બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષક અને શાળા સંકુલની ભૂમિકા અતિ મહત્વની હોય છે: સહ અભ્યાસિક પ્રવૃત્તિ સાથે છાત્રોને શ્રેષ્ઠ નાગરિક નિર્માણ કરવાનું કાર્ય શિક્ષકનું છે
હું શાળાની નોકરી બાદ શાળાએ ન જતાં ઝુંપડપટ્ટીનાં બાળકોને ભણાવું છું: ઉમેશવાળા-શિક્ષક સેન્ટમેરી સ્કુલ
મે ૧૨ જેટલી બાળ ફિલ્મ નિર્માણ સાથે સઘન વૃક્ષારોપણ કરીને સરકારી શાળાને શ્રેષ્ઠ શાળા બનાવી: વનિતા રાઠોડ-આચાર્ય વિનોબાભાવે પ્રા. શાળા નં. ૯૩
દર વર્ષે ૫મી સપ્ટેમ્બર શિક્ષક દિવસે રાજય કક્ષાએ અને રાષ્ટ્રીય લેવલે શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ સાથે રોકડ પુરસ્કાર આપીને સન્માનીત કરાય છે. પોતાની શાળા લેવલે કરેલ શ્રેષ્ઠ કામગીરી-છાત્રોનો સર્વાંગી વિકાસ-ઈત્તરપ્રવૃત્તિ સાથે ઘણી બાબતોનાં અભ્યાસ કરીને આ એવોર્ડ માટે શિક્ષકની પસંદગી કરાય છે. આ વર્ષે ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિને રાજકોટનાં સેન્ટર મેરી હાઈસ્કુલના ઉમેશવાળા અને શિક્ષણ સમિતિની વિનોબા ભાવે પ્રાથમિક શાળાનં. ૯૩ના આચાર્ય વનિતાબેન રાઠોડની પસંદગી થઈ છે. શનિવારે આ બંને શિક્ષકોને ગાંધીનગર ખાતે એવોર્ડ આપીને સન્માનીત કરાશે. અબતક ચેનલ દ્વારા વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ મહાનુભાવો સાથે નચાય પે ચર્ચાથનો શ્રેષ્ઠ કાર્યક્રમ યોજાય છે. જેમાં આ બંને શિક્ષકો સાથે વિવિધ પ્રશ્ર્નો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના સૂરમાં બાળકોનાં સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે અને શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિનું ઘણુ મહત્વ છે. તેમ બંને શિક્ષકોએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ હતુ. શાળા સમય બાદ આ બંને શિક્ષકો બાળકો માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને પોતાની શાળાના બાળકોને સતત પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યા છે.
બાળકોના સર્વાંગી વિકાસ સાથે શાળા સિધ્ધિ માટે તમે કરેલા કાર્યોના જવાબમાં અબતક સાથે વાતચિતમાં વનિતાબેન રાઠોડે જણાવેલ કે ૨૦૦૪થી હું શિક્ષક તરીકે નોકરી શરૂ કરી ત્યારથી નકકી કર્યું હતુ કે ગરીબ મધ્યમ વર્ગનાં આ છાત્રોને હું વિકાસ કરીને શ્રેષ્ઠ ઘડતર કરીશ. લોકડાઉન અને અત્યારે શાળા બંધ છે.ત્યારે ૪૮૬ જેટલા એજયુકેનલ વિડીયો યુટયુબ ઉપર મૂકી ને મારા છાત્રોને સતત શિક્ષણ સાથે જોડી રાખ્યા હતા.
નવીશિક્ષણ નીતિના અભિપ્રાય વિશે વનિતાબેન રાઠોડે અબતકને જણાવેલ કે અર્લીચાઈલ્ડ એજયુકેશન સિસ્ટમથી ૩ થી ૬ વર્ષના બાળકો અમારી શાળા સાથે જોડાશે. સાથોસાથ ધો.૧.૨ને પણ પ્રથમ પ્રારંભીક તબકકે જોડતા પાટના પાંચ વર્ષમાં વાંચન, ગણન, લેખન મજબુત બનશે. તેમણે વધુમાં જણાવેલ કે આવા એવોર્ડ મળવાથી આત્મવિશ્ર્વાસ વધે છે. ને કામ કરવાની ધગશ સાથે કંઈક નવુ કરવાની ઈચ્છા થાય છે. મારી શાળામાં પર્યાવરણ માવજત સાથે વેસ્ટમાંથી બેસ્ટ નિર્માણ, શાળા આરોગ્ય, કિશોરીને પેડ વિતરણ સાથે લોક ભાગીદારીથી શાળાનો વિકાસ કરાયો છે. મે પોતે પણ પુસ્તકો લખેલ છે. શાળામાંથીરાજય કક્ષાની શિષ્યવૃત્તિની ખૂબજ અઘરી પરિક્ષા ત્રણ વિદ્યાર્થી અને જવાહર નવોદય શાળામાં ૩ વિદ્યાર્થી સિલેકટ થયા હતા. રાજયકક્ષાએ વનિતાબેનનાં વર્ગખંડનાં ઈનોવેશન અને શાળા કક્ષાની વિવિધ પ્રવૃત્તિ-પ્રોજેકટની દિલ્હી સુધી નોંધ લેવાયેલ છે. શાળા નં.૯૩ની સુંદર લાયબ્રેરીમાં લાખેણા પુસ્તકો સાથે છાત્રોનાં જન્મ દિવસે બાળક પોતે શાળાને પુસ્તક ભેટ આપે છે. તેમ ચર્ચામાં જણાવેલ હતુ.
