- શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા
- બહોળી સંખ્યામાં ગ્રામજનો અને શિક્ષકો રહ્યા ઉપસ્થિત
અબડાસાના તેરા ગામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે .એન .ભદ્રા. હાઈસ્કૂલ ખાતે મધ્યે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ, શાળાના ટ્રસ્ટી, પ્રમુખ, અને શાળાના આચાર્યના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન શાળામાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠિઓના સહયોગથી બિરદાવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાળાના અંગ્રેજી શિક્ષક અમૃત વણકર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાનુશાલી મિત્ર મંડળ મુંબઈથી પધારેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેરા ભાનુશાલી મહાજનના નેતૃત્વ હેઠળ દાતાઓ તરફથી તેરાની ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે. આ સાથે શાળાના વિદ્યાર્થીઓ માટે નોટબુક પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે વાર્ષિક ઉત્સવમાં દાતાઓનું મુખ્ય યોગદાન રહ્યું હતું. આ સાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના શિક્ષિકા જીનલ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શંકરલાલ લાલજી ભાનુશાલી દ્વારા શાળાની પ્રગતિ અને શિક્ષકોની મહેનતને બિરદાવી ગામના વિદ્યાર્થીઓ વધુને વધુ શિક્ષણ પ્રાપ્ત કરે તેવો અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં આસપાસના ગામો કાળા તળાવ, કુણાઠીયા, બારા, લાખણીયા, સુખપર, ધુફી ના ગ્રામજનો શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રમેશ ભાનુશાલી