રંગીલા શહેર રાજકોટમાં નવરાત્રીની રોનક જામી ચૂકી છે ત્યારે માતાજીના પાંચમા નોરતે અબતક સુરભી રસોત્સવમાં ખેલૈયાઓ અને કલાકારો મન મૂકીને જુમ્યા હતા.
રાજકોટનું હાર્દ ગણાતા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના નંબર-1 એવા અબતક-સુરભી રાસોત્સવ માં નવરાત્રિના પાંચમા દિવસે જ ભારે રંગત જામી હતી. ર્માં જગદંબાની આરતી બાદ અર્વાચિન રાસોત્સવ શરૂ થતાની સાથે જ ખૈલેયાઓ શરૂઆતથી જ 4 કલાક સુધી થીરકી ઉઠ્યા હતા. રાસોત્સવનો જાણે નવો જ સુર્યોદય થયો હોય તેવો અભૂતપૂર્વ ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળતો હતો. ગણતરીની મીનીટોમાં આખુ ગ્રાઉન્ડ રાસ રસિકોથી છલકાય ગયું હતું. સિંગર હેમંત જોશી, વિશાલ વરૂ અને હિના હિરાણીએ પોતાના સુમુધર કંઠથી ભારે જમાવટ કરી હતી. પ્રથમ વખત 32 સાજિંદાની ટિમની એક-એક અદા પર લોકો ફિદા થઇ ગયા હતા. એમ.આઇ.બાર એન્ટ્રી ગેટની આકર્ષક થીમ સાથે લાઇટિંગ સ્ટેજ સાથે કોઇપણ પ્રકારની મુશ્કેલીનો ખેલૈયાઓએ સામનો ન કરવો પડે તે માટે સમગ્ર ગ્રાઉન્ડ પર નેટફ્લોરિંગ કરવામાં આવ્યું છે. બાઉન્સરો દ્વારા ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે ‘અબતક-સુરભી’ રાસોત્સવના આંગણે ઘૂમી ર્માં જગદંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓમાં જબ્બરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ માટે શુધ્ધ પાણી અને પાર્કિંગની નિ:શુલ્ક વ્યવસ્થા સાથે મોકળાશથી ગરબે ઘૂમી શકાય તેવું વિશાળ અને સમથળ, ગ્રીન નેટવાળુ ગ્રાઉન્ડ, હાઇ ફાઇ સાઉન્ડસિસ્ટમ, રોશની ડેકોરેશન અને ખાસ તો જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક – સુરભિ રાસોત્સવનું આ વર્ષનાં ધમાકેદાર આયોજનથી ખેલૈયાઓ આગામી નોરતામાં ઘુમવા હર હંમેશ તત્પર રહ્યા છે. રાસ રસિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સતત ચાર કલાક સુધી અવિરત રાસ રમી પોતાની કલાના કામણ પાથરનારા ખેલૈયાઓમાંથી શ્રેષ્ઠ રાસવીરોની પસંદગી કરવી જજ માટે થોડી કઠીન બની હતી.
‘અબતક-સુરભી’ રાસોત્સવના આંગણે ઘૂમી ર્માં જગદંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓમાં જબ્બરદસ્ત ઉત્સાહ’ જોવા મળી રહ્યો છે રાસોત્સવના પ્રારંભે ધર્મ સંસ્કૃતિની ઉપાસના અને આરતીથી શરૂ થયેલા રાસમાં હજારો ખેલૈયાઓ ગાયક કલાકારોના સૂર અને તાલના પાને કલાકો સુધી અવિરત રાસ રમતા રહ્યા હતા. માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના નંબર-1 રાસોત્સવ ‘અબતક સુરભી’ના આંગણે રોજ મોંધરા મહેમાનોની વિશેષ રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમજ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને તેમના ધર્મપત્ની રાજવીરબા ગોહિલ આજીડેમ પોલીસ સ્ટેશન એ.બી. જાડેજા અને પી.એસ.આઇ જે.જી.રાણા અને ભારતીય ડાક વિભાગના સિનિયર સુપ્રિટેન્ડ રાજકોટ જિલ્લાના એસ.કે .બુનકર અને તેમના ધર્મપત્ની આસિસ્ટન્ટ ડાયરેક્ટર પાર્વતીબેન બુનકર તેમજ પોસ્ટર સર્વિસના જે.કે .ઇંગોરા અને એલોમેંગોરાની તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એરીયા ના પોસ્ટ માસ્તર સુનિલભાઈ લોલાડીયા તેમના ધર્મપત્ની જ્યોતિબેન લોલાડીયા તેમજ તેમના પુત્ર નિકુંજ અને ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને રાજકોટ મહાનગર પાલિકા શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડિયા તેમજ તેમજ ક્રાઇસ્ટ કેમ્પસના ડિરેક્ટર ફાધર જોમન થોમના બ્રિસ્ટલ વોટર ના ઓનર જગત ભાઈ તેમજ તેમનો પરિવાર , અકીલાના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ ગણાત્રા અને તેમના ધર્મપત્ની જ્યોતિબેન ગણાત્રા તેમજ ભરતભાઈ બારાઈ અને આલાપભાઇ બારાઈ, રારા જ્વેલર્સ ના ઓનર ઘનશ્યામભાઈ હેરભા તેમજ યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર અને સુરેન્દ્રનગર થી દિવ્યરાજ ભાઈ પટગીર, મહેશભાઈ કાઠી, સંજયભાઈ કાઠી ,જયુભા રાજપુત તેમજ છત્રપાલ સિંહ રાણાઉપસ્થતિએ રાસવીરોના ઉત્સાહમાં વધારો કરી રહી છે. નવરાત્રિ મઘ્યાહને ભારે જમાવટ થઇ રહી છે. નામી સીંગર અને વર્લ્ડ કલાસ ઓરકેસ્ટાથી માહોલ વધુ રંગીન બની રહ્યો છે.પાંચમા નોરતે ‘અબતક સુરિભી’ રાસોત્સવમાં માનવંતા મહેમાનોએ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને ચાર ચાંદ લગાવી દીધું હતું.
અબતક સુરભીમાં ડે વન થી દરરોજ શ્રોતાઓ અને ખેલૈયાઓની સંખ્યામાં વધારાની પરંપરા પાચમાં દિવસે પણ અકબંધ રહી હતી હૈયે હૈયું દળાય તેવી મેદની અને નાના બાળકથી લઈ યુવાનો અને મોટેરા ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા અને પરંપરાગત શણગાર સાથે સુરભી રાસોત્સવની રોનક વધારી હતી.શરૂઆતથી કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી નિરંતર આનંદ ઉત્સાહ સતત વધતો રહ્યો હતો. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે પ્રબુદ શ્રોતાઓ દ્વારા અબતક સુરભી પરિવારના રાસોસ્ત્સવની વ્યવસ્થા અને પારિવારિક માહોલની સરાહના કરી હતી. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પ્રખ્યાત બોલીવુડ ફ્રેમ કલાકારો ચોટીલે ડાકલા વાગ્યા માડી ના ડાકલા વાગ્યા ત્યારે ખેલૈયાઓમાં અનેરૂ જોમ જોવા મળી રહ્યું હતું
- ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી આજે બનશે ‘અબતક-સુરભી’ના મહેમાન
- ગુજરાત સરકાના ગૃહ રાજય મંત્રી હર્ષભાઇ સંઘવી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આજે રાતે તેઓ સૌરાષ્ટ્રના નંબર-1 અર્વાચીન રાસોત્સવ ‘અબતક – સુરભી’ ના મોંધેરા મહેમાન બનશે.
- રાજકોટની મુલાકાત દરમિયાન ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી અલગ અલગ રાસોત્સવમાં હાજરી આપશે રાત્રે 10 કલાક બાદ તેઓ ‘અબતક – સુરભી’ ના મહેમાન બનશે ખેલૈયાઓનો ઉત્સાહ વધાશે
રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમજ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને તેમના ધર્મપત્ની રાજવીરબા ગોહિલે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને રાજકોટ મહાનગર પાલિકા શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડિયા તેમજ તેમજ ક્રાઇસ્ટ કેમ્પસના ડિરેક્ટર ફાધર જોમન થોમના અને જિતેન કકકડ અને ભારતીય ડાક વિભાગના સિનિયર સુપ્રિટેન્ડ રાજકોટ જિલ્લાના એસ.કે .બુનકર અને તેમના ધર્મપત્ની આસિસ્ટન્ટ ડાયરેક્ટર પાર્વતીબેન બુનકર તેમજ પોસ્ટર સર્વિસના જે.કે .ઇંગોરા અને એલોમેંગોરાની તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એરીયા ના પોસ્ટ માસ્તર સુનિલભાઈ લોલાડીયા તેમના ધર્મપત્ની જ્યોતિબેન લોલાડીયા તેમજ તેમના પુત્ર નિકુંજ,આજીડેમ પોલીસ સ્ટેશન પી.આઇ. એ.બી. જાડેજા અને પી.એસ.આઇ જે.જી.રાણા રારા જ્વેલર્સ ના ઓનર ઘનશ્યામભાઈ હેરભા તેમજ યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર અકીલાના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ ગણાત્રા અને તેમના ધર્મપત્ની જ્યોતિબેન ગણાત્રા તેમજ ભરતભાઈ બારાઈ અને આલાપભાઇ બારાઈ,બિસ્ટર વોટરના ઓનર જગત ભાઈ તેમજ તેમનો પરિવાર, અને સુરેન્દ્રનગર થી દિવ્યરાજભાઈ પટગીર, મહેશભાઈ કાઠી, સંજયભાઈ કાઠી ,જયુભા રાજપુત તેમજ છત્રપાલસિંહ રાણા સહિતના મોંઘેરા મહેમાનથી અબતક સુરભીનું આંગણું દીપી ઉઠ્યું