‘અબતક’ સુરભીનું ટીમ વર્ક ધી બેસ્ટ: પી.વી.અંતાણી
રુંડાનાં સીઈએ પી.વી.અંતાણીએ જણાવ્યું હતું કે, અબતક સુરભીનું જે આયોજન કરવામાં આવ્યું છે તે સરાહનીય છે. એક ટીમ વર્કથી લોકો કામ કરી રહ્યા છે. ખેલૈયાઓમાં પણ ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાઉન્ડ સિસ્ટમ અને ગીતકારોના સંગાથે લોકો મન મુકીને જુમી રહ્યા છે. આ દિવસો જોઈને અમને પણ અમારા દિવસો ખુબ જ યાદ આવી ગયા છે અને આયોજન ખુબ જ પ્રશંસનીય છે.
રાસોત્સવની સુરક્ષા બિરદાવવા લાયક: એસી.પી. બારૈયા
એસ.પી. જી.એસ.બારીયાએ જણાવ્યું હતું કે, અબતક સુરભીનું આયોજન સુવ્યવસ્થિત છે અને સ્વયંસેવકો જે રીતે કામગીરી કરી રહ્યા છે તે ખુબ જ સારું કાર્ય છે. ગ્રાઉન્ડ, એન્ટ્રી, એકઝટ ખુબ જ સરસ છે. ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આયોજન પણ સંપૂર્ણ રીતે ખુબ જ સરસ અને બિરદાવવા લાયક છે જે અને માણી રહ્યા છીએ.
રાસોત્સવની વ્યવસ્થા બેનમુન: પી.વી.વ્યાસ
પીજીવીસીએલનાં રાજકોટ શહેર વર્તુળનાં સુપ્રીટેન્ડેન્ટ એન્જીનીયર પી.વી.વ્યાસે જણાવ્યું કે ‘અબતક’ સુરભી રાસોત્સવ જેવું આયોજન બીજે કયાંય જોવા નથી મળ્યું. અનેરો ઉત્સાહ લોકોમાં છે. ખેલૈયાઓ પણ મન મુકીને ગરબે ઘુમી રહ્યા છે. કલાકારો પણ જે રીતે નવરાત્રીના ગરબા ગાય આનંદ કરાવે છે તે સરાહનીય છે. અબતક સુરભી નવરાત્રી મહોત્સવની તમામ વ્યવસ્થા પ્રસંશનીય છે. અહીં પારીવારીક માહોલ ઉભો થયો છે. ખેલૈયાઓ પણ અહી મન ભરીને ગરબે ઝુમી રહ્યા છે.
અહિં પારિવારીક વાતાવરણની અનુભૂતિ: નિલેષભાઈ પટેલ
શ્રી હરિ નમકીનનાં માલિક નિલેષભાઈ પટેલે જણાવ્યું કે, અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાનો ઉત્સાહ અને કલાકારોનાં તાલને જોઈને ગરબા રમવાની ઈચ્છા થઈ જાય છે.
ખાસ તો ગ્રાઉન્ડ અને પારીવારીક વાતાવરણ અનુભવાય છે.
અબતક સુરભીનો માહોલ કંઈક અલગ જ છે: મુકેશ રાદડીયા
રોશની સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડીયાએ જણાવ્યું કે અબતક સુરભી રાસોત્સવનો જે માહોલ છે તે એકદમ અલગ છે. સંપૂર્ણ રાજકોટમાં આ માહોલ જોવા મળતો નથી. ખાસ તો અબતક સુરભીનો માહોલ જોઈને તેઓને તેમના જુના દિવસો યાદ આવી ગયા. ખેલૈયા અને કલાકાર બંનેનો સંગમ સારો હોય એટલે વાતાવરણ બદલી જાય છે. નાના ડેરાને ભજનમાં તો અત્યાર સુધી સાંભળ્યા જ છે પણ હવે તેમને રાસોત્સવમાં સાંભળીને તેમને ખુબ જ સારું લાગ્યું છે.
રાસોત્સવમાં પૌરાણીકતાની ઝલક: ડે.મેયર
ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અબતક સુરભી રાસોત્સવનું આયોજન ખુબ જ સારું છે અને ખાસ તો પારિવારીક માહોલ જે મળી રહે છે તે ખુબ જ અગત્યનું છે. તેમની યુવાનીના દિવસો પણ તેમને ખુબ જ યાદ આવી ગયા. કારણકે પૌરાણીકતાની એક જલક જોવા મળે છે.
