Abdasa: સરકારની ગાઈડ લાઇન અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અબડાસા તાલુકાના ICDS વિભાગ દ્વારા સાતમા પોષણ માસ અંતર્ગત પોષણ શપથ દ્વારા બાળકો, મહિલાઓ અને કિશોરીઓને કુપોષણ મુક્ત, સ્વસ્થ, સશક્ત બનાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી અને સહી પોષણ દેશ રોશન, પૌષ્ટિક આહાર પાયાનો આધાર, “સલામત પીવાનું પાણી સ્વછતા લો જાણી”ના સૂત્રો, બૅનર દ્વારા પોષણ રેલી થકી જન -જાગૃતિ અભિયાન યોજાયું હતુ.
જેમાં અબડાસા ઘટક 1/2 ના ઈ /ચા. CDPO દિવ્યા જોષી અને નિરુ મિસ્ત્રી તથા મુખ્યસેવિકા બહેનો ધર્મિ વાઘેલા, નિરાલી બારૈયાં, નિકિતા જાની, PSE ઇન્સ્ટ્રક્ટર પાર્થ ગોસ્વામી, શ્વેતા ભર્યા તથા બ્લોક કોર્ડીનેટર જનક ત્રિવેદી, પ્રશાંત સીજુ અને બહોળી સંખ્યામા આંગણવાડી કાર્યકર બહેનો જોડાયા હતા.
આંગણવાડી કાર્યકર બહેનોને પૂર્ણા મોડ્યૂલ તાલીમ આપી પ્રમાણપત્રનું વિતરણ કરવામા આવ્યું હતું. આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણ માસ ની વિવિધ થીમ મુજબ પ્રવૃત્તિ દ્વારા લોક જાગૃતિ થકી પોષણનો સંદેશ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
રમેશ ભાનુશાલી