ભારતીય અર્થતંત્રનું ચોથા નંબરનું મોટુ સેકટર એફએમસીજી
અર્થતંત્રના ઝડપી વિકાસ માટે FMCG સેક્ટર સક્ષમ
ફૂડ એન્ડ બેવરેજીસ ક્ષેત્રની ભાગીદારી ૧૯%
આરોગ્ય સેવા ક્ષેત્રની ભાગીદારી ૩૧%
હાઉસહોલ્ડ એન્ડ પર્સનલ કેર ક્ષેત્રની ભાગીદારી ૫૦%
સરકારી પ્રોત્સાહક પગલાઓ અને પોલીસીને કારણે એફએમસીજી સેક્ટર આવનારા સમયમાં સૌથી વધુ ઝડપથી વિકસતુ ક્ષેત્ર બની રહેશે. ૨૦૧૯-૨૦ના બજેટ અંતર્ગત અપનાવેલા કૃષિ લોન માફી, ડાયરેક્ટ ટેક્સ બેનિફીટ, ગ્રામ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના પગલા ઉપરાંત તાલિમ અને કૌશલ્ય વિકાસ, આરોગ્ય, એમએસએમઇ ને વેરા રાહત સહિતના પાસાઓ પર ઘ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે. જેના પરિણામે ગ્રામીણ વિસ્તારમાં દૈનિક વેતનમાં સુધારા અને આવકમાં વૃદ્ધિ સાથે માંગમાં વધારો નોંધાયો છે.
ભારતીય એફએમસીજી સેક્ટરની એક ખાસિયત એ રહી છે કે સ્થાનિક ઉદ્યોગો અને મલ્ટીનેશનલ કંપનીઓ બન્નેને વિકાસ માટેની પૂરતી તકો રહેલી છે. પતંજલિ, બાલાજી નમકિન, ગોપાલ નમકિન, હલ્દીરામ ફૂડ્સ સહિતની સ્થાનિક બ્રાન્ડસ અને નેસ્લે, મેકડોનાલ્ડસ, ડોમીનોઝ, પેપ્સીકો, કોકાકોલા સહિતની કંપનીઓના બજારમાં પણ સતત વૃદ્ધિ નોંધાઇ છે.
કોરોના મહામારીના સમયગાળા દરમિયાન અને પછીની પરિસ્થિતિને અનુરૂપ ગ્રાહકોના તમામ ચીજ-વસ્તુ પસંદગી માટેના અભિગમ બદલાયા છે. આરોગ્ય સેવાઓ અને પ્રોડક્ટ્સ, ફિટનેસ સાધનો, સ્માર્ટ ઉપકરણો તરફ લોકોની પસંદગી વધી છે.
ટુંકા ગાળાની અને લાંબા ગાળાની ઘણી નવી તકોનું સર્જન એફએમસીજી સેક્ટર હેઠળ થયું છે.
તબક્કાવાર વિકાસની રૂપરેખા
- ૧૯૫૦ થી ૧૯૮૦ સમયગાળા દરમિયાન ગ્રાહકોની ખરીદશક્તિ નબળી હોવાને કારણે આ સેક્ટરમાં નહિવત રોકાણ આવ્યું હતું.
- ૧૯૮૦ થી ૧૯૯૦ના દાયકામાં ખરીદશક્તિ વધતા ગ્રાહકોને વિવિધ વસ્તુઓમાં વેરાયટીની અપેક્ષાએ માંગમાં વધારો થયો.
- ૧૯૯૧ પહેલા વેસ્ટર્ન એપેરલ્સ અને વિદેશી ફૂડ પ્રોડક્ટસ માટે ભારતીય બજારમાં ગ્રાહકોની અછત વર્તાતી હતી.
- ૧૯૯૧ બાદ ગ્લોબલાઇઝેશન અને લીબરલાઇઝેશનની અસરે મલ્ટીનેશનલ કંપનીઓને ભારતીય બજારમાં પૂરતુ પ્રોત્સાહન સાંપડ્યું.