રાસોત્સવની વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી: જગદીશભાઈ
જોલી ઈન્જોયનાં માલિક જગદીશભાઈએ જણાવ્યું કે, અબતક સુરભી રાસોત્સવનું આયોજન ખુબ જ સારું છે અને બેઠક વ્યવસ્થાથી માંડી તમામ વ્યવસ્થા ખુબ જ સારી છે. રાજકોટીયન આમ તો રંગીલા હોય છે અને હાલમાં તેમનો ઉત્સાહ પણ ખુબ જ સારો જોવા મળી રહ્યો હતો.
સુરક્ષા અને સ્વચ્છતાની પ્રશંસનીય કામગીરી: અશ્ર્વિન ભોરણીયા
સેનિટેશન સમિતિના ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે, અહીંનું આયોજન ખુબ જ પ્રશંસનીય આયોજન છે. સ્ટેજ, ગ્રાઉન્ડ, કલાકારો, ખેલૈયાઓ બધામાં એક ઉત્સાહ અને એનર્જી જોવા મળી રહી છે.
ખેલૈયાને જોઈને અમને અમારા જુના દિવસો પણ યાદ આવી ગયા છે. ગ્રાઉન્ડમાં સ્વચ્છતા પણ એટલી જ રાખવામાં આવી છે જે ખુબ જ સારી બાબત કહી શકીએ છીએ. સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ રાખવામાં આવી છે.
સુવ્યવસ્થિત આયોજન બદલ અબતક સુરભીને અભિનંદન: શિલ્પાબેન
અબતક સુરભી રાસોત્સવમાં આવેલ વોર્ડ નં.૯ના કોર્પોરેટર શીલ્પાબેન જાવીયાએ જણાવ્યું હતું કે, અબતક સુરભીનું આયોજન ખુબ જ સરસ છે આવું આયોજન બીજે કયાંય જોવા નથી મળ્યું સ્વચ્છતા, ખેલૈયાઓના ઉત્સાહ અને બેઠક વ્યવસ્થા ખુબ જ સારી છે તેવું જણાવ્યું હતું.
આવું આયોજન બદલ સમગ્ર અબતક સુરભી પરીવારને અભિવાદન કર્યું હતું.
નવરાત્રીનું આયોજન અદભુત છે: કાર્તિકભાઈ કુંડલીયા
કે.કે. બીકોન હોટેલનાં ઓનર કાર્તિકભાઈ કુંડલીયાએ જણાવ્યું કે, અબતક સુરભી નવરાત્રીનું આયોજન ખુબ જ અદભુત છે. વધુમાં જણાવ્યું કે વિથ ફેમિલી તેઓ આવ્યા છે અને નવરાત્રીની મન માણી રહ્યા છે. ઉપરાંત જણાવ્યું કે, દેવરાજભાઈ ગઢવી ‘નાનો ડેરો’ના તેઓ વર્ષોથી ફેન છે.
રાસોત્સવ માણવા મોરબીથી સહપરિવાર પધાર્યા છીએ: મનીષ પારેખ
મોરબીથી પધારેલ એડવોકેટ મનીષભાઈ પારેખે જણાવ્યું કે, તેઓ મોરબીથી પરીવાર સાથે પધારેલા છે અને અબતક સુરભી રાસોત્સવનું આયોજન ખુબ જ સારું લાગ્યું.
સાઉન્ડ સિસ્ટમ, આયોજન ખાસ તો કલાકારો પણ ખુબ જ સારા હતા. ઉપરાંત બેઠક વ્યવસ્થા પણ ખુબ જ સારી છે.
સુરભી અને સહિયરમાં રમવા માટે રાજકોટીયનોમાં અનોખો ક્રેઝ: વિજયસિંહ, સુરેન્દ્રસિંહ
સહિયરનાં આયોજક સુરેન્દ્રસિંહવાળાએ જણાવ્યું હતું કે, સુરભી અને સહિયર બે એવા રાજકોટના નવરાત્રીના નામો છે. જેના માટે લોકોને ખુબ જ ક્રેઝ હોય છે અને અહીં રોજ ૫૦૦૦થી વધારે ખેલૈયાઓ રમતા હોય છે. જેમનો ઉત્સાહ અને ઉમંગ અનેરો જોવા મળે છે અને સાથે સાથે ગુજરાત સરકારે જે વેકેશન જાહેર કર્યું તેના લીધે ખેલૈયાનો ઉત્સાહ બહોળો છે.
ત્યારે સુરભી કલબના વિજયભાઈ વાળા સાથે વાતચીત કરતા તેઓએ પણ ખુબ જ આનંદ વ્યકત કરતા કહ્યું કે, સુરભી અને સહિયર બને અમારા જ છે. એ હું અને સુરેન્દ્રભાઈ વાળા અમે બંને ભાઈઓ સાથે મળી ખુબ જ સરસ સાથે મળીને આયોજન કરીએ છીએ અને ખેલૈયાનો ઉત્સાહ પણ સુરભી અને સહિયર માટે સારો જ જોવા મળે છે.