ઓક્સિજનના બાટલા, રેમડસીવીર ઇન્જેક્શન, બેડ ન મળવા સહિતની સમસ્યાના ઉકેલમાં મદદરૂપ: લોકોનો ‘ડર’ દૂર કરાયો
રાજ્યભરમાં કોરોના મહામારીએ માજા મૂકી છે ત્યારે લોકો કોરોનાથીં ગભરાવા લાગ્યા છે. વધતા કોરોના કેસોને પાગલે રાજકોટ સાહિતના શહેરોમાં કોરોના કેસોનો વધારો થતા હોસ્પિટલો સહિતની જગ્યાઓ ભરાવા લાગી છે. ત્યારે લોકોને હોસ્પિટલની સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી સરકારી તંત્ર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. છતાં લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. જે અબતકના ધ્યાને આવતા લોકોને મદદ રૂપ થવાના આશય સાથે અબતક દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસેજ 100થી વધુ લોકોનો સમસ્યા આવી હતી. જેનું નિરાકરણ લાવવા પ્રયાસ થયો હતો. દરમિયાન બીજા દિવસે પણ 50થી વધુ ફોન ’અબતક હેલ્પલાઈન’ પર આવ્યા હતા. જેનું અબતક દ્વારા તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદરૂપ અબતક હેલ્પલાઈન થયું હતું.
’અબતક હેલ્પલાઇન’ પર લોકોને બેડ, રેમડેસીવીર ઇન્જેક્શન, ઓક્સિજનની બોટલની વ્યવસ્થા સહિતની સમસ્યા લોકોએ જણાવી હતી. જેનું યોગ્ય હલ અબતક દ્વારા જેતે વ્યક્તિને જણાવવામાં આવ્યો હતો. લોકોને હાલ મુખ્ય સમસ્યા વેન્ટિલેટર વાળા બેડની પડી રહી છે. અબતક દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કોરડીનેટ કરીને લોકોને મદદરૂપ થવાની કડી બન્યું હતું. હાલ કોરોના ગુજરાતમાં બે કાબુ બન્યો છે. ત્યારે લોકોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણા લોકોના અબતક હેલ્પલાઇન પર એવા પણ ફોન આવ્યા હતા કે તેમના કુટુંબી જનોને કોરોના આવ્યો છે. તો અમારે શુ કરવું આવા સમયે અબતક દ્વારા જેતે વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લોકને હિમતપણ અપવામાં આવી હતી.
લોકોની સમસ્યાનું નિરાકરણ આપતા અબતક નો આભાર વ્યક્ત કર્યો હતો. અબતક હેલ્પલાઇન પર રાજકોટ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તર માંથી પણ લોકોની સમસ્યા ઓના અબતક હેલ્પલાઇન પર ફોન આવ્યા હતા. અબતક દ્વારા 7048230007 નંબર પર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. હેલ્પલાઇન શરૂ કર્યાના 2 કલાકની અંદર હેલ્પલાઇન પર ફોન કોલ શરૂ થઈ ગયા હતા. સ્ટંટફોન શરૂ રહેતા લોકોને હાલાકી ન પડે તે માટેથી અબતક દ્વારા તાત્કાલિક બીજી હેલ્પલાઈન નંબર 7048130001 શરૂ કરવામાં આવી હતી. બે દિવસથી શરૂ કરેલી અબતક હેલ્પલાઇનમાં 200થી વધુ સમસ્યાઓના ફોન કોલ આવ્યા હતા. જેમાં 80 ટકા જેટલી સમસ્યાનું નિરાકરણ અબતક દ્વારા આપવામાં આવ્યું હતું.
અબતક દ્વારા 7048230007 અને 7048130001 બન્ને નંબરો અબતક હેલ્પલાઇન માટે શરૂ કરવામાં આવ્યો હતો. લોકોને હોસ્પિટલમાં બેડ મેળવવા, રેમડેસીવીર ઇન્જેક્શન સહિતની જો કોઈ સમસ્યા હોય તો અબતક હેલ્પલાઇન પર સંપર્ક કરવા લોકોને અબતક દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
‘અબતક’ના હેલ્પલાઈન નંબર
કોરોનાના દર્દીને જો બેડ ન મળતો હોય અથવા તો કોઈ અવ્યવસ્થા નો ભોગ બનવું પડે તો તુર્ત જ ‘અબતક’નો સંપર્ક કરી શકાય છે. ‘અબતક’ના હેલ્પલાઈન નંબર 70482 30007 અને 70481 30001 છે. આ હેલ્પલાઈન નંબરનો સંપર્ક કર્યા પૂર્વે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સંચાલીત હેલ્પલાઈનનો સંપર્ક કરવા ‘અબતક’ દ્વારા અપીલ કરવામાં આવી છે. ‘અબતક’ દ્વારા આ હેલ્પલાઈન શરૂ કરવાનો ઉદ્દેશ લોકોને સાચી અને સચોટ માહિતી પૂરી પાડવાનો છે. ઉપરાંત જરૂર પડયે ‘અબતક’ની ટીમ દ્વારા પણ લોકોને મદદ પૂરી પાડવામાં આવશે. આ હેલ્પલાઈન નંબર શરૂ કરીને ‘અબતક’ દ્વારા તંત્ર અને દર્દી વચ્ચેની મહત્વની કડી બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.