- કુમકુમ કેરા પગલે માડી, ગરબ રમવા આવો…
- કુમ કુમ નવરાત્રીના સથવારે જ્ઞાનગંગા સ્કુલની વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓ ઘુમ મચાવી: કલેકટર બી.કે. પંડયા સહિતના મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા
જામનગરના આંગણે કુમકુમ નવરાત્રીનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. તા. 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રાત્રે 8 થી 12 વાગ્યા સુધી નવરાત્રી મહોત્સવ ઉજવાશે. ત્યારે કુમકુમ નવરાત્રી મહોત્સવ 2024ની શરૂઆત ધામધૂમથી થઈ છે. ગઈકાલે જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા આયોજિત વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓ ડીજના તાલે ઝૂમ્યા હતા. જેને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જામનગરના કલેક્ટર બી.કે. પંડ્યા પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.જામનગરના ઠેબા બાયપાસ નજીક આવેલી સમરસ હોસ્ટેલ પાસે વેલ્કમ નવરાત્રીનું આયોજન કરાયું હતું. જ્ઞાનગંગા સ્કૂલના ઓનર વિમલભાઈ ગઢવી દિવ્યેશભાઈ પટેલ પાર્થભાઈ પટેલ અને જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ નાના ભૂલકાઓ સાથે મળીને ગરબાની રમઝટ બોલાવી હતી. કુમકુમ નવરાત્રીના લાઈવ ઓર્કેસ્ટ્રાએ ખેલૈયાઓમાં નવો જ ઉત્સાહ ભર્યો હતો. એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ અને એક લાખ ચોરસ ફૂટના લોન ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ મન મૂકીને નૃત્ય કર્યું હતું. પ્રાયોજકો માટે વીઆઇપી બેઠકની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એન્કર સ્પીચ સાથે એલઇડી સ્ક્રીન પર જાહેરાતો પણ કરવામાં આવી હતી.લેટ્સ પ્લે ઓન લાઈવ ઓર્ક્રેસ્ટ્રા સાથે સાથે મીડિયા પાર્ટનર “અબતક ચેનલ” નું ભવ્ય આયોજનમાં લોકોનો ઉત્સાહ આસમાને જોવા મળ્યો હતો.આ આયોજનને સફળ બનાવવા ભાવેશ કાછડીયા,સાગરભાઈ સંઘાણી કિશન ચુડાસમા,દ્વારા આં કુમ કુમ નવરાત્રીમા જગવિખ્યાત સિંગરો અને એન્કરો ધૂમ મચાવશે, કુમકુમ નવરાત્રીના આયોજકોએ ખેલૈયાઓ માટે સુરભી સરદાર, વૈશાલી અહીર, નવીન ભાટી, સોહિલ મીર અને જીતુપુરી બાપુ જેવા જાણીતા કલાકારોને બોલાવ્યા છે. રુશિતા સોની અને ભક્તિ જેઠવાએ એન્કરિંગની જવાબદારી સંભાળી છે.