મહાકાલેશ્વર પર શ્રદ્ધાળુઓ અડધો લીટર પાણીથી જળાભિષેક કરી શકશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં જણાવ્યું કે ROના પાણીથી મહાકાલનો અભિષેક થશે. પંચામૃત (દૂધ, દહીં, શાકર, મધ, ઘી)થી અભિષેક થવો જોઈએ કે નહીં, કે તેનું કેટલું પ્રમાણ હોવું જોઈએ તે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કર્યો છે. અભિષેકના કારણે શિવલિંગનો આકાર નાનો (ખવાણ) થવાના કારણે કરવામાં આવેલી અરજી પર કોર્ટના આદેશથી બનેલી એક્સપર્ટ કમિટીએ જ્યોતિર્લિગની તપાસ કરી ચુકી છે. કમિટીએ પંચામૃતનું પ્રમાણ નક્કી કરવાની ભલામણ કરી હતી.
ઉજ્જૈનના જ્યોતિર્લિગના ક્ષરણની વાત પહેલાં પણ સામે આવી રહી છે, પરંતુ કમિટીના રિપોર્ટમાં પ્રથમ વખત તે વાતની પુષ્ટી થઈ છે કે નુકસાન થઈ રહ્યું છે.