“અબતક-સુરભી” રાસોત્સવના શ્રેષ્ઠ અને અભૂતપૂર્વ આયોજનની સર્વત્ર સરાહના થઇ રહી છે. આતિથ્ય ભાવના, શ્રેષ્ઠ ગાયકો, સર્વશ્રેષ્ઠ સાજીંદાઓ, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, આકર્ષક એન્ટી ગેઇટ સહિતની સુવિધાઓ મહેમાનોના મન પણ મોહી લીધા હતા. નવ-નવ દિવસ સુધી મોંઘેરા મહેમાન બનેલા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો એક જ સુર રહ્યો હતો કે સૌરાષ્ટ્રનો નંબર-1 અર્વાચિન રાસોત્સવ એટલે “અબતક-સુરભી” મહેમાનોની હાજરીથી આયોજનને ચાર ચાંદ લાગ્યા હતા. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની સવિશેષ ઉપસ્થિતિથી જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો માહોલ રચાયો હતો.

Screenshot 1 14

દર વર્ષે રાસ રસિકોને કંઇક અલગ આપવું તે “અબતક-સુરભી” એક આગવી પરંપરા રહી છે. આ વર્ષ પણ એન્ટી ગેઇટ આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અલગ-અલગ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી “અબતક-સુરભી” આંગણુ શોભાવ્યું હતું. અભૂતપૂર્વ આયોજનથી સરાહના કરી હતી સાથો સાથ રાજીપો પણ વ્યક્ત કર્યો હતો. માત્ર મહેમાનો નહીં સૌરાષ્ટ્રભરના ખેલૈયાઓના હૈયા પણ હિલોળે ચડ્યા હતા. નવમા નોરતે પણ મહેમાનોની હાજરીથી રાસવીરોનો ઉત્સાહ વધ્યો હતો.

Screenshot 2 7

ત્યારે “અબતક-સુરભી” રાસોત્સવના આંગણે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સૌરાષ્ટ્ર યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલાંમ્બરી દવે, આર.કે.ગ્રુપના સર્વાનંદભાઇ સોનવાણી સહપરિવાર, સિદસરધામના ઉપપ્રમુખ જગદિશભાઇ કોરડીયા, આઇઓસીના અધિકારી રાજા પાંડેયન, મધુરાઇ પાંડેયન, રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી, કે.કે.ગ્રુપના કાર્તિકભાઇ કુંડલીયા, સનાતન ગ્રુપના કૌશિક રાબડીયા, બાલાજી વેફર્સના ચંદુભાઇ વિરાણી, ગોપાલ નમકીનના રાજભાઇ હદવાણી, જય ગણેશ ઓટોના (ટાટા મોટર્સ) સંદિપભાઇ ખરેચીયા, સિનિયર ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇ તથા કમલેશભાઇ શાહ, એડવોકેટ મનિષભાઇ પારેખ સહપરિવાર, જામનગરથી પધારેલ સરકારી કોન્ટ્રાક્ટર અજીતભાઇ પટેલ, ‘અબતક’ જામનગરના પત્રકાર સાગર સંઘાણી, રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ચેરમેન દિલીપ લુણાગરીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીનભાઇ મોલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશ પરમાર, ઇમ્પીરીયલ હોટલના અતુલભાઇ શેઠ, યુનિટી પ્રાઇમના પ્રયંશભાઇ, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાય. બી. જાડેજા, આઈઓસી મેનેજર ડી. કે. મોહનતા, લેવલ-6ના બિલ્ડર વિભાષ શેઠ, સુર્યકાન્ત હોટલના અભિષેકસિંહ તલાટીયા સહ પરિવાર સહિતના માનવંતા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને “અબતક-સુરભી” રાસોત્સવની રંગત માણી હતી.

Screenshot 3 8

આદ્યશક્તિના મહાપર્વ નવરાત્રી મહોત્સવમાં “અબતક-સુરભી” રાસોત્સવમાં પ્રથમ નોરતાથી જ ખેલૈયાઓમાં અનેરો ઉમંગ છવાયો હતો. ર્માં ના નવલા નોરતાના નવે-નવ દિવસ તમામ ખેલૈયાઓ રંગબેરંગી ચણિયા ચોળી, ટ્રેડીશનલ કપડાં પહેરીને દરરોજ ગરબે ઘૂમવા આવી રહ્યાં છે. તેઓનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. “અબતક-સુરભી” રાસોત્સવમાં ખેલૈયાઓએ જ ગરબાનો આનંદ માણ્યો તેવું નથી…”અબતક-સુરભી” રાસોત્સવના મોંઘેરા માનવંતા મહેમાનો દરરોજ “અબતક-સુરભી” રાસોત્સવમાં ઉપસ્થિત રહી રાસ-ગરબાની રમઝટને માણી હતી. તેઓનું મન પણ મોર બની થનગનાટ કરે તેવી રીતે તેઓએ પણ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સૌ મહાનુભાવોનો એક જ સૂર હતો. શ્રેષ્ઠ આયોજન એટલે ફક્ત “અબતક-સુરભી રાસોત્સવ” જ્યાં આકર્ષક-જગમગાટ વાળો એન્ટ્રી ગેઇટ, ખેલૈયાઓ સરળતાથી ગરબે ઘૂમી શકે તે માટે વિશાળ ગ્રાઉન્ડ, સિક્યુરિટીની વ્યવસ્થા સહિત ખેલૈયાઓને અગવળતા ન પડે તે માટેનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જે સૌ મહાનુભાવોને પસંદ પડ્યું હતું. ત્યારે ગરવા ગળાના પ્રસિધ્ધ કલાકારો અનિતા શર્મા, મૃદુલ ઘોષ, જયેશ દવેના સુમધુરના કંઠે રજુ થતા ગીતો-લોકગીતો પ્રાચિન અર્વાચિન ગરબાને પ્રાચિન વાદ્યો જેવા કે ઢોલનો ઢબકાર, તબલાનો તરવરાટ, કીબોર્ડમાંથી નિકળતા શરણાઇના સૂર, ત્રિમલીનો તરખાટના ઘેરાવાથી “અબતક-સુરભી” વિશાળ પટાંગણ ગુંજી ઉઠ્યું હતું અને મહાનુભાવો ખૂબ જ ઉલ્લાસ સાથે ગરબાની રંગત માણી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.