સેંટ જયોર્જસ પાર્ક, પોર્ટ એલીઝાબેથમાં રમાઈ રહેલ દ.આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના બીજા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ૨૪૩ રનના જવાબમાં સાઉથ આફ્રિકાના બેટસમેનોએ વળતો જવાબ આપતા પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાએ ૩૮૨ રન નોંધાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી પ્રથમ ઈનિંગમાં ઓપનર ડિન એલ્વરે ૫૭, હાસીમ આમલા ૫૬ અને એ.બી.ડિવીલીયર્સે ૧૨૬ રનની અણનમ ઈનિંગ રમી હતી. એબી ડિવીલયર્સે ૨૦ ચોકકા અને ૧ સિકસની મદદથી સાઉથ આફ્રિકાને સેક કમાન્ડીન્ગ પોઝીશનમાં મુકયું હતું. આ અગાઉ પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકા તરફથી કંગીસો રબાડાએ ૫ વિકેટ ઝડપી હતી. ૧૩૯ રનની સાથે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગની શરૂઆત ખુબ જ નબળી હતી અને ઓપનરોએ સારી શરૂઆત કરી ન હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ ૭૫ રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં ત્રીજા દિવસને અંતે ૧૮૦ રનમાં ૫ વિકેટ ગુમાવી હતી અને કંગીશો રબાડાએ બીજી ઈનિંગમાં પણ ૩ વિકેટ લીધી હતી. ત્રીજા દિવસને અંતે ૫ વિકેટના નુકસાને ૪૧ રનની લીડ સાથે મીચેલ માર્શ ૩૯ રને ટીમ પેઈન ૫ રન પર અણનમ રમી રહ્યા છે.