આજના યુગમાં પણ મીડિયાની ભુમિકા ખુબ જ મહત્વની સાબિત થઇ રહી છે, ખાસ કરીને લોકોને જેના પર વિશ્વાસ હોય તેવા મીડિયા ગ્રૂપ પર વધારે ભરોષો હોય તેવા મીડિયાની ભૂમિકા વધી જતી હોય છે. ફરી એકવાર અબતક મીડિયાએ સમાજ પ્રત્યેની પોતાની ભૂમિકા બખુબી નિભાવવામાં સાચુ ઠર્યું છે. જામનગરમાં ગટરની સમસ્યા મુદ્દે અબતક મીડિયાએ સમાચાર પ્રસિદ્ધ કરીને અધિકારીઓને દોડતા કર્યા હતા.અબતકના અહેવાલ બાદ જામનગર મહાનગર પાલીકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ પ્રશ્ન ઉકેલવાની કામગીરી હાથ ધરી હતી.
જામનગરની ભાગોળે આવેલા હાપા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ગટર છલકાવવાને લઇને મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. આ વાતને લઇને અબતક મીડિયા દ્વારા અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી, જે મુદ્દે મનપાની ભૂગર્ભ શાખાએ તાત્કાલિક ધોરણે કામ શરૂ કરી પ્રશ્નનું નિરાકરણ હાથ ધર્યું હતું. ત્યારે ફરી એકવાર અબતક મીડિયા લોકોની સમસ્યાને વાચા આપી તેનું સમાધાન લાવવા નીમિત બન્યું હતું.