26 વર્ષના ગુજ્જુ અભિષેક જૈન હિન્દી-ગુજરાતી ફિલ્મ મેકિંગ આર્ટસથી ઓટીટી પ્લેટફોર્મની વેબ સીરીઝ સુધીની ‘સફળ’ સફરમાં સફળ
અભિષેક જૈનની ‘કડક મીઠી’નું ઓહો ઓટીટી પ્લેટફોર્મ પર રવિવારે લોન્ચીંગ કરવામાં આવ્યું. 20મી મે એ આરતી પટેલ એન્ડ આરોહી એ સીરીઝ અંગે માતા અને પુત્રી વચ્ચેના સંવાદનું પ્રેઝન્ટેશન કર્યું હતું. અગાઉ વિઠ્ઠલ તીડીમાં પ્રતિક ગાંધીની સફળતા બાદ હવે આશિષ શાહ દિગ્દર્શીત ‘કડક મીઠી’માં માતા અને પુત્રી વચ્ચેના સંબંધોને ઉજાગર કરવામાં આવશે. ‘કડક મીઠી’ એક એવી વેબ સીરીઝ છે કે જેમાં શરૂઆતથી જ માતા અને પુત્રીની વાસ્તવિક જીવનની રૂપરેખા બતાવવામાં આવી છે. ‘કડક મીઠી’ની પ્રથમ સીઝનમાં મે-2021થી શરૂ થનારી આ વેબ સીરીઝ ત્યારબાદ ઓહો ગુજરાતી ભારતની પ્રથમ એવી ઓટીટી પ્લેટફોર્મ બનશે કે જે 1.5 લાખ પ્રેક્ષકો અને ડાઉનલોડમાં 2 લાખથી વધારે વ્યુઅરશીપ ધરાવે છે. ઓટીટી પ્લેટફોર્મ ગુગલ પ્લે અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે.
યુવા વયના અભિષેક જૈન ફિલ્મ મેકર અને સિનેમેન પ્રોડકશન લીમીટેડના સ્થાપક તરીકે જાણીતા છે. 26 વર્ષની ઉંમરે જ તેમણે ટ્રેડ સેટર ઓફ ધ યર-2012નો પુરસ્કાર મેળવ્યો હતો. ત્યારબાદ ઈનોવેશન એચીવર એવોર્ડ ફોર ફિલ્મ એન્ડ એડવર્ટાઈઝ, ગુજરાત ઈનોવેશન સોસાયટી (સરકાર માન્ય) દ્વારા અભિષેક જૈનને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. અભિષેક જૈન આમ તો બાળપણથી જ ફિલ્મ અને ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગણાય. બાળપણના 9 વર્ષ તેમણે થિયેટર સાથે જ વિતાવ્યા અને મેનેજમેન્ટની ડિગ્રી મેળવી વિસ્લીંગ વુડ ઈન્ડસ્ટ્રીઝ ઈન્સ્ટિીટયુટમાં જોડાયા અને ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો.
