• GSRTC ગાંધીનગર અને મહારાણી ગંગાબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કરાયું આયોજન
• મહંત પૂજ્ય કલ્યાણદાસ બાપુ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા
Abdasa: GSRTC ગાંધીનગર અને મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 – 25 નું આયોજન મંગળ લક્ષ્મી પાર્ક-નરેડી ખાતે ગોઠવાયું હતું. પ્રારંભે BRC કોઓર્ડીનેટર લખધીરસિંહ જાડેજા એ આવકાર આપતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. નરેડી પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત દ્વારા આવકાર આપ્યો હતો. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોનું શાલ – પુસ્તક દ્વારા સ્વાગત- સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં હિંગરિયાના મહંત પૂજ્ય કલ્યાણદાસ બાપુ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ કાર્યક્રમના અધ્યક્ષ અને હિંગરિયાના મહંત કલ્યાણદાસ બાપુએ ભારતીય સંસ્કૃતિના વિકાસ સાથે વિજ્ઞાન ઉપયોગી બને તેવા આશીર્વાદ આપ્યા હતા. જેમાં અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશ સિંહ જાડેજા, મોથાળા સીટના જિલ્લા પંચાયત સદસ્ય પરસોતમ મારવાડા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના પ્રમુખ રામસંગજી જાડેજા, અબડાસા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસેન હિંગોરા, અબડાસા તાલુકા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, તથા લાયનેસ ચંદન ગાલા વગેરેએ પ્રાસંગિક ઉદબોદન કર્યા હતા. આ પ્રસંગે આ કાર્યક્રમના સહયોગીદાતા ગાલા બ્રશ લિમિટેડ મુંબઈ- આણંદ વતી ચંદ્રકાંત ગાલા અને લાયનેસ ક્લબ ઓફ કિંગ સર્કલના પ્રેસિડેન્ટ ચંદનબેન ગાલાનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.
આ સાથે મંચસ્થ સર્વે નાનજી નાગડા “દાદા”, શિવજી મહેશ્વરી – ચેરમેન અબડાસા તાલુકા પંચાયત ન્યાય સમિતિ, સરપંચ નરેડી – જુસબ રાયમા, પૃથ્વીરાજસિંહ જાડેજા, લક્ષ્મણ ગઢવી, પ્રેમસંગજી બારાચ, કનુભા સોઢા, મુસાભાઇ ખલીફા, દિલુભા સોઢા, ચંદ્રસિંહ જાડેજા વગેરેને શુભેચ્છાઓ પાઠવી હતી.
તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગમાં 88 કૃતિઓ સાથે બાળકો અને શિક્ષકોએ નવતર પ્રયોગો – સંશોધનો રજૂ કર્યા હતા. જેનું ઉદ્ઘાટન મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ભાગ લેનાર દરેક શાળાને ચકલીઘર તથા જળપાત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકલન પરેશ દંડ અને તેમના સાથી કિશોરસિંહ રાઠોડ, મહેન્દ્ર ગાવડીયા, જયેન્દ્રસિંહ સોઢા ઈશ્વર ચૌહાણ, ભરત ચારણીયા, વિજય મકવાણા, ધર્મેન્દ્ર જોશી, ઉપેન્દ્ર પટેલ, દિપક વ્યાસ, રામદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજ ચૌહાણ,મિલન ચૌધરી ,કનકસિંહ જાડેજા ભારતીબેન કટુઆ હેતલબેન જોષી, તેજલબેન જાદવ, વિનુસિંહ ચૌહાણ વગેરેએ કર્યું હતું. તેમજ પ્રદર્શન સફળ બનાવવા નરેડી પ્રાથમિક શાળા તથા પેટા શાળાના શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પરેશ ચૌહાણ અને હાર્દિક ઠાકરે કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ દિનેશ ધેડાએ કરી હતી.
રમેશ ભાનુશાલી