- પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ કોઠારા ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ યોજાયો
- 20 જેટલા સ્ટોલ ઊભા કરીને ખેડૂતોને માહિતગાર કરાયા
- ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરાઈ
અબડાસા તાલુકામાં પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ કોઠારા ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિસાનોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરાઈ હતી. જેમાં 20 જેટલા સ્ટોલ ઊભા કરીને ખેડૂતોને ખેતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા ખેતીવાડી, બાગાયત, આઈ.સી.ડી.એસ. યુનિવર્સિટી, પશુપાલન જેવા સરકારી વિભાગો સાથે સહકારી અને પ્રાઇવેટ કંપનીઓના સ્ટોલ પ્રદર્શન અર્થે ગોઠવવામાં આવ્યા છે. તેમજ ખેડૂતોને ખેતી લક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ ખેતી નિયામક વિભાગ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કારોબારી ચેરમેન, જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યો, વૈજ્ઞાનિકો, વેટેનરી ઓફિસર, ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી, સરપંચો, ગ્રામસેવકો સહીત બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો જોડાયા હતા.
મળતી માહિતી મુજબ, અબડાસા તાલુકામાં પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ કોઠારા ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ માં કિસાનોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરાઈ હતી. જેમાં 20 જેટલા સ્ટોલ ઊભા કરીને ખેડૂતોને ખેતી વિશે માહિતી ગાર કરવામાં આવ્યા હતા. તેમજ પ્રાંત અધિકારી કે જે વાઘેલાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે પી કે પટેલ સાહેબ નાયબ ખેતી નિયામક વિભાગ ભુજ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમ મારવાડા, તાલુકા પંચાયત સદસ્ય શાંતા પટેલ, દાદા જત, વૈજ્ઞાનિકઓ, વેટેનરી ઓફિસર, ખેતીવાડી અધિકારી, આત્મા વિસ્તરણ અધિકારી, સરપંચઓ, ગ્રામસેવકઓ અને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ ખેતીવાડી બાગાયત ICDS યુનિવર્સિટી પશુપાલન જેવા સરકારી વિભાગો સાથે સહકારી અને પ્રાઇવેટ કંપનીઓના સ્ટોલ પ્રદર્શન અર્થે ગોઠવવામાં આવ્યા હતા. તેમજ પી કે પટેલ નાયબ ખેતી નિયામક વિભાગ દ્વારા ખાતર અને બિયારણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડોક્ટર કરણસિંહ ચૌહાણ વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ડોક્ટર કિરણસિંહ રાજપુત દ્વારા પશુપાલન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિલેશ પારધી દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી. ભાવેશ પટેલ અધિકારી (ખેતી) દ્વારા ખેતીવાડીની યોજનાકીય માહિતી PM કિસાન યોજના અને ફાર્મર રજીસ્ટ્રી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા ફાર્મર રજીસ્ટ્રી કરાવવામાં આવી હતી. ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પૂર્વ મંજૂરી તેમજ પેમેન્ટ ઓર્ડરનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
રમેશ પટેલ કિસાન મોરચાના પ્રતિનિધિ એ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આત્મા પ્રોજેક્ટ દ્વારા બપોર પછી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ના મોડલ ફાર્મ લધારામ હરજી પટેલ અરજણપરની મુલાકાત લીધી હતી. તેમજ મદદનીશ ખેતી નિયામક મયુર પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ભાવેશ પટેલ વિસ્તરણ અધિકારી ખેતી વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ : રમેશ ભાનુશાલી