સેન્ટમેરી હાઈસ્કુલના શિક્ષક ઉમેશ વાળા ૨૦૦૫થી હાઈસ્કુલમાં જોડાયા તે અગાઉ બોટાદ મહિલા કોલેજ, સુરેન્દ્રનગર હાઈસ્કુલમાં પણ શૈક્ષણિક કાર્યમાં હતા ચાય પે ચર્ચામાં ઉમેશભાઈએ નવા વિચારધારા સાથે શિક્ષણમાં ઘણા ઈનોવેશન લાવીને બાળકોનો સર્વાંગી વિકાસ કરેલ છે. બહુમુખી પ્રતિભા ધરાવતાને અભ્યાસુ શિક્ષક સાથે વિવિધ વિષયોનાં તજજ્ઞ તરીકે સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને પરિક્ષાના ભયથી મૂકત કરવા એન્જોય એકઝામ જેવા પ્રોજેકટ થકી છાત્રોને માનસિક રીતે સક્ષમ બનાવ્યા હતા. તેમણે વધુમાં જણાવેલ કે હાઈસ્કુલમાં તરૂણોને ઘણા પ્રશ્ર્નો મુંઝવતા હોય છે. ત્યારે એક શિક્ષક તરીકે મે તેમને સાચુ અને વૈજ્ઞાનિક આધારો સાથેનું માર્ગદર્શન આપેલ છે.
શાળા સમય બાદની પ્રવૃત્તિઓ સાથે ઝુપડપટ્ટીનાં બાળકોની પ્રવૃત્તિ વિશેનાં પૂંછાયેલા પ્રશ્ર્ન જવાબમાં ઉમેશભાઈ એ જણાવેલ કેવેકેશનમાં મીઠાના અગરીયા બાળકોને ભણાવવા તથા રાજકોટની વિવિધ ઝૂપડપટ્ટીમાં સ્થળ પર જઈને તેમને વાંચન ગણન, લેખન કરાવેલ છે. આજે સરકારી શાળા પણ ખાનગી શાળાને ટકકર મારીને વિકાસ કરી રહી છે. શાળામાં સ્માર્ટ કલાસ આવતા છાત્રોના રસ-રૂચી-વલણો જળવાતા તે બાળક રસથી ભણતો થઈ ગયો છે. શિક્ષકનો મુખ્ય ધર્મ જ વિદ્યાર્થીને શ્રેષ્ઠ ઘડતર કરીને રાષ્ટ્રનું શ્રેષ્ઠ નિર્માણ કરવાનું છે. શિક્ષક ઉમેશ વાળા ધો.૯ થી ૧૦ના પાઠય પુસ્તક નિર્માણ સમીક્ષામાં અને એન.સી.ઈ.આર.ટી. ના નેજો હેઠળ ખૂબજ સક્રિય કામગીરી કરેલ છે. વાલીઓને પ્રશિક્ષીત કરીને બાળકોનાં વિકાસમાં મા-બાપની ભૂમિકા સમજાવીને શ્રેષ્ઠ કાર્ય પ્રોજેકટ કરેલ છે. તેઓ આકાશવાણીમાં એનાઉન્સર તરીકે પણ સેવા આપી રહ્યા છે.
અસરકાર વર્ગ વ્યવસ્થા વિષયક પ્રશ્નનાં જવાબ આપતા ઉમેશ વાળાએ અબતકને જણાવેલ કે શિક્ષક ઘેરથી સજજ થઈને બાળકો સમક્ષ શિક્ષણ આપે તો તેની અસરકારકતા હોય છે. શિક્ષણ વખતે તમારી શિક્ષણ પધ્ધતિ-સરળ શૈલી સાથે બાળકોને ઓળખી લઈને રસ-રૂચી-પ્રવૃત્તિ સાથે શિક્ષણ હું આપું છું ધો.૧૦માં ઘણા તેજસ્વી તારલાઓ મારા વર્ગમાંથી તૈયાર થયા છે. આજે તો શાળાઓમાં ભરપૂર ભૌતિક સુવિધાઓ છે તો શિક્ષકે તેનો લાભ ઉઠાવીને બાળકોનો સર્વાંગી વિકાસ કરવો જોઈએ શિક્ષક વર્ગ ખંડનો રાજા છે. ચાર દિવાલો વચ્ચે અને પર્યાવરણ વચ્ચે વિવિધ પ્રવૃત્તિઓથી શિક્ષણની સાથે છાત્રોમાં ઘણા બધા ગુણોનું સિંચન કરી શકે છે. આ બંને શિક્ષકોએ પોતાના શ્રેષ્ઠ શિક્ષણ કાર્યો થકી રાજકોટનું નામ રાજયકક્ષાએ રોશન કરેલ છે.
અયોધ્યાના વિકાસ સાથે પ્રવાસીઓની સંખ્યા વધવાની હોવાથી આટલી મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટે વિવિધ સગવડો વધારવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અયોધ્યામાં રામકી પૌડી, ગુપ્તાર ઘાટ, દિગંબર અખાડામાં બહુ ઉદેશી હોલ, લક્ષ્મણ કિલ્લા ઘાટના નિર્માણ કરવામાં આવ્યા છે.