Abdasa: તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે માનનીય કલેકટર સાહેબની અધ્યક્ષતામાં આશના વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પશુ અવસાન અંગે પીએમ કરી 24 કલાકમાં રિપોર્ટ કરવા પશુ અધિકારીને સુચના આપવામાં આવી હતી. તેમજ કેશ ડોલ તથા ઘરવખરી અંગે ચુકવણું થાય તેવી તકેદારી રાખવી તથા પેમેન્ટ પૂર્ણ કરવા તાલુકા વિકાસ અધિકારીને સુચના આપવામાં આવી હતી.
સરકારની જોગવાઈઓ અનુસાર ચૂકવવાનું તાત્કાલિક થવા કાર્યવાહી થાય તેમજ પાવડરનો છંટકાવ ક્લોરિન દવા કોઈપણ રોગચાળો ન ફેલાય તે બાબતની તકેદારી રાખવા આરોગ્ય અધિકારી વતી હાજર રહેલ કર્મચારીને સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્વચ્છતા રાખવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબધીત સૂચના પણ આપવામાં આવી હતી. જાડી કટીંગ અંગે કાર્યવાહી કરવા RFOને સૂચના આપવામાં આવી હતી. RNB પંચાયતને પણ કટીંગ માટે ખાડા પુરવા અંગેની તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તો એન્ટી મલેરિયા અંગે હાઉસ ટુ હાઉસ કામગીરી થાય તેવી તકેદારી રાખવા સંબંધિત સુચના પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત રોડ રસ્તા અને વીજળી તાત્કાલિક ચાલુ કરવા યુદ્ધના ધોરણે કામગીરી થાય તે મતે સંબધિત ને સૂચના આપવામાં આવી હતી. આ સાથે પીવાના પાણીની વ્યવસ્થા સત્વરે થાય તે માટે પાણી પુરવઠા અને જરૂરી કાર્યવાહી કરવા માહિતી આપવામાં આવી હતી.
રમેશભાઈ ભાનુશાલી