રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં નવરાત્રી મહોત્સવની આસ્થા પૂર્વક આનંદમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે રંગીલા શહેર સંસ્કૃત પ્રિય નગર અને દરેક તહેવારોને મન ભરીને માળનાર રાજકોટમાં અબ તક સુરભી નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓમાં હોટ ફેવરેટ બનીને પ્રાચીન પરંપરા માતાજીની આરાધના સાથે અર્વાચીન રાસોત્સવના પારિવારિક માહોલ થી અબતક સુરભીમાં ચોથા દિવસે માનવ મહેરામણનુ હૈયુ દડાઈ તેવી મેદની અને ખેલૈયાઓ સાથે શહેરના અધિકારી પદાધિકારીઓ ઉદ્યોગપતિઓ સામાજિક રાજકીય આગેવાનો સહિત અબતક સુરભીના દરબારમાં જાણે કે “દીવાને આમ અને દીવાને ખાસ “નો પારિવારિક મેળાવડો જામ્યો હોય તેમ અબ તક સુરભી રાસ ના આયોજન પર ખેલૈયા થી લઈ મહાનુભાવો આફરીન થઈ ગયા હતા.
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને મેયર નયનાબેન પેઢડિયા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
ક્રાઇમબાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને રાજકોટ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડની પ્રેરક ઉપસ્થતિ
રાજ્યસરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીની ખાસ ઉપસ્થતિ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરા,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા,અશ્વિનભાઈ મોલિયા,માધવભાઈ દવે, મેયર નયનાબેન પેઢડિયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીફૂભાઈ),સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર,શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રડીયા અબતક સુરભીના મોંઘેરા મહેમાન બન્યા હતા.
મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિથી ખેલૈયાઓના ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને રાજકોટ રૂરલ એસ.પી જ્યપાલસિંહ વાળા ખાસ હાજર રહ્યા હતા. સનાતન બિલ્ડર ગ્રુપ વિરલભાઈ ઠોરીયા, કૌશિકભાઈ રાબડીયા, આનંદભાઈ અમૃતિયા, અરવિંદભાઈ બુટાણી, ચિંતનભાઈ મકવાણા, કેવિનભાઈ સુરેજા યાજ્ઞિકભાઈ સુરેજા, કૃણાલભાઇ સેરઠીયા, પીયુસ ભાઈ બાણુંગરીયા, વિવેક હદવાણી, ભગવાનજીભાઈ ડઢાણીયા, રમેશભાઈ રાણીપા, હાર્દિકભાઈ સંતોકીએ વિશેષ હાજરી આપી હતી.
અબતક સુરભી રાસોત્સવ માત્ર ખેલૈયાઓ માટે જ નહીં મુલાકાતઓ મહેમાનો અને સંસ્કૃતિ પ્રિય લોકો માટે પોતીકું બની રહ્યું છે. તેવો ભાવ, સુર ,અભિપ્રાય અને લાગણીની હેલી માતાજીના સાનિધ્ય ના મેદાનમાં ઉમટી હતી.
અબતક સુરભી રાસોત્સવ એટલે રાજકોટનું એ-વન આયોજન: સનાતન બિલ્ડર વિરલ ઠોરીયા
અબતક સુરભી રાસોસ્ત્સવના સ્પોન્સર સનાતન બિલ્ડર્સના વિરલભાઈએ લાગણી વ્યક્ત કરી હતી કે “અબતક સુરભી”નું આયોજન સર્વ શ્રેષ્ઠ છે, સ્પોન્સર તરીકે જોડાવાનું આનંદ છે પરંતુ આજે એવું લાગ્યું કે વન ઓફ પાર્ટ સ્પોન્સરશિપના બદલે સનાતન બિલ્ડર સમગ્ર આયોજનના વન ઓન્લી સ્પોન્સર બન્યા હોત તો પણ સારું થાત અહીંની વ્યવસ્થા અદભુત છે ,પારિવારિક માહોલમાં ખેલૈયાઓથી લઈ મહેમાનોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે અહીંનું વાતાવરણ રાજકોટનું ટોપ કક્ષાનું આયોજન ઉડીને આંખે વળગે તેવું છે ,ખેલૈયા પારિવારિક વાતાવરણમાં આનંદથી રમતા રહે તેવી વિરલભાઈ દ્વારા શુભેચ્છા વ્યક્ત કરીને અબતક સુરભીના આયોજનને રાજકોટના ટોપ વન મહોત્સવ ગણાવી વ્યવસ્થાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
અબતક સુરભી રસોત્સવમાં દીકરીઓને પારિવારિક માહોલમાં રમતા જોઈ આનંદ થયો: કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા
