ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં વિજેતા થયેલ પ્રખ૨ ધારાશાસ્ત્રી અભયભાઈ ભા૨ધ્વાજને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં ભા૨તીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવા૨ો અભયભાઈ ભા૨ધ્વાજ, ન૨હરીભાઈ અમીન અને ૨મીલાબેન બારાનો વિજય થયો છે ત્યારે ખુબ ખુબ અભિનંદન. વધુમાં તેઓએ જણાવેલ કે અભયભાઈ ભા૨ધ્વાજ રાજકા૨ણ તેમજ અન્ય વિષયો પ૨ત્વે પણ ઉંડી સમજ ધરાવે છે તેમજ રાષ્ટ્રીય સમસ્યાઓ કે ક૨ન્ટ અફેર્સ પ૨ત્વે પૂ૨તું જ્ઞાન ધરાવે છે અને દરેક વિષ્ાયોની તલસ્પર્શી માહિતીથી તે વાકેફ હોય છે તેમજ એક બહુમુખી પ્રતિભા ધરાવે છે, તેઓ કાયદાપંચના સભ્ય ૨હી ચુક્યા છે. તેમજ ગુજરાતના ટોચના ધારાશાસ્ત્રીઓમાં તેમનું નામ આદ૨થી લેવાય છે. તેમજ ભા૨તીય જનતા પાર્ટીની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ તેમના માટે પ્રેમ અને આદ૨રૂપ ભાઈ ના વિશેષ્ાણથી નવાજે છે. ત્યારે રાજયસભામાં પોતાના જ્ઞાન થકી ગુજરાતના ગૌ૨વને વધુ ને વધુ વેગવંતુ બનાવશે અને કાયદાકીય બાબતોમાં પણ નિષ્ણાત હોવાથી સંસદમાં તેનો પૂરેપૂ૨ો લાભ મળશે તેવી શુભેચ્છા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે પાઠવેલ હતી.
Trending
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વન-ડે જીતવા 239 રનનો લક્ષ્યાંક
- કોર્પોરેશનના ‘પોષણ ઉડાન’માં પુડલા-ઢોકળા જેવી ઘરેલુ વાનગીઓની મહેક
- અમદાવાદ : 8 વર્ષની બાળકીને સ્કૂલની સીડી ચઢતા હાર્ટ એટેકનો હુમલો આવતા મો*ત
- સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા
- મહિલા સહિત બે વકીલ પર હુમલો : ધારાશાસ્ત્રીઓ લાલઘુમ
- સુરત: લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ
- એસઓજી ટીમે એક જ દિવસમાં નકલી પનીર અને બીડીની મિનિ ફેક્ટરી ઝડપી
- અંજાર: શિવધારા સોસાયટી ખાતે મેઘપર બોરીચી અંડરબ્રિજ લડત સમિતિ દ્વારા મિટીંગ યોજાઈ