આઈપીએલને લગતા ૧૦ સરળ સવાલોના જવાબ આપો અને જીતો લાખેણા ઈનામો: તો ક્રિકેટપ્રેમીઓ થઈ જાવ તૈયાર ઉપાડો પેન ચલાવો દિમાગ
મેચ પૂર્વે ‘અબતક’ ચેનલ અને ડિજિટલ મીડિયા પર રિવ્યુ: ક્રિકેટ તજજ્ઞો કરશે રોમાંચક વાતો
આજથી ક્રિકેટના મહાકુંભ સમા આઈપીએલની ૧૧મી સિઝનનો રંગારંગ આરંભ થઈ રહ્યો છે. ભારત સહિત વિશ્ર્વભરના કરોડો ક્રિકેટપ્રેમીઓ આજથી ૫૧ દિવસ સુધી ક્રિકેટના રંગે રંગાશે. આઈપીએલના આરંભ સાથે ભારત ક્રિકેટમય બની જશે ત્યારે ક્રિકેટના શોખીનો માટે સવાયા સારા સમાચાર એ છે કે સૌરાષ્ટ્રનું લોકપ્રિય સાંધ્ય દૈનિક ‘અબતક’ ક્રિકેટ રસિકો માટે લાવી રહ્યું છે આઈપીએલ-૨૦૧૮ કોન્ટેસ્ટ. જેના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટને લગતા સાવ સરળ ૧૦ પ્રશ્ર્નોના જવાબ આપી લાખેણા ઈનામો જીતી શકશે. આઈપીએલની મેચ પૂર્વે અબતક ચેનલ તથા અબતક ડિજિટલ મીડિયા પર પ્રિ-મેચ રિવ્યુ રજુ કરવામાં આવશે. જેમાં ક્રિકેટ પંડિતો રોમાંચક વાતો કરશે.
ઉમીયા મોબાઈલ પ્રાઈવેટ લીમીટેડ અને ‘અબતક’ આયોજીત આઈપીએલ-૨૦૧૮ કોન્ટેસ્ટમાં ખૂબ જ સરળ ૧૦ સવાલો પુછવામાં આવ્યા છે. જેમાં આઈપીએલ-૨૦૧૮માં કઈ ટીમ ચેમ્પિયન બનશે ? કઈ બે ટીમ ફાઈનલમાં પહોંચશે ? કયો બેટસમેન સૌથી વધુ રન બનાવશે ? કયો બેટસમેન સૌથી વધુ સિકસર ફટકારશે, બેસ્ટ કેચનો ખિતાબ કયાં ખેલાડીને મળશે ? કયો બોલર સૌથી વધુ વિકેટ ઝડપશે ?, કયો બોલર સૌથી વધુ મેઈડન ઓવર ફેંકશે ? સૌથી ઓછા બોલમાં ઝડપી સદી કોણ ફટકારશે ? સૌથી ઓછા બોલમાં અર્ધ સદી કોણ ફટકારશે ? અને કયો વિકેટ કીપર સૌથી વધુ કેચ ઝડપશે ? જેવા ૧૦ સરળ સવાલોના જવાબ આપી ક્રિકેટપ્રેમીઓ લાખેણા ઈનામો જીતી શકશે.
‘અબતક’ દૈનિકમાં આઈપીએલ-૨૦૧૮ કોન્ટેસ્ટનું ફોર્મ પ્રસિદ્ધ થશે. આ ક્વિઝ કોન્ટેસ્ટમાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૨૬મી મે સાંજના ૬ વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવી છે એટલે કે આઈપીએલ-૨૦૧૮ના ફાઈનલના આગલા દિવસ સુધી ક્રિકેટ પ્રેમીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આટલું જ નહીં કોઈ એક વ્યકિત એકથી વધારે ફોર્મ પણ ભરી શકશે. ક્વિઝ કોન્ટેસ્ટમાં ભાગ લેનાર ક્રિકેટ પ્રેમીએ પોતાનું પુરુ નામ, સરનામું તથા મોબાઈલ નંબર આપવાના રહેશે. ક્વિઝ કોન્ટેસ્ટનું ફોર્મ રૂબરૂ અથવા કુરિયર મારફત ‘અબતક’ મીડિયા હાઉસ રાષ્ટ્રીય શાળા મેઈન રોડ, ડો.ધ્રુવ આંખની હોસ્પિટલ સામે રાજકોટ ખાતે મોકલવાનું રહેશે. આ કોન્ટેસ્ટમાં સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારતનો કોઈપણ નાગરિક ભાગ લઈ શકશે.
એક કે તેથી વધુ વ્યકિતઓએ તમામ સવાલોના સાચા જવાબો આપ્યા હશે તો આવામાં લકકી ડ્રો દ્વારા વિજેતા નકકી કરવામાં આવશે. સામાન્ય રીતે ક્વિઝ કોન્ટેસ્ટમાં ખૂબ જ અઘરા સવાલો પુછવામાં આવતા હોય છે પરંતુ ‘અબતક’ આયોજીત આઈપીએલ-૨૦૧૮ ક્વિઝ કોન્ટેસ્ટમાં ખુબ જ સરળ સવાલો પુછવામાં આવ્યા છે. જેનો જવાબ ક્રિકેટનું સામાન્ય જ્ઞાન ધરાવનાર વ્યકિત પણ આપી શકશે. આઈપીએલ-૨૦૧૮માં કુલ ૬૦ મેચ રમાવાની છે. મેચ પૂર્વે ‘અબતક’ ચેનલ અને ‘અબતક’ ડિજિટલ મીડિયા પર પ્રિ-મેચ રિવ્યુ રજુ કરવામાં આવશે. જેમાં મેચનાં કઈ ટીમનું પલડું ભારે છે અને કઈ ટીમ સ્પર્ધામાં ટકી રહેવા શું કરવું પડશે ? તે સહિતની બાબતો ક્રિકેટ પંડિતો ક્રિકેટ પ્રેમીઓ સમક્ષ રજુ કરશે.
આજથી આઈપીએલની ૧૧મી સીઝનનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ‘અબતક’ શાણા વાંચકો માટે પણ ભાગ્યના દ્વાર ખોલતી શાનદાર કિવઝ કોન્ટેસ્ટનો આરંભ થઈ રહ્યો છે તો ક્રિકેટ પ્રેમીઓ થઈ જાવ તૈયાર ઓલ ધી બેસ્ટ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,