૨૦મીથી લગ્ન ગાળો શરૂ
આપણા હિન્દુ ધર્મમાં લગ્ન એટલે કે વિવાહ સંસ્કારને મુખ્ય સ્થાન આપવામાં આવેલ છે. આપણા ધર્મમાં ૧૬ સંસ્કાર મુખ્ય ગણવામાં આવે છે.જેમાં ૧૬મો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર લગ્નના મૂહૂર્તો વિશે જોઈએ તો તિથિ યા નક્ષત્રને પ્રાધાન્ય આપવામાં આવે છે. વિવાહનાં મૂહૂર્તોમાં દિવસ શુધ્ધીની ખાસ જરૂ ર પડે છે. તેમજ લગ્નના મૂહૂર્તો બાબતે વિશેષ જાણીએ તો વરરાજાને સૂર્ય તથા ચંદ્ર બળ જોવામાં આવે છે. અને ક્ધયાને ગૂરૂ બળ તથા ચંદ્ર બળ જોવામાં આવે છે. ત્યારબાદ લગ્નના મૂહૂર્તો મા ખાસ કરીને હસ્ત મેળાપના સમયનું મહત્વ વધારે છે. જેમાં અભિજીત મૂહૂર્ત ગોધુલીક મૂહૂર્તનું મહત્વ વધારે છે. અભિજીત એટલે કે બપોરે ૧૨ વાગ્યા પછીનો મધ્યાહનનો સમય જે પોત પોતાના શહેર પ્રમાણે ગણવામાં આવે છે.
ગોધુલિક એટલેકે સૂર્યઅસ્ત પહેલાની ૬ મીનીટ અને સૂર્ય અસ્ત પછીને ૬ મીનીટને ગોધુલીક સમય ગણવામાં આવે છે. આમા હસ્ત મેળાપ કરવો ઉતમ ગણાય છે. અભિજિત મૂહૂર્ત અને ગોધૂલીક મૂહૂર્તમાં ચોઘડીયા જોવાની જરૂ ર રહેતી નથી.
આ વર્ષે લગ્નના મૂહૂર્તોની શરૂ આત તા.૨૦.૧૧.૧૯થી થશે અને ૩૦.૬.૨૦૨૦ સુધી ચાલશે
આ વર્ષે લગ્નના ૪૩ મૂહૂર્તો છે. જે ગયા વર્ષના પ્રમાણમાં ઘણા ઓછા છે. તેમ શાસ્ત્રી રાજદિપભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.