વિનાયક ભટ્ટ, ખંભાળિયા: વિકાસની મસમોટી વાતો વચ્ચે હજુ ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાયાની સવલતો પણ નથી. તો ક્યાય વિવિધ સુવિધા માટે વિકાસકામો ગોકળ ગતિએ ચાલી રહ્યા છે. ત્યારે ખંભાળીયામાં પણ રેલવે દ્વારા જડેશ્ર્વર ફાટક દુર કરી અન્ડરબ્રીજ બનાવવાનું જે કામ હાથ ધરવામાં આવ્યું છે તે મંદ ગતિથી ચાલી રહ્યું હતું. આ કામ ક્યારે પૂર્ણ થશે ? લોકોને ક્યારે સુવિધા મળશે ? તે અંગે પ્રશ્નો ઊભા થયા હતા ? સ્થળે ખોદકામના ખાડા-ટેકરાઓ જેમ તેમ સ્થિતિમાં છોડી દેવામાં આવ્યા હતા. આ અંગે “અબતક” દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા તંત્રની પોલ ખૂલી પડી છે તેમજ સફાળૂ જાગી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા કામ ધર્યું છે.

અહી ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી સંગ્રહ થાય તો જીવલેણ બનાવની દહેશત નકારી શકાય નહીં, આ હકિકતની રેલવે દ્વારા ગંભીર નોંધ લઇ સંભવિત ભાવિ જોખમ ટાળવા બાંધકામને સંપન્ન કરવા સમયની માંગ છે. આ બાબતે ભૂતપૂર્વ આર્મીમેન વજુભાઇ વોરિયાએ રજુઆત કરી હતી. અધુરા થોડી દેવામાં આવેલ આ કામની વિગત એવી છે કે આરોગ્ય વિભાગ દ્વારા રેલવે ફાટક આગળ જનરલ હોસ્પિટલ બનાવવામાં આવી હતી.

પરંતુ ઇમરજન્સી કેસના દર્દીઓને હોસ્પિટલમાં પહોચડવામાં બને ફાટકનું બંધ રહેવું એ મોટી મુંઝવણ હતી. જેથી રેલવે દ્વારા જડેશ્ર્વર ફાટક દુર કરી ત્યાં અંડરબ્રીજ બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું જે કામ બે વર્ષથી વધુ દિવસોથી શરુ કરવામાં આવ્યું હતું. જે અવિરત કે સળગપણે કામ કરવામાં આવતું ન હોય થોડા થોડા દિવસે ક્રમશ ક્રમશ કામ કરવામાં આવતું હતું. અત્યાર સુધીના સમયમાં પણ આ પ્લાન પૂર્ણ થયો નથી.

આયોજકો દ્વારા આવકાર દાયક સાહસ કરી રેલવે ટ્રેક નીચે આઠ થી દસફુટ હેઠળ બોગદુ બનાવી સીમેન્ટના ક્રોકીટ સ્થંભો બનાવી અંડર બ્રીજ બનાવવામાં આવ્યો છે. પરંતુ બ્રીજ વચ્ચે પસાર કરવાના માર્ગ માટે જે ખોદકામ કરવામાં આવ્યું છે જેમાં થયેલા ખાડા તથા નીકળેલ પથ્થર, ધુળ, કાકરા માટી ના ઢગલા ખડકવામાં આવ્યા છે. સ્તવિકતા એ છે કે આવડા મોટા ખાડાઓ તથા ઢગલાઓ જે તે સ્થિતિમાં જ રાખી કામ અધરુ છોડી દેવામાં આવ્યું છે. આવા સમયે ચોમાસુ નજીકમાં આવી રહ્યું છે. વરસાદના કારણે આ ખાડાઓમાં ભરાય જાય. ફાટકનો આગળના વિસ્તારમાં સ્કુલ , શાળા, સોસાયટીઓ અને ગ્રામ પંચાયતનો વિસ્તાર આવેલો છે આ વિસ્તારના મોટાભાગના રાહદારીઓ આ ખુલ્લા ફાટક ને ઓળંગી નેજ પસાર થાય છે. આવી સ્થિતિમાં કામ ફરી શરૂ થઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.