• માતા મૃત્યુ દર અટકાવવા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને એઇમ્સના ડોક્ટર્સને સૂચના આપતા ડી.ડી.ઓ.નવનાથ ગવ્હાણે

જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ (જાસ)ની બેઠક જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને ક્લેકટર કચેરી ખાતે યોજાઈ હતી. આ સંકલન સમિતિની બેઠકમાં આરોગ્ય વિભાગે પી.પી.ટી.ના માધ્યમથી રાજકોટ જિલ્લાના વર્ષ 2023-24ના આરોગ્યલક્ષી થયેલા તમામ કામો અંગેની વિગતવાર સમીક્ષા કરી હતી. જેમાં જિલ્લાના તાલુકાઓના પી.એચ.સી, સી.એચ.સી.માં ફાળવવામાં આવતી જરૂરી તમામ દવાઓ, મશીનરી, ફર્નિચર, માળખાકીય સુવિધાઓ અને સ્ટાફ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અન્વયે તમામ સરકારી હેલ્થ સેન્ટરોમાં સગર્ભાઓને નિ:શુલ્ક સારવાર આપવા. અનેસેન્ટરના ગાયનેક વિભાગને સ્વચ્છ રાખવા અંગે આ બેઠકમાં વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.  પી.ડી.યુ. હોસ્પિટલમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન પ્રોગ્રામ અન્વયે વધુને વધુ દર્દીઓના “આભા કાર્ડ” કઢાવીને ડિજિટલાઈ ઝેશનના અભિગમ કેળવવા અંગે સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં રાજકોટ જિલ્લાના તાલુકાઓના તમામ હેલ્થ સેન્ટરોમાં થયેલા કામો અંગે વિગતવાર ચર્ચાઓ કરાઈ અને જિલ્લા વિકાસ અધિકારીએ આ કામો અંગે યોગ્ય સૂચનો કર્યા હતા. ઉપરાંત, 108 એમ્બ્યુલેન્સ સેવામાં ઉપયોગમાં લેવાતી ગાડીઓમાં જરૂરી સાધનો અને દવાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ ટી.બી., મલેરીયા, ચીકનગુનિયા, ડેન્ગ્યુ, ઋતુજન્ય રોગો સહિતના રોગોમાં થતાં કામો અંગે આરોગ્ય વિભાગ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.આ બેઠકમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.સિંગ, સી.એચ.ઓ. જે.જી.પોપટ, એમ.ઓ.એચ. જે.એલ.વાકાણી, ડી.ટી.ઓ. જી.જે.મહેતા, ઈ.એમ. ઓ. ડો.અરવિંદ અસ્થાના, ડી.પી.ઓ. ઝલક માતરિયા, ડી.એમ. ઓ.  જી.પી. ઉપાધ્યાય સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.