ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને એક સપ્તાહ જેટલો સમય થી ગયો છે. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગઈ કાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલાં તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

૧૮૨ પૈકી ૧૬૨ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં અબડાસાના વિધાનસભાના ઉમેદવાર તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસંધાને આજે અબડાસા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી અને મીઠું મોઢું કરાવીને ઉમેદવારને આવકારું.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો

અબડાસા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદ્યુમનસિંહ જાડેજાનું નામ જાહેર કરતા ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે મહેશભાઈ ભાનુશાલી પ્રમુખ અબડાસા ભાજપ, જયદીપસિંહ જાડેજા, પરસોત્તમભાઈ મારવાડા સદસ્ય જિલ્લા પંચાયત, અનુભા જાડેજા, મુરાજ ભાઈ ગઢવી, હકુમતસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ ભાનુશાલી તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.