• શ્યામ કલ્યાણી માતાજી મંદિરના કમ્પાઉન્ડમાં રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી
  • દેશના વિવિધ ભાગોમાં વસતા હાજાપરવાસી ભાનુશાલી ભાઈઓ બહેનો આવે છે વતનમાં

અબડાસા તાલુકાના હાજાપર અને ધનાવાડા ભાનુશાલી સમાજની નવરાત્રીમાં પ્રાચીન અર્વાચીન ઢબે ઉજવણી કરવામાં આવી હતી.હાજાપર ખાતે શ્યામ કલ્યાણી માતાજી મંદિરના કમ્પાઉન્ડમાં રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. અહીં નવરાત્રિનું આયોજન હાજાપર ભાનુશાલી મિત્ર મંડળ અને સ્થાનિક હાજાપર ભાનુશાલી મહાજનના સથવારે કરવામાં આવે છે.દેશના વિવિધ ભાગોમાં વસતા હાજાપરવાસી ભાનુશાલી ભાઈઓ બહેનો નવરાત્રીના નવ દિવસ અચૂક વતનમાં આવી અને માતાજીની આરાધના કરી રહ્યા છે.

આ સાથે આ કાર્યક્રમમાં મુંબઈના પ્રમુખ પ્રવીણભાઈ, પ્રેમજીભાઈ, અરવિંદભાઈ, દામજીભાઈ, સુરેશભાઈ, અશ્વિનભાઈ, જયંતીભાઈ, હિંમતભાઈ, મહેશભાઈ સાથે સ્થાનિક મહાજન પ્રમુખ મૂલજીભાઈ, શંભુભાઈ, રાજેશભાઈ, નવિનભાઇ, હેમરાજભાઈ, વસંતભાઈ, હરેશભાઈ, મોહનભાઈ, દેવજીભાઈ, દીપકભાઈ, દિનેશભાઈ, જમનાદાસભાઈ, સહિતના અગ્રણીઓ અને ગામના ભાનુશાલી સમાજના ભાઈઓ બહેનો આ નવરાત્રીમાં જોડાયા હતા. તેમજ નવરાત્રી દરમિયાન આરતી સજાવટ તથા અન્ય વિવિધ હરીફાઈઓનું આયોજન પણ દરરોજ કરવામાં આવે છે આ ઉપરાંત ધનાવાડા તથા આજુબાજુના ગામોમાં પણ નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

રમેશ ભાનુશાલી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.