કચ્છ કેશરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીના સંગાથે ખેલૈયાઓએ બોલાવી રાસ-ગરબાની રમઝટ: ખેલૈયાઓ વચ્ચે આજે ફાઈનલ જંગ

પાટડીના ઉદાસી આશ્રમના પૂ.ભાવેશબાપુની પાવન પધરામણી

ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ૮માં નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો હતો. કચ્છ કેશરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીના સંગાથે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમી ઉઠયા હતા. આઠમાં નોરતે પાટડીના ઉદાસી આશ્રમના પૂ.ભાવેશબાપુની પાવન પધરામણી ‘અબતક’ સુરભી રાસોત્સવમાં થઈ હતી. આ સાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.2 99ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવનું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા અને સુવિધાભર્યા વાતાવરણમાં છેલ્લા આઠ દિવસથી અહીં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઝુમી રહ્યાં છે. આજે સાંજે ખેલૈયાઓ વચ્ચેનો મેગા ફાઈનલનો જંગ ખેલાનાર છે જેમાં વિજેતા થનારને લાખેણા ઈનામો આપવામાં આવનાર છે.3 83ગઈકાલે નવલા નોરતાના આઠમાં દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને પહોંચ્યો હતો. સુપ્રસિધ્ધ દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ પોતાના આગવા અંદાજથી ગરબા ગાઈને ખેલૈયાઓને ઝુમાવ્યા હતા.4 56 ગઈકાલે ‘અબતક’ સુરભી રાસોત્સવમાં પાટડીના ઉદાસી આશ્રમના પૂ.ભાવેશબાપુની પાવન પધરામણી થઈ હતી. આ સાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની પણ બહોળી ઉપસ્થિતિ રહી હતી. તમામ ઉપસ્થિત અતિથિઓએ ‘અબતક’ સુરભી રાસોત્સવના સુવ્યવસ્થિત આયોજનની સરાહના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.