રંગીલા શહેર રાજકોટમાં નવરાત્રીની રોનક જામી ચૂકી છે ત્યારે માતાજીના ત્રીજા નોરતે અબતક સુરભી રસોત્સવમાં ખેલૈયાઓ અને કલાકારો મન મૂકીને જુમ્યા હતા. નિર્ધારિત સમયે શરૂ થયેલા રાસોત્સવના પ્રારંભે ધર્મ સંસ્કૃતિની ઉપાસના અને આરતીથી શરૂ થયેલા રાસમાં હજારો ખેલૈયાઓ ગાયક કલાકારોના સૂર અને તાલના પાને કલાકો સુધી અવિરત રાસ રમતા રહ્યા હતા.
‘અબતક સુરભી’ રાસોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી-યુવા ધરાસભ્ય જયેશભાઇ રાદડીયાની ઉત્સાહવર્ધક ઉપસ્થિત
અબતક સુરભીના ટાઇટલ સ્પોન્સર્સ બેડીયા ગ્રુપના કર્તાહર્તા વિનીતભાઈ બેડીયા અને રિદ્ધિ બેડીયા ખૈલેયા સંગ રાસ રમ્યાં
રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને રાજકોટના નિષ્ણાંત આઈ સર્જન ડો.અનિમેષ ધ્રુવ અને તેમના ધર્મ પત્ની ડો. ગૌરવી ધ્રુવની પ્રેરક ઉપસ્થતિ
અબતક સુરભીમાં ડે વન થી દરરોજ શ્રોતાઓ અને ખેલૈયાઓની સંખ્યામાં વધારાની પરંપરા આજે ત્રીજા દિવસે પણ અકબંધ રહી હતી હૈયે હૈયું દળાય તેવી મેદની અને નાના બાળકથી લઈ યુવાનો અને મોટેરા ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા અને પરંપરાગત શણગાર સાથે સુરભી રાસોત્સવની રોનક વધારી હતી.શરૂઆતથી કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી નિરંતર આનંદ ઉત્સાહ સતત વધતો રહ્યો હતો. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે પ્રબુદ શ્રોતાઓ દ્વારા અબતક સુરભી પરિવારના રાસોસ્ત્સવની વ્યવસ્થા અને પારિવારિક માહોલની સરાહના કરી હતી.
અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પ્રખ્યાત બોલીવુડ ફ્રેમ કલાકારો સિક્યુરિટી બેઠક વ્યવસ્થા ખેલૈયાઓને મોકલું મેદાન અને ફૂડ ઝોન અને તપતા સુરજ જેવી રોશનીથી અબતક સુરભી ખેલૈયાઓ માટે મનગમતું સ્થળ બની રહ્યું છે ત્રીજા દિવસે અબ તક સુરભી રાસ્તોત્સવની ખીલી ઉઠી હતી.
અબતક સુરભીનું આયોજન સર્વશ્રેષ્ઠ, પારિવારિક માહોલનો અદભુત નજારો: જયેશભાઈ રાદડિયા
અબતક સુરભી ના રાસોતવમાં આજે ત્રીજા નોરતે પૂર્વ મંત્રી ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ખેલૈયાઓ અને આયોજકોનો ઉત્સાહ વધારવા અબતક ના આંગણે આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં અર્વાચીન અને પ્રાચીન ગરબીઓની એક આગવી પરંપરા છે અહીં અબ તક સુરભીના આંગણે ખેલૈયાઓ પારિવારિક માહોલમાં મન મૂકીને ઝૂમી રહ્યા છે અહીંનું વાતાવરણ જોઈને મને આનંદ થયો આ વર્ષે ભાજપ સરકારે ગરબી માટેની સમય અવધી માં વધારો કર્યો છે ખેલૈયા રાસ રમીને મોડે પહોંચે તો પણ માતા પિતાને ચિંતા ન રહે ભાજપની સરકાર તમામની ચિંતા કરનારી છે અબતક સુરભી નું આયોજન અને વ્યવસ્થા ખૂબ જ સારી છે અહીં પારિવારિક માહોલના દર્શન થાય છે.
ત્રણ તાળી મારો ફેવરિટ સ્ટેપ: રિદ્ધિ બેડીયા
અબતક સુરભીના મેઈન સ્પોન્સર બેડિયા પરિવારના રિદ્ધિ બેડિયાએ જાણવ્યું કે,અબતક સુરભી રાસોત્સવનું અદભુત આયોજન છે.સ્ટેજ,લાઈટ,અને સાઉન્ડ તેમજ સિંગર ટિમ ખૂબ સરસ છે.અબતક સુરભીના મહેમાન બની ગરબે ઝૂમવાનો અનેરો આનંદ થયો.ખેલૈયાઓ સાથે પણ ગરબે ઝૂમયા અને અબતક સુરભી પરિવારના સ્વાગત અભિવાદનથી અભિભૂત થઈ છું. મારો ફેવરિટ સ્ટેપ ત્રણ તાળી છે.અબતક સુરભી ઇવેન્ટમાં એન્ટ્રી થી લઈ સ્ટેજ સુધી મન મોહક સુશોભન કરવામાં આવ્યું છે. અબતક સુરભીનું ખૂબ જ શ્રેષ્ઠ આયોજન છે.
સૌરાષ્ટ્રનો નંબર વન રાસોત્સવ એટલે ‘અબતક સુરભી’: વિનીત બેડિયા
અબતક સુરભિના મેઈન સ્પોન્સર વિનીત બેડિયાએ જણાવ્યું કે,અબતક સુરભી રાસોત્સવમાં મેઈન સ્પોન્સર બનવાનો આનંદ થયો છે.અબતક સુરભી રાસોત્સવની ઇવેન્ટમાં ખૂબ પોઝિટિવ વાઇબ છે.અબતક સુરભી પરિવાર સાથે જોડાય અમને ખૂબ ખુશી થઈ છે.ખેલૈયાઓની પણ વ્યવસ્થા ને ધ્યાનમાં રાખીને ખૂબ શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે.