આભ ફાટયું હોય ત્યાં થીગડું દેવા કયાં જવું?? જેવી પરિસ્થિતિમાં સામાજિક ઉતરદાયિત્વ નિભાવવા તંત્રની સાથે રાજકીય પક્ષો અને ચોથી જાગીરને પણ મેદાનમાં ઉતરવું જરૂરી બન્યું!! 

કોરોનાની આફતમાંથી સૌરાષ્ટ્રને એકલા હાથે ઉગારવા તંત્ર માટે કપરૂ: રાજકીય પક્ષો, એનજીઓને આગળ કરી લોકોની વ્હારે આવી મહામારીને નાથવા ‘અબતક’ શરૂ કરશે મહાઅભિયાન

 

કોરોના મહામારી હવે દિવસે દિવસે વધુને વધુ વિકરાળ રુપધારણ કરી રહી છે. વાયરસની બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ છે. પરિસ્થિતિ તંત્રની કાબુમાં પણ રહી નથી ત્યારે સારવાર અને વ્યવસ્થા માટે આભ ફાટ્યું હોય ત્યાં થીગડું કયા દેવું જેવી પરિસ્થિતિમાં એક તરફ સમયનો તકાજો સમજવામાં ગાફેલ રહેલું જાહેરજીવન કોરોનાને વધુ ભયંકર બનાવી રહ્યું છે. નવા દર્દીઓની સંખ્યા વધતી જાય છે તેની સામે હોસ્પિટલોમાં ખાટલા ખૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિમાં સરકારી તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં હવે સામાજિક સંસ્થાઓએ માનવસેવા અને રાષ્ટ્ર સેવાના પોતાના મુદ્રાલેખને જાળવી રાખી સમાજની વહારે આવવાનો સમય પાકી ગયો છે. ત્યારે યુદ્ધ જેવી આ પરિસ્થિતિમાં હવે એનજીઓ, રાજકીય પક્ષો આગળ આવે અને દર્દીઓની વ્હારે આવી બધાએ સાથે મળી મહામારીને મારવાની “અબતક”એ પહેલ શરૂ કરી છે. અને આ માટે ટુક જ સમયમાં મહાઅભિયાન છેડાશે. જેમાં સહયોગી થવા અને આ પહેલમાં જોડાવા તમામ એનજીઓને “અબતક” અપીલ કરે છે.

rbi-reduces-repo-rate-for-fifth-consecutive-time

કોરોના મહામારીમાં હવે ચારે તરફ અફડાતફડીનો માહોલ ઉભો થાય તેવી પરિસ્થિતિ વચ્ચે એક તરફ સરકારી તંત્ર દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવે છે તો બીજી તરફ સારવાર, વ્યવસ્થાની પ્રજાની જરૂરિયાતોમાં સરકારી તંત્ર રીતસર ઉણું ઊતરી રહ્યું છે તેવી પરિસ્થિતિમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓના ખાટલા, વેન્ટિલેટર અને રેમિડેસીવિર ઇન્જેક્શન જેવી જરૂરી વસ્તુઓ પણ ખૂટી પડી છે અને લોકોને સરકારી તંત્ર પર વિશ્વાસ ઓછો થતો જાય છે અને ખાનગી હોસ્પિટલો પર વધુને વધુ લોકો ભરોસો કરવા લાગ્યા છે તેવી પરિસ્થિતિમાં હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ખાનગી સંસ્થાઓએ પોતાની માનવસેવાના મુદ્રાલેખ સાથે કોરોનાની આ પરિસ્થિતિમાં કટોકટીમાં લોકસેવા માટે આગળ આવવું આવશ્યક બન્યું છે, કોરોના મહામારીમાં લોકોને હવે સરકારી તંત્ર પર નિર્ભર રાખવાના બદલે સૌરાષ્ટ્ર ગુજરાત અને ખાસ કરીને રાજકોટની સામાજિક માનવસેવાને વરેલી બિનરાજકીય સંસ્થાઓએ આગળ આવવું જોઈએ અબતક દ્વારા આ પરિસ્થિતિમાં હવે પ્રજા અને સરકારી તંત્રને મદદરૂપ થવા માટે એનજીઓ સંસ્થાઓને સાથે રાખી કોરોનાનો આ જંગ જીતવા મહા અભિયાન શરૂ કરી રહ્યું છે. સરકારી તંત્ર બાબુશાહીની પરંપરાગત કાર્યપદતિથી કાર્યક્ષમ પુરવાર થઇ શકતું નથી ત્યારે માનવ સેવાને વરેલી સંસ્થાઓ કે જેના હૈયે સમાજનું હિત સવિશેષ હોય તેવી સંસ્થાઓ અને લોકસેવકો જો આ અભિયાનમાં જોડાશે તો કપરી બનેલી પરિસ્થિતિ અને જ્યાં સરકારી તંત્રના હાથ હેઠા પડી રહ્યા છે તેવી જગ્યાએ સેવા પહોંચાડી શકાશે. આગામી થોડા જ સમયમાં અબતક ના માધ્યમથી એક વ્યાપક જન અભિયાન હાથ ધરવામાં આવશે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ કરીને કોરોના મહામારીમાં હવે “સાથી હાથ બઢાના”નિયુક્તિને સાર્થક કરવા માટે “અબતક” તમામને એક મંચ ઉપર લાવી કોરોનાની આ જંગને સામૂહિક રીતે જીતવા માહોલ ઉભો કરશે.

