નલિયા સમાચાર
ભગવાન શ્રી રામના પવિત્ર જન્મ સ્થાન પર સંતો દ્વારા પૂજિત અક્ષત માંડવી નગરના આંગણે આવતા એનું સ્વાગત પૂજન તેમજ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા . સાધુ સંતોના આશીર્વચનથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી અયોધ્યા આવેલ પુજીત અક્ષત કુંભ લોકોને દર્શન પૂજન માટે ખુલ્લું મૂક્યું હતું .
આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અક્ષત કુંભના સ્વાગત પૂજનના કાર્યક્રમો સાથે અનેક ધાર્મિક કાર્યો યોજાશે તેમજ આગામી તા.1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી દરેક હિન્દુ પરિવારોના ઘરે ઘરે જઈ રામ સેવકો દ્વારા આ અક્ષતથી અયોધ્યામાં બની રહેલ ભવ્યને દિવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું નિમંત્રણ પાઠવવામાં આવશે. હાલ આગામી 31 ડિસેમ્બર સુધી આ અક્ષત કુંભ પ્રાચીન શ્રી રામમંદિર નવાપુરા મધ્યે લોકોને દર્શન પૂજન માટે સ્થાપિત રહેશે તેમજ એ જગ્યાએ હનુમાન ચાલીસા, ભજન સત્સંગ, સત્યનારાયણ કથા, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાશે.
આ શુભ અવસરે સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતો શ્રીવલ્લભ પ્રિયદાસજી સ્વામી,મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી,પૂજ્ય પ્રભાતગિરીજી મહારાજ,પૂજ્ય શ્યામભરતીજી મહારાજ,વિશ્વ હિન્દુ પરિષદ જીલ્લા ઉપાધ્યક્ષ શાસ્ત્રી શ્રી દિપેશભાઈ જોશી,નગર સંઘચાલક શ્રી ઈશ્વરભાઈ દળગા, વિહિપ નગર અધ્યક્ષ જીગરભાઈ બાપટ,નગર મંત્રી હિતેશભાઇ દામાં, મિલન વાઘેલા, ધૈર્ય કાનાણી, નિર્મલ અસોડિયા, ભારત વિકાસ પરિષદ ના કૈલાસભાઈ ઓઝા, વિનુભાઇ થાનકી, ભાજપ પરિવાર થી ઉદયભાઇ ઠાકર, વૈભવ સંઘવી,હીરાણી સાહેબ,ઉદય ધકાણ,દર્શન ગોસ્વામી, સામાજિક અગ્રણીઓ રમેશભાઈ થલેશ્વર,મહેન્દ્રભાઈ ચોથાણી, વિવિધ હિન્દૂ સમાજના અગેવાનો, વિહિપ પદાધિકારીઓ,સંઘ પરિવાર, વિવિધ ભગિની સંસ્થાઓ,સામાજિક રાજકીય મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં રામ સેવકોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત પૂજન થયું હતું .