• આવો રમવા ને, ગરબે ઘુમવા રે

રાજકોટનું હાર્દ ગણાતા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના નંબર-1 એવા અબતક-સુરભી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓના માનીતા એવા અબતક-સુરભી રાસોત્સવમાં નવરાત્રિના પ્રથમ દિવસે જ ભારે રંગત જામી હતી. ર્માં જગદંબાની આરતી બાદ અર્વાચિન રાસોત્સવ શરૂ થતાની સાથે જ ખૈલેયાઓ શરૂઆતથી જ ત્રણ કલાક સુધી થીરકી ઉઠ્યા હતા. રાસોત્સવનો જાણે નવો જ સુર્યોદય થયો હોય તેવો અભૂતપૂર્વ ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળતો હતો. ગણતરીની મીનીટોમાં આખુ ગ્રાઉન્ડ રાસ રસિકોથી છલકાય ગયું હતું. સિંગર હેમંત જોશી, વિશાલ વરૂ અને હિના હિરાણીએ પોતાના સુમુધર કંઠથી ભારે જમાવટ કરી હતી. પ્રથમ વખત 32 સાજિંદાની ટિમની એક-એક અદા પર લોકો ફિદા થઇ ગયા હતા. પ્રીત ગોસ્વામીના એન્કરિંગે ગરબા પ્રેમીઓને જકડી રાખ્યા હતા. પ્રથમ દિવસે જ રાજ્ય સરકારના એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજકોટ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની ઉપસ્થતિ રહી હતી. એમ.આઇ.બાર એન્ટ્રી ગેટની આકર્ષક થીમ સાથે લાઇટિંગ સ્ટેજ સાથે કોઇપણ પ્રકારની મુશ્કેલીનો ખેલૈયાઓએ સામનો ન કરવો પડે તે માટે સમગ્ર ગ્રાઉન્ડ પર નેટફ્લોરિંગ કરવામાં આવ્યું છે. બાઉન્સરો દ્વારા ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે ‘અબતક-સુરભી’ રાસોત્સવના આંગણે ઘૂમી ર્માં જગદંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓમાં જબ્બરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ માટે શુધ્ધ પાણી અને પાર્કિંગની નિ:શુલ્ક વ્યવસ્થા સાથે મોકળાશથી ગરબે ઘૂમી શકાય તેવું વિશાળ અને સમથળ, ગ્રીન નેટવાળુ ગ્રાઉન્ડ, હાઇ ફાઇ સાઉન્ડસિસ્ટમ, રોશની ડેકોરેશન અને ખાસ તો જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક – સુરભિ રાસોત્સવનું આ વર્ષનાં ધમાકેદાર આયોજનથી ખેલૈયાઓ આગામી નોરતામાં ઘુમવા હર હંમેશ તત્પર રહ્યા છે. ખેલૈયાઓના મોઢે એક જ ચર્ચા થતી હતી કે અબતક-સુરભી જેવું આયોજન રાજકોટના અન્ય એકપણ રાસોત્સવમાં જોવા મળતુ નથી. પ્રથમ દિવસે જ નોરતાની અસલી કાઠીયાવાડી રંગત જામી ગઇ છે. પ્રથમ દિવસે જ રાજ્ય સરકારના એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજકોટ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની ઉપસ્થતિએ રાસ રસિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સતત ચાર કલાક સુધી અવિરત રાસ રમી પોતાની કલાના કામણ પાથરનારા ખેલૈયાઓમાંથી શ્રેષ્ઠ રાસવીરોની પસંદગી કરવી જજ માટે થોડી કઠીન બની હતી.

સૌપ્રથમ 32 રિધમીસ્ટની ટિમ સાથે ખૈલેયાઓ પ્રથમ દિવસે જ થીરક્યા: એમ.આઇ.બાર એન્ટ્રી ગેટની આકર્ષક થીમ સાથે લાઇટિંગ સ્ટેજ સાથે કોઇપણ પ્રકારની મુશ્કેલીનો ખેલૈયાઓએ સામનો ન કરવો પડે તે માટે સમગ્ર ગ્રાઉન્ડ પર નેટફ્લોરિંગ: બાઉન્સરો દ્વારા ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા: ‘અબતક-સુરભી’ રાસોત્સવના આંગણે ઘૂમી ર્માં જગદંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓમાં જબ્બરદસ્ત ઉત્સાહ’

મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની ઉપસ્થતિએ રાસ રસિકોના ઉત્સાહમાં વધારો કર્યો

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ભાજપ અગ્રણી મનોહરભાઇ બાબરિયા સાથે ‘અબતક-સુરભી’ના વિશુભાઇ વાળા

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.