બોલીવુડમાં વધુ એક અપમૃત્યુ
બિલ્ડીંગની છત પરથી પડતુ મૂકી મોતને વહોર્યું
બોલીવુડમાં અપમૃત્યુનો દોર ચાલી રહ્યો છે. અબતક છપ્પન ફિલ્મના લેખક રવિશંકર આલોકે ગઈકાલે બપોરે બે વાગ્યે બિલ્ડીંગની છત પરથી પડતુ મૂકી આપઘાત કર્યો છે. ૩૨ વર્ષિય આલોક મુંબ, અંધેરીના સેવન બંગ્લોઝમાં રહેતા હતા આલોક નાનાપાટેકર અભિનિત ફિલ્મ અબતક છપ્પનમાં સ્ક્રીન પ્લે રાઈટર રહી ચૂકયા છે.
સિકયોરીટી વોચમેનના જણાવ્યા પ્રમાણે આલોકના માતા પિતા પટનાથી તેમની સાથે રોકાવા આવ્યા હતા જોકે બે દિવસ પહેલા તેઓ પટના પાછા ગયા હતા વધુમાં વોચમેનને કહ્યું કે બિલ્ડીંગના ટેરેસનો દરવાજો મોટા ભાગે લોક હોય છે. જોકે આલોક ત્યાં કેવી રીતે પહોચ્યો તેની જાણ નથી.
આલોક જયારે બિલ્ડીંગ પરથી પડતૂ મૂકયું ત્યારે ઘોઘાટને કારણે વોચમેન ત્યાં પહોચ્યો અને જઈને જોયું તો આલોક લોહીથી લથપથ પડયો હતો. તેણે તાત્કાલીક એમ્બ્યુલન્સ બોલાવી અને ત્યારબાદ પોલીસને જાણ કરી.
ઉલ્લેખનીય છે કે રાઈટર આલોકનો ભાઈ પણ તેની સાથે રહેતો હતો પરંતુ આત્મહત્યાને સમયે તે હાજર ન હતો. જો કે વર્સોવા પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી નથી.
ડે. પોલીસ કમિશ્નર ઝોન ૯ પરમજીત સિંહ દહિમા એ જણાવ્યું કે હાલ એકસીડન્ટ ડેથનો કોસ ફાઈલ કરાયો છે. જોકે અન્ય એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષથી આલોક ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર પણ લઈ રહ્યો હતો.