કોરોન ની આ મહામારી શરૂ થઈ ત્યારથી જ એક એક દિવસ મોટો પડકાર અને નવી સમસ્યાનો સામનો કરવાનો બની રહ્યો છે. અગાઉ તો કોરોના ની ઓળખ તેની લાક્ષણિકતા અને તેની સારવાર માટેની રસી ની શોધ કરવી મોટો પડકાર હતો ભારત સહિતના દેશોએ કોરોના ની રસી નું સર્જન કરવામાં સફળતા મળી અત્યારે રસી ઉપલબ્ધ છે પરંતુ કોરોના ના નવા વાયરામાં રોગના લક્ષણો કાચીંડા ના રંગ ની જેમ બદલી રહ્યા છે પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ થઈ ગઈ છે કે રોગના લક્ષણો દેખાય તેને રિપોર્ટ નેગેટિવ આવે છે અને સાચા સારા દેખાતા વ્યક્તિને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવે છે વળી તાવ શરદી ઉધરસ જેવા પરંપરાગત લક્ષણો વગર પણ કોરોના નો ચેપ લાગી જાય છે કોરોનાના મૂર્તયુમાં પણ હવે ઉંમરનો બાધ રહ્યો નથી, મોટી ઉંમરના અને ડાયાબિટીસ બ્લડપ્રેશર જેવા રોગ ધરાવતા દર્દીઓ સાજા થઇ જાય છે અને યુવાન અને સશક્ત નાની ઉંમરના દર્દીઓના મૃત્યુનો પ્રમાણ વધ્યું છે કોરોના નો નવો રૂપ સમગ્ર પરિસ્થિતિ માં અલગ તરી આવે છે તેવા સંજોગોમાં કોરોના સામેની આ લડાઈ લાંબા ગાળા સુધી ચાલશે તેની સામે સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં અત્યારે સરકારી તંત્ર ના હથિયાર હેઠા પડી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં સમયનો તકાજો સમજીને સામાજિક સંસ્થાઓએ હવે જાહેર આરોગ્ય માટે મેદાનમાં આવવું જ પડશે પક્ષ દ્વારા આગામી સમયમાં કોરોના નો જંગ જીતવા માટે સરકારી તંત્ર પર નિર્ભર રહેવાને બદલે રાજકીય પક્ષો અને ખાસ કરીને ખાનગી સેવાભાવી સંસ્થાઓના માધ્યમથી એક મહા અભિયાન શરૂ કરવાની પહેલ કરવામાં આવશે.

 

 

રાજકોટની હોસ્પિટલમાં બેડ અને વેન્ટીલેટરની સ્થિતિ

 

કોરોનાની લડાઈમાં “અબતક” મેદાને: બેડ

અને વેન્ટીલેટરના દર્દીઓના પ્રશ્નોની બોછાર

કોરોના મહામારીને કારણે માનવ જીવન અસ્તવ્યસ્ત થઈ ઉઠ્યું છે. સરકારી-ખાનગી હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર ઓક્સિજન માટે દર્દીઓ તરફડી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં લોકોની વ્હારે “અબતક” આવ્યું છે. અબતક દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે પર શનિવારથી સોમવાર સવાર સુધીમાં આશરે 200 જેટલા ફોન આવ્યા હતાં. મોટાભાગે દર્દીઓના પ્રશ્ન વેન્ટિલેટર અને બેડની વ્યવસ્થાને લઈને જ હતા. તમામ દર્દીઓના પ્રશ્નોને વાચા આપી “અબતક” દ્વારા સમસ્યા હલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અબતક’ પણ કોરોના રસી જેવું સાબિત થયું છે. 80% લોકોની સમસ્યા હલ કરી રેમડેસીવીર ઈંજેકશન અંગેની માહિતી પૂરી પાડવાની સાથો સાથ દર્દીને હોસ્પિટલમાં એડમીટ કરવાથી લઈ બેડની વ્યવસ્થાના પ્રશ્ન હલ કર્યા હતા. અબતક દ્વારા જે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવી તે શુભમ ભટ્ટ- 70482 30007 છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.