અભિષેક જૈન પોતાના કાર્ય પ્રત્યે ખુબજ જિજ્ઞાસુ અને ફિલ્મ નિર્માતાઓ સાથે જોડાયેલા રહ્યાં હતા. તેમણે આસી. ડાયરેકટર તરીકે સુભાષ ઘાયની યુવરાજ, બ્લેક એન્ડ વ્હાઈટ લેધર, સંજય લીલા ભણસારી સાથે ગુજારીસ, ચીનાબ, ગાંધી જેવી ફિલ્મોમાં અને મિરજાના ડાયરેકટર રામ માધવાણી સાથે એડવટાઈઝીંગ કેમ્પેઈનનું કામ કર્યું હતું. તે બાળપણથી જ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પ્રગતિશીલ બનાવવાનું સપનું જોતા હતા અને તેમણે હિન્દી ફિલ્મ જગતની સોનેરી કારકિર્દીને તિલાંજલી આપીને પ્રાદેશીક ફિલ્મ ઉદ્યોગને વિકસાવવા માટે તેમણે જીવનનો રાહ બદલી નાખ્યો.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને કંઈક નવું આપવાની ધગશ સાથે તેમણે શરૂઆત કેવી રીતે જઈશ ગુજરાતી ફિલ્મના નિર્માણથી 112 દિવસની મહેનતમાં જ એક અદ્ભૂત ફિલ્મ આપી. અભિષેક જૈનની બીજી ફિલ્મ બે યાર પણ ખુબજ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ બની. અભિષેક જૈનની બે યાર ફિલ્મે ગુજરાતી સિનેજગતને મોર્ડન ટ્રેક પર રફતાર પકડાવી બે યારે ગુજરાત ઉપરાંત સમગ્ર દેશ અને દુનિયાના 14 દેશોમાં 54 અઠવાડિયા સુધી ધુમ મચાવી અને ત્યારબાદ રોંગ સાઈડ રાજુએ પણ ગુજરાતી ફિલ્મમાં મોટુ યોગદાન આપ્યું. ફેન્ટમ ફિલ્મસ સાથે અનુરાગ કશ્યપના સાથથી અભિષેક જૈનને બેસ્ટ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો.
અભિષેક જૈનને ગુજરાતી પ્રાદેશિક ફિલ્મ અને ગુજરાતની ભાષાના ચલચિત્રમાં સફળતા મળી પછી. અભિષેક જૈનની સિનેમેકે વધુ બે કો-પ્રોડકશન પ્રોજેકટમાં મેડોક ફિલ્મ સાથે અભિષેકે પ્રથમ હિન્દી ફિલ્મ ‘હમ દો, હમારે દો’ રાજકુમાર રાવ, કિર્તી સેનોન, પરેશ રાવલ, રત્ના પાઠકશા અને અપરિક્ષીત ખુરાના મળીને કામ કર્યું. હવે અભિષેક જૈન ઓટીટીને પ્રેક્ષકોની ટંકશાળ આપવા માટે મેદાનમાં ઉતર્યા છે. અભિષેક જૈને તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મની પ્રથમ વૈશ્ર્વિક ગુજરાતી પ્રેક્ષકોને ગુજરાતી સિનેજગતની મોજ કરાવવા માટે ઓહો ગુજરાતીનું લોંન્ચીંગ કર્યું છે. અભિષેક જૈન ફિલ્મ નિર્માતાની સાથે સાથે બાયોગ્રાફિક પુસ્તક લેખનમાં પણ ઝુંકાવ્યું છે. ‘આ તો જસ્ટ વાત છે’ વિષય પર ગુજરાતી ફિચર ફિલ્મ નિર્માણના રસ્તે પોતાના અનુભવ અને સખત પરિશ્રમથી યુવાનો માટે ગુજરાતી ફિલ્મ બનાવવાના પુરૂષાર્થ ભર્યા સાહસની વાત ‘આ તો જસ્ટ વાત છે’માં કરવામાં આવી છે.
સિનેમેન પ્રોડકશન લીમીટેડનું 2010માં નિર્માણ કરીને અભિષેક જૈન અગાઉ જાહેરાત ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. તેમણે કોમર્શીયલ અને વિજ્ઞાપન ફિલ્મોનું નિર્માણ કર્યું હતું અને દિવસે-દિવસે સારામાં સારૂ ઉચ્ચ ગુણવત્તાવાળુ ઉત્પાદન આપી તેમણે એક આગવી ઓળખ ઉભી કરી હતી. આજે અભિષેક જૈનની સિનેમેન સંપૂર્ણપણે ફિલ્મ પ્રોડકશન હાઉસ તરીકે કાર્ય કરી રહી છે. સ્ક્રીપ્ટ રેખનથી લઈ સ્ક્રીન ફિલ્મ પ્રોડકશન, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન, ફિલ્મ માર્કેટીંગ, એડવર્ટાઈઝ સાથે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ અને ફિલ્મનું સંપૂર્ણપણે નિર્માણ એ સિનેમેનની પ્રોડકશન હાઉસની સંપૂર્ણ ઓળખ બની ગઈ છે.