અબતક સુરભી રાસોત્સવમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ ખેલૈયાઓને આયોજકો નો ઉત્સાહ વધારવા ખાસ હાજરી આપી હતી ,મંત્રીએ પોતાના પ્રતિભાવમાં અબતક સુરભીના આયોજનને ખૂબ જ “સરસ’ ગણાવી આયોજન અને વ્યવસ્થા ના વખાણ કરી જણાવ્યું હતું કે અહીં પારિવારિક માહોલમાં દીકરીઓને રમતા જોઈ ખુબ આનંદ થયો ,વાતાવરણ ,વ્યવસ્થા સુરક્ષાથી લઈ સ્વચ્છતા અને કલાકારોથી થઈ સિસ્ટમ ખૂબ જ સારી છે, નવરાત્રી અને ગરબા એ ગુજરાતની આગવી સંસ્કૃતિ અને પરંપરા છે ,ત્યારે રાજ્ય સરકારે પણ નવરાત્રી મહોત્સવમાં લોકો સારી રીતે ઉજવણી કરી શકે તે માટે 12 વાગ્યા સુધીની છૂટ અને 12:00 વાગ્યા પછી પણ જરૂર પડે તો માઈક વગર ગરમીની છૂટ આપી છે તે આવકારદાયિક છે, અબતક સુરભી પરિવારને સુંદર વ્યવસ્થા બદલ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓને મન મૂકીને રાસ લેવાનું મન થાય તેવું શ્રેષ્ઠ આયોજન: જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી
અબતક સુરભી રાસોત્સવ માં આવીને ખૂબ જ મજા આવી, આયોજન ખૂબ સરસ છે ,ખેલૈયાઓ પણ મન મૂકીને પારિવારિક માહોલમાં રાસ લઈ રહ્યા છે ,તમામ વ્યવસ્થા ની સાથે સાથે મેડિકલ ટીમની વ્યવસ્થા પણ રાખી છે ,સરસ આયોજન બદલ અબતક સુરભી રાસોત્સવ ના આયોજકો ને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
નિર્ભય થઈ પારિવારિક વાતાવરણમાં સલામતીની ભાવના સાથ. રમવાનો અનેરો આંનદદ વેલ ડ્રેસ અમીબેન વિરાણી
અબતક સુરભી રાસ મહોત્સવમાં ચોથા દિવસે વેલ ડ્રેસ કોમ્પિટિશનમાં વટ પાડવા અને વિજય થવા માટે તૈયાર થઈને આવેલા અમીબેન વિરાણીએ અબતક સુરભીના આયોજન વિશે જણાવ્યું હતું કે તેના માટે કોઈ શબ્દ નથી અહીં અમે દીકરીઓ નિર્ભય પણે રાસ લઈ શકીએ છીએ, કોઈ ન્યુસન્સ નથી ,આવનારા પુરુષ ભાઈ ખેલૈયાઓ પણ શિસ્ત બધરીતે રમે છે, કોઈપણ સમસ્યા લઈને જાવ તો આયોજકો તેનું વિનય પૂર્વક નિકાલ કરે છે, અહીં પારિવારિક વાતાવરણ છે ,દરેક રાસમાં વ્યવસ્થા સારી હોય છે બસ અમને ખૂબ મજા આવે છે
અબતક સુરભી રાસોત્સવમાં નશો કરી પ્રવેશવાનું વિચારવું પણ નહિ: આયોજક રવિરાજભાઈ વાળા
અબતક સુરભી રાસોત્સવની વ્યવસ્થા અને સિક્યુરિટી એટલી બધી કડક છે કે કોઈપણ પોતાને માસ્ટર માઈન્ડ સમજનારાઓ અહીં ડુપ્લીકેટ પાસ થી એન્ટ્રી કરી શકતા નથી, કોઈ મવાલી કે નશા કરનારને પણ અહીં દાખલ થવા દેવાતા નથી અબતક સુરભીની છાપ જ એવી છે કે અહીં કોઈ ન્યુસન્સ ફરકે જ નહીં ,ડુપ્લીકેટ પાસ લઈને આવવાનું કોઈએ વિચારવું જ નહીં અમારા ઓરીજનલ પાસ ગેટ અને અમારી ઓફિસ124 નંબર સિલ્વર ચેમ્બર અતુલ મોટર ની સામે /8469200044 આ નંબર પર કોન્ટેક્ટ કરી દીધી પાસ મેળવી શકશે.માતાજીની દયા છે કે રાજકોટના દરેક ખેલૈયાઓ અબતક સુરભી ના આંગણે મન મૂકીને રાસ લઈ રહ્યા છે, અબતક સુરભીની એવી છાપ છે કે કોઈપણ વ્યક્તિને નશો કરેલી હાલતમાં અહીં આવતા સાત વાર વિચાર કરવો પડે ,અહીં આવારા તત્વો પ્રવેશી શકતા નથી અબતક સુરભી રાસોત્સવ પારિવારિક માહોલમાં યોજાય છે, અને ખેલૈયાઓ અને તેમના પરિવારજનો અહીં નિર્ભય પણે આવે છે.અને પોતાના સંતાનોને મોકલે છે.
ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરા,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા,અશ્વિનભાઈ મોલિયા,માધવભાઈ દવે, મેયર નયનાબેન પેઢડિયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીફૂભાઈ),સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર,શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રડીયા અબતક સુરભીના મોંઘેરા મહેમાન બન્યા હતા. મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિથી ખેલૈયાઓના ઉત્સાહ વધાર્યો હતો.