અબડાસા સમાચાર
અબડાસાનું તેરા ગામમાં પાણીની સમસ્યાથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેને લઇ તેરા ગામના ખેડૂતો વાલજી ભાનુશાલી, લાલજી ભાનુશાલી અનેક ખેડૂતોની મુલાકાત લેતા જણાવ્યું હતું કે, ખેતી અમારી બાપ દાદાનો ધંધો છે. પાંચ વર્ષથી સારો વરસાદ થતાં પાક સારો થાય પણ દુઃખની વાત એ છે કે અમારે અહીં કોઈ પાણીની સગવડ નથી તેના કારણે માત્ર એક જ પાક લઈ શકીએ છીએ.સરકારને એવી વિનંતી છે કે તળાવો ડેમો બાંધે એના કારણે અમે ત્રણ પાક લઈ શકીએ અને અમારો પાક સારો થાય બાજુમાં આવેલ બીટા ગામનો ડેમ દસ વર્ષથી કેનાલ બંધ છે આ કેનાલ દ્વારા અહીં સુધી પાણી પૂરું પાડવામાં આવતું હતું.