- ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે શુભારંભ કરાયો
- બહોળી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત
- ખેડૂતોને મગફળી ખરીદી કેન્દ્રના શુભારંભ ફાયદો થશે
- કેન્દ્ર મંજુર કરવા બદલ સરકારનો આભાર માન્યો
અબડાસાના મોથાળા તેમજ કનકપરની બાજુમાં આવેલ ખેતીવાડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રનો ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારને ખરીદી કેન્દ્ર અપાવવા બદલ ખેડૂતોએ ધારાસભ્યનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ઈ એન ડી એગ્રોના પ્રતિનિધિ દિનેશ, તાલુકા ભાજપ પ્રમુખ મહેશ ભાનુશાલી, મહામંત્રી જયદીપસિંહ જાડેજા, અરવિંદ શાહ, દિનેશ ભાનુશાલી, પરેશ ભાનુશાલી, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, નવીનભાઈ ભાનુશાલી, સરપંચ અરવિંદભાઈ ભાનુશાલી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમીલા ભાનુશાલી, તાલુકા પંચાયતના સભ્યો સહીત રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મોથાળા તેમજ કનકપર ની બાજુમાં આવેલ ખેતીવાડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવી હતી. જેનો શુભારંભ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કરવામાં આવ્યો હતો. આ સાથે આ તકે રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આ ખરીદી કેન્દ્ર અબડાસામાં શરૂઆત થાય તે માટે ની તમામ મહેનત અને સરકાર સાથેની લાયઝનીગ કરીને આપણા વિસ્તારને આ ખરીદી કેન્દ્ર અપાવ્યો જે બદલ તમામ અબડાસાના ખેડૂતોએ ધારાસભ્યશ્રીનું બહુમાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, E.N.D. એગ્રોના પ્રતિનિધિ દિનેશ, તાલુકા ભાજપ પ્રમુખ મહેશ ભાનુશાલી, મહામંત્રી જયદીપસિંહ જાડેજા, અરવિંદ શાહ, દિનેશ ભાનુશાલી, પરેશ ભાનુશાલી, વાડીલાલ પોકાર, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, નવીન ભાનુશાલી, સરપંચ અરવિંદ ભાનુશાલી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમીલા ભાનુશાલી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ઉષાબા જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય શાંતા પટેલ, સંગીતા ગોસ્વામી, હર્ષદ ઠક્કર, અનિલ ભાનુશાલી, પિયુષ ભાનુશાલી, અજયસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, પ્રફુલસિંહ જાડેજા, આત્મારામ ચૌધરી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: રમેશ ભાનુશાલી