દિલ્લીના બેટ્સમેનો પર ગુજ્જુ બોય હાવી થયો: બે દિગ્ગજ ખેલાડીઓને પેવેલિયન ભેગો કરતો હર્ષલ પટેલ
ક્રિકેટની દુનિયાતફમાં 360 ડીગ્રીના નામથી પ્રખ્યાત એ બી ડિવિલિયર્સની જોરદાર અને આક્રમક ઈનિંગએ બેંગ્લોરને મજબૂત સ્કોર આપ્યો હતો. ડિવિલિયર્સની ઇનિંગને કારણે બેંગ્લોરને 171 રનનો સ્કોર મળ્યો અને બેંગ્લોરે દિલ્લીને 1 રને પરાસ્ત કરી દીધું. આઇપીએલ ની 14મી સીઝનની 22મી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે યોજાઈ હતી. જેમાં બેંગ્લોરે દિલ્હીને અંતિમ ઓવરમાં 1 રને પરાજય આપ્યો હતો. દિલ્હીને છેલ્લી ઓવરમાં 14 રન બનાવવાના હતા. મોહમ્મદ સિરાજે અંતિમ ઓવરમાં દિલ્હીને 12 રન જ બનાવવા દીધા હતા. અંતિમ 2 બોલ પર દિલ્હીને10 રન કરવાના હતા પરંતુ કેપ્ટન રિષભ પંત 2 ચોગ્ગા જ લગાવી શક્યો હતો. દિલ્લી વિરૂદ્ધની પાંચ મેચમાં બેંગ્લોરે પ્રથમ જીત પ્રાપ્ત કરી છે.
આ જીત સાથે બેંગ્લોરએ પોઈન્ટ ટેબલમાંં પ્રથમ ક્રમાંક પર સ્થાન મેળવ્યું હતું. જ્યારે દિલ્હી અત્યારે ત્રીજા ક્રમાંક પર છે. દિલ્હીનાં કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરે 5 વિકેટનાં નુકસાને 171 રન બનાવ્યાં હતા. બેંગ્લોરે દિલ્હીને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં દિલ્હીએ 4 વિકેટનાં નુકસાને 170 રન બનાવ્યાં હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 1 રને હરાવ્યું.દિલ્હી વિરૂદ્ધની અંતિમ 5 મેચમાં આ બેંગ્લોરની પ્રથમ જીત છે.હેટમાયરે આઇપીએલમાં બીજી અર્ધસદી મારી હતી. એણે 23 બોલમાં 50 રનનો પડાવ પાર કર્યો હતો. આની પહેલા હર્ષલ પટેલે દિલ્હીની 2 વિકેટો લીધી હતી. એણે માર્કસ સ્ટોઈનિસ અને પૃથ્વી શોને એબી ડિવિલિયર્સના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. સ્ટોઈનિસે 17 બોલમાં 22 રન બનાવ્યા હતા. તેણે પંત સાથે 45 રનની પાર્ટનરશિપ કરી હતી.
દિલ્હીની ઈનિંગની 16મી ઓવરમાં જેમિસન બોલિંગ કરી રહ્યો હતો. ઓવરની પ્રથમ બોલ પર હેટમાયરે ફુલ ટોસ બોલ પર મિડ ઓન તરફ શોટ માર્યો હતો. લોન્ગ ઓનથી દેવદત્ત પડ્ડિકલે દોટ મૂકીને કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ એના હાથમાં આવીને છટકી ગયો હતો. એ સમયે હેટમાયર 15 રન પર બેટિંગ કરી રહ્યો હતો. આ મેચમાં પણ ધવન-સ્મિથ ખાસ પ્રદર્શન દાખવી શક્યા નહોતા.શિખર ધવને 7 બોલમાં 6 રન બનાવ્યા હતા. તે કાઈલ જેમિસનનો શિકાર થયો હતો. સ્ટીવ સ્મિથે 5 બોલ પર 4 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. મોહમ્મદ સિરાજે એને આઉટ કર્યો હતો. આની પહેલા ઈનિંગ બ્રેક વખતે મેચને થોડાક સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. ડિવિલિયર્સની ચક્રવાત જેવી બેટિંગ પછી વાવાઝોડાને કારણે મેચને 10 મિનિટ માટે સ્થગિત કરાઈ હતી.
ડિવિલિયર્સે સૌથી ઝડપી 5 હજાર રન પૂર્ણ કર્યાં
ડિવિલિયર્સે આઇપીએલમાં 5 હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર એબી ડિવિલિયર્સ છઠ્ઠો ખેલાડી બન્યો હતો. આની સાથે ડિવિલિયર્સે આઇપીએલ કારકિર્દીની 40મી અર્ધસદી નોંધાવી હતી. ડિવિલિયર્સ આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો છઠ્ઠો ખેલાડી બન્યો છે. એની પહેલા વિરાટ કોહલી, શિખર ધવન અને ડેવિડ વોર્નરે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ડિવિલિયર્સે અત્યારસુધી આઇપીએલની 175 મેચમાં 5053 રન બનાવ્યા છે. એણે સૌથી ઓછા 3228 બોલમાં 5 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. બેંગ્લોરએ 2 બોલમાં સતત 2 વિકેટ ગુમાવી હતી. ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આવેશ ખાનનો શિકાર થયો હતો. વિરાટે 11 બોલમાં 12 રન બનાવ્યા હતા. ત્યારપછી ઈશાંત શર્માએ 5મી ઓવરના પહેલા બોલ પર દેવદત્ત પડ્ડિકલને બોલ્ડ કર્યો હતો. એણે 14 બોલમાં 17 રન બનાવ્યા હતા.