‘અબતક’ની ટીમ 24ડ7 ટર્ન બાય ટર્ન કાર્યરત રહેશે: વાવાઝોડાની વાસ્તવિક પરિસ્થિતિ સતત લોકો સુધી પહોચાડવામાં આવશે
દર્શકોને ‘અબતક’ના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતભરની લેટેસ્ટ અપડેટ મળ્યા કરશે
તાઉતે વાવાઝોડું આજે રાત્રીના સમયે ગુજરાતને ટકરાવાનું છે. ત્યારે રાજ્ય ઉપર આવેલી આ આફતના પળે પળના સાચા સમાચાર લોકોને મળતા રહે તે માટે અબતક મીડિયા હાઉસ રાઉન્ડ ધ કલોક ધમધમવાનું છે. અબતકની ટીમ ટર્ન બાય ટર્ન 24સ7 કાર્યરત રહીને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી લોકો સુધી સમાચારો પહોંચાડતી રહેશે. ગુજરાત રાજ્ય ઉપર આજે તાઉતે નામની કુદરતી આફત આવવાની પ્રબળ શક્યતાઓ છે. ત્યારે આ આફત અંગેના સાચા સમાચારો મેળવવા લોકો માટે જરૂરી છે. જેથી વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મળે. ઉપરાંત તંત્રની સૂચનાઓ પણ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ આફતના સમયે અબતક મીડિયા હાઉસ આજ બપોરના સમયથી રાઉન્ડ ધ કલોક ધમધમવાનું છે. આજે બપોરના સમયથી અબતકની ટીમના શુભમ ભટ્ટ, વિજય સાગઠીયા, ધાર્મિક સોલંકી અને યશ સેંગરા કાર્યરત રહેવાના છે. જેઓ આખી રાત અબતક મીડિયા હાઉસ ખાતે ફરજ ઉપર રહીને અબતક ડિજીટલના માધ્યમથી લોકો સુધી પળેપળની અપડેટ પહોંચાડતા રહેશે. ત્યારબાદ સવારથી બીજી ટીમ ફરજ સંભાળી લેશે. આમ કાલે રાત સુધી અબતક મીડિયાની ટીમ કાર્યરત રહી સતત લોકો સુધી સચોટ સમાચાર પહોંચાડતી રહેશે.
આપની આજુબાજુની ઘટનાના દ્રશ્યો અમને મોકલો
વાવાઝોડાના પગલે આપની આજુબાજુના દ્રશ્યો આપ અબતક મીડિયાને મોકલી શકો છો. જેના માટે નીચે આપેલા ક્ધટ્રોલ રૂમના નંબરનો સંપર્ક અથવા વોટ્સએપ કરી શકો છો. આ ઉપરાંત કોઈને મદદની જરૂર હોય તો પણ ક્ધટ્રોલરૂમનો નંબર સાધી શકો છો. જેથી અબતકની ટીમ તંત્ર સાથે જરૂરી સંકલન સાધી મદદના બનતા પ્રયાસો કરશે.
- ‘અબતક’ ક્નટ્રોલરૂમ નંબર : 7048230007- 7048130001
- 9727032237 (શુભમ ભટ્ટ)
- 8980510421 (વિજયભાઈ સાગઠિયા)
- 9106354156 (યશ સેંગરા)
- 9427716236 (ધાર્મિક સોલંકી)