વધી રહ્યું છે.