- ૨૧મી સદીમાં ભારતીય ગ્રાહકોના અભિગમમાં બદલાવ આવતા, અલગ-અલગ જગ્યાએથી ખરીદી કરવા કરતા એકજ જગ્યાએથી તમામ વસ્તુ ખરીદી શકે તેવા શોપિંગ મોલ્સ, ગ્રોસરી સ્ટોર્સ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ખુલ્યા.
- રિલાયન્સ રીટેલ, બીગ બાઝાર, ડી-માર્ટ, ઇઝી ડે, મોર, સ્પેન્સર્સ, સ્પાર, હાઇપરસીટી, સ્ટાર બાઝાર સહિતના બ્રાન્ડ સ્ટોર્સ ગ્રાહકોમાં ફેવરિટ બની ગયા.
- મોટા માર્કેટ પ્લેયર્સની જેમ લોકલ માર્કેટ પ્લેયર્સ પણ સતત ગ્રાહકો મેળવીને વૃદ્ધિ નોંધાવી રહ્યા છે.
- ડિજીટલ યુગમાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ ગ્રાહકોની પસંદગીના બજાર બન્યા છે.
- એફએમસીજી કંપનીઓએ ૧૦% થી ૨૦% સુધીની પ્રચાર ખર્ચ નીતિ અપનાવીને તેમાં ઉત્તરોત્તર વધારો નોંધાવી રહી છે.
ગવર્મેન્ટ પોલીસી
- સિંગલ બ્રાન્ડ રિટેલીંગ માટે સરકાર દ્વારા ૧૦૦% અને મલ્ટી બ્રાન્ડ રિટેલીંગ માટે ૫૧% વિદેશી મૂડીરોકાણની છૂટ આપવામાં આવી.
- ગ્રાહક સુરક્ષા બિલ દ્વારા ગ્રાહકોના હિતોની જાળવણી સાથે વિવિધ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
- જીએસટીના અમલીકરણ દ્વારા આ સેક્ટરમાં સમાવેશ થતો હોય તેવી અનેક ચીજવસ્તુઓ પર વેરો ઘટાડવામાં આવ્યો.
મહામારીની પરિસ્થિતિ બાદ સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્ર તરીકે એફએમસીજી સેક્ટરે વિદેશી રોકાણ માટે વિશેષ ઘ્યાન ખેંચ્યું છે
વર્ષ ૨૦૨૧ માટે અપેક્ષિત વલણ
- ચાઇનિઝ મૂડીરોકાણપર લગામ આવતા ઘરઆંગણે એફએમસીજીમાં રોકાણની નવી તકો સર્જવા અને રોકાણ કરવા માટે નાના શહેરો અને નગરોેમાંથી જ ૪૦% રોકાણકારો આગળ આવ્યા છે
- રૂા. ૮ લાખ કરોડનું બજારમૂલ્ય ધરાવતા એફએમસીજી સેક્ટરમાં કોરોનાની અસરને ખાળવા માટેની તમામ તૈયારી પૂરજોશમાં આદરી દેવાઇ હતી.
- આર્થિક પ્રોત્સાહન પેકેજમાં ૫.૯૪ લાખ કરોડની રાહતો નાના ઉદ્યોગોને ફાળવવામાં આવી જે આ ક્ષેત્ર માટે ઘણી રાહતરૂપ થઇ છે. પ્રોત્સાહન પેકેજમાં બીજા તબક્કામાં પરપ્રાંતિય મજૂરો અને ખેડૂતોને રૂા.૩.૧૦ લાખ કરોડની રાહતો જાહેર કરવામાં આવી જેનાથી આ ક્ષેત્રમાં માંગ જળવાઇ રહેવાનું પ્રોત્સાહન મળ્યું છે. ત્રીજા તબક્કામાં કૃષિ માળખા અને કૃષિ સંબંધિત ઉદ્યોગોને રૂા.૧.૫ લાખ કરોડની રાહતો જાહેર કરવામાં આવી જે એફએમસીજી સેક્ટરનું ચાલકબળ બની છે.
