રાજકોટ: ડોકટર-નર્સ, પોલીસજવાનો સહિત સરકારી અધિકારીઓ અને પત્રકાર જગતના કર્મચારીઓ કોરોનાના કપરાકાળમાં રાત દિવસ જજુમી લોકોની મદદ કરી રહ્યા છે. કોરોના મહામારીમાં માનવસેવા, દર્દીની મદદ જ સૌ કોઈનો પ્રથમ ધર્મ બનીચૂકયો છે. અબતકના પત્રકાર અભય ત્રિવેદીએ પણ આ વાત યર્થાથ કરી એક કોરોનાગ્રસ્ત દર્દીનોક જીવ બચાવ્યો છે.
ગઈકાલે રાત્રે રાજકોટ શહેરનાં નવલનગર-3માં રહેતા નાથાભાઈ કુવાડિયા નામના એક દર્દી કે જેમના માતા અને બહેન પોઝીટીવ હતા તેમને પણ શ્ર્વાસ લેવામાં તકલીફ થતા રીપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો. અને દોશી હોસ્પિટલ દાખલ કરાયા હતા જયાં તેમને શ્ર્વાસની તકલીફ વધતા સિવિલમાં જવા કહેવાયુંહતુ પરંતુ રસ્તામાં જ 108 આવે એ પહેલા તકલીફ વધતા રોડ પર સુઈ ગયા હતા અને એ સમયે જ અબતકના પત્રકાર અભય ત્રિવેદીએ પહોચી દર્દીને મદદ કરી હતી. અને હોસ્પિટલે ખસેડી તેમનો જીવ બચાવ્યો હતો. હાલ નાથાભાઈ કુવાડિયા સમરસ હોસ્ટેલ ખાતે દાખલ છે. અને તેમની હાલત સ્થિર છે.
કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. નાનકડા એવા આ વાયરસે જાણે માનવ માનવ વચ્ચે આભડછેટ ફેલાવી દીધી હોય તેવી સ્થિતિ પુન: નિર્માણ પામી છે. હાલ કેસ વધતાં મૃત્યુદર પણ વધ્યો છે. એવામાં કોરોનાગ્રસ્ત દર્દીને કોઈ કાંધ દેવા તૈયાર નથી સુરતમાં 27 વર્ષિય પરીન શાહ નામના યુવકના 60 વર્ષિય કોરોનાગ્રસ્ત માતાનું મૃત્યુ થતા કોઈ અંતિમ સંસ્કાર માટે સહાયે આવ્યું ન હતુ આભ ફાટયા જેવી આ સ્થિતિમાં યુવકે રેકડીમાં પોતાના માતાનો મૃતદેહ લઈ જઈ અંતિમવિધિ કરી હતી.