ડિજીટલાઇઝેશનનો મહત્તમ લાભ મેળવવા ૩૦%ની સરેરાશે સોશિયલ મિડીયાનો ઉપયોગ વઘ્યો છે
મહિલા ગ્રાહક સુધી સીધી પ્રોડક્ટ પહોંચાડવાનું ચલણ વઘ્યું
મામાઅર્થ, બેબીચક્ર, ધ મોમ્સ કો, ફર્સ્ટ ક્રાય, બી બી, અઝાહ, નુઆ સહિતના સ્ટાર્ટઅપ્સ માટે ડાયરેક્ટ-ટુ-કસ્ટમર્સ બ્રાન્ડિંગ આશીર્વાદરૂપ સાબિત થયા
લેન્સકાર્ટ, લીશીયસ, ઝીવામે, બોટ, હેલ્થકાર્ટ, મામાઅર્થ, માયગ્લેમ, સુગર, ક્ધટ્રી ડિલાઇટ સહિતની બ્રાન્ડ ડીટુસી દ્વારા જ વિકસીત થઇ છે.
ભારતીય ડીટુસી માર્કેટ ક્ષેત્રનું કદ ૨૦૨૫ સુધીમાં રૂા.૮ લાખ કરોડ સુધી વિસ્તરી શકે છે.
ભારતીય બજારમાં જાણીતા નામ જેવા કે, જોહન્સન એન્ડ જોહન્સન, હિમાલયા, હિન્દુસ્તાન યુનિલીવર, આઇટીસી, લેકમે વગેરેનું વર્ચસ્વ એફએમસીજીમાં રહ્યું છે.
સ્થાનિક બજાર ઉપરાંત ઇકોમર્સ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન, સ્નેપડિલ, ફ્લિપકાર્ટ, પેટીએમ વગેરે પર માર્કેટિંગ અને વેચાણ દ્વારા એફએમસીજી જાયન્ટ્સ કંપનીઓ સતત આગળ વધી રહી છે ત્યારે હવે બહુ જ ઓછા સમયમાં જાણીતી બની ગયેલી બ્રાન્ડ્સ પણ સતત વિસ્તરી રહી છે. મામાઅર્થ, બેબીચક્ર, ધ મોમ્સ કો, ફર્સ્ટ ક્રાય, બી બી, અઝાહ, નુઆ સહિતના સ્ટાર્ટ-અપ્સ ખૂબ ઝડપથી માર્કેટમાં સફળ થઇ શક્યા તેના પાછળ ડાયરેક્ટ-ટુ-કસ્ટમર્સ એટલે કે ડીટુસી મોડલનો સિંહફાળો રહ્યો છે. આ ડીટુસી મોડલમાં મહિલાઓ કેન્દ્રીત માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવીને પ્રોડક્ટ સીધી મહિલા ગ્રાહક સુધી પહોંચાડી શકાય તેવી વ્યવસ્થાનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે વધુ વેચાણ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
ડીટુસીના ફાયદા
- સંભવિત ગ્રાહકો સાથે સીધી કનેક્ટીવિટી
- વધુ પ્રોફિટ માર્જીન
- પ્રોડક્ટના ઝડપી અને વધુ સારી રીતે મળતા ફીડબેક
- વ્યાપારી સંબંધોનું શ્રેષ્ઠ ઘડતર
- પુરવઠા અને સપ્લાઇ ચેઇન પર પુરો ક્ધટ્રોલ મેળવી શકાય
કેટલીક ખાસ બાબતો
ટોપ-૫ પ્રોડક્ટ્સ
- ટોઇલરીસ
- કોસ્મેટિક્સ
- હાઉસહોલ્ડ
- ઇલેક્ટ્રોનિક્સ
- પેકેઝ્ડ ફૂડ
માર્કેટ સાઇઝ અને વૃદ્ધિદર
- આવક ઉભી કરવામાં શહેરી વિસ્તારની ભાગીદારી ૫૫% અને ગ્રામીણ વિસ્તારની ભાગીદારી ૪૫% છે.
- છેલ્લા ૧૦ વર્ષોથી નગરો અને ગ્રામ્ય ક્ષેત્રમાં ઉત્તરોત્તર વૃદ્ધિ નોંધાઇ રહી છે.
- છેલ્લા ૧૦ વર્ષોથી આવકમાં સરેરાશ ૨૧.૪% વૃદ્ધિ થઇ છે.
- ૨૦૧૧ થી ૨૦૧૭-૧૮ના સમયગાળા દરમિયાન આવકમાં ૨.૪૧ લાખ કરોડ રૂપીયા થી લઇને ૪ લાખ કરોડ સુધીની નોંધનીય વૃદ્ધિ જોવા મળી.
- વાર્ષિક વૃદ્ધિદર ૨૭.૯% લેખે વિકસતા સેકટરનું કદ વર્ષ ૨૦૨૦ના અંતે ૮ લાખ કરોડ રૂપીયા સુધી વિસ્તરી શકે છે.
- ૬૫%થી વધુ ભારતીયો ગ્રામીણ વિસ્તારોમાં વસે છે, જેમની આવકનો ૫૦% હિસ્સો ફેમએમસીજીમાં ખર્ચાય છે.
- ઇ-કોમર્સનો ફાળો
- ૨૦૨૦ના અંત સુધીમાં એફએમસીજી સેક્ટરના કુલ વ્યવહારો પૈકી ૪૦% સુધીના વ્યવહારો ઓનલાઇન થવાના અંદાજ છે.
- વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં ઓનલાઇન એફએમસીજી વ્યવહારોનું મૂલ્ય ૩.૪ લાખ કરોડ રૂપીયા જેટલુ રહેવાના અંદાજ છે.
- વર્ષ ૨૦૨૫ સુધીમાં ૮૫ કરોડ લોકો એફએમસીજી પ્રોડક્ટ્સ ઓનલાઇન ખરીદતા થઇ જશે તેવા અંદાજ છે.
મહિલા કેન્દ્રિત નીતિ આધારિત વિકાસ
- સેક્ટરના ૮૦% જેટલા ખરીદી-વેંચાણના વ્યવહારોમાં મહિલાઓની ભૂમિકા નિર્ણાયક રહી છે.
- નોકિયા સ્માર્ટફોન બ્રાન્ડ સહિતની કંપનીઓ દ્વારા મહિલા કેન્દ્રિત નીતિ અપનાવી અનેક પ્રોડક્ટ લોન્ચ કરી, મીડિયા કેમ્પેઇન કરવામાં આવ્યા હતા.
- બિઝનેસમાં મહત્વની પોસ્ટ પર મહિલાઓને નિમણૂંક આપવાની સ્ટ્રેટેજી પણ ઘણી કંપનીઓ અપનાવી રહી છે.
- ઘર-પરિવારનું સંચાલન મોટા ભાગે મહિલાઓ હસ્તક હોય, બાળકોની પસંદ-નાપસંદનો પૂરો ખ્યાલ હોય, ખરીદી અંગે, પ્રોડક્ટ સ્પેસિફીકેશન જાણીને, વસ્તુની ગુણવત્તા પરખીને, ભાવ-તાલની સરખામણી કરીને વિવિધ નિર્ણયો લેવાતા હોય, જે બધી બાબતો અંગે પોલીસી માટે મહિલા કેન્દ્રિત અભિગમ કેળવાઇ રહ